Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘હવે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ સ્થાપવાનો સમય’: તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ બાદ...

    ‘હવે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ સ્થાપવાનો સમય’: તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ બાદ બોલ્યા આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ- મંદિરોની રક્ષા માટે રાષ્ટ્રીય સ્તરે બનાવાય બોર્ડ 

    પવન કલ્યાણે કહ્યું કે, આ મુદ્દે તમામ પોલિસી મેકરો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, ન્યાયતંત્ર, નાગરિકો અને મીડિયા તેમજ અન્ય વચ્ચે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય તે જરૂરી છે. અંતે તેમણે કહ્યું કે, “મને લાગે છે કે આપણે સૌએ સનાતન ધર્મના થતા અપમાનને રોકવા માટે આગળ આવવું જોઈએ."

    - Advertisement -

    આંધ્ર પ્રદેશના તિરુપતિ સ્થિત વિશ્વવિખ્યાત અને ભારતનાં પવિત્ર હિંદુ મંદિરો પૈકીનાં એક વેંકટેશ્વર સ્વામી મંદિરે (Tirupati Temple) ભક્તો માટે બનતા પ્રસાદમાં જાનવરોની ચરબી અને ફિશ ઓઇલનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યા બાદ હવે આ મુદ્દે રાજ્યના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે (Pawan Kalyan) પણ એક નિવેદન આપ્યું છે. તેમણે આ મામલો ચિંતાજનક ગણાવ્યો અને સાથે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ બનાવવાની પણ માંગ કરી.

    આંધ્ર પ્રદેશના તિરુપતિ સ્થિત વિશ્વવિખ્યાત અને ભારતનાં પવિત્ર હિંદુ મંદિરો પૈકીનાં એક વેંકટેશ્વર સ્વામી મંદિરે ભક્તો માટે બનતા પ્રસાદમાં જાનવરોની ચરબી અને ફિશ ઓઇલનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યા બાદ હવે આ મુદ્દે રાજ્યના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે પણ એક નિવેદન આપ્યું છે. તેમણે આ મામલો ચિંતાજનક ગણાવ્યો અને સાથે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ બનાવવાની પણ માંગ કરી.

    પવન કલ્યાણે એક X પોસ્ટમાં કહ્યું કે, “તિરુપતિ બાલાજી પ્રસાદમાં જાનવરોની ચરબી (ફિશ ઓઇલ, પોર્ક ફેટ અને બીફ ફેટ) ઉમેરવામાં આવતી હોવાનું જાણીને આપણે સૌ કોઈ આક્રોશિત છે. તત્કાલીન YCP સરકાર દ્વારા બનાવવામાં આવેલા TTD બોર્ડે ઘણા પ્રશ્નોના જવાબ આપવાના છે. અમારી સરકાર શક્ય તેટલી કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે.”

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું, “આ મુદ્દો મંદિરોની પવિત્રતા, તેની જમીનના વિવાદો અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓને લગતી ઘણી સમસ્યાઓ ઉજાગર કરે છે. સંભવતઃ આ સમય આવી ગયો છે કે રાષ્ટ્રીય સ્તરે એક ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’નું નિર્માણ કરવામાં આવે, જેનું કામ સમગ્ર ભારતનાં મંદિરોના આવા મુદ્દાઓ પર કામ કરવાનું હોય.”

    પવન કલ્યાણે કહ્યું કે, આ મુદ્દે તમામ પોલિસી મેકરો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, ન્યાયતંત્ર, નાગરિકો અને મીડિયા તેમજ અન્ય વચ્ચે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય તે જરૂરી છે. અંતે તેમણે કહ્યું કે, “મને લાગે છે કે આપણે સૌએ સનાતન ધર્મના થતા અપમાનને રોકવા માટે આગળ આવવું જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર વખતે તિરુપતિ મંદિરમાં જાનવરોની ચરબીનો ઉપયોગ કરીને પ્રસાદ બનાવવામાં આવતો હતો. આ મામલે એક તરફ રાજકારણ શરૂ થયું ત્યાં પછીથી એક લેબ ટેસ્ટ રિપોર્ટ પણ સામે આવ્યો, જેમાં ચંદ્રબાબુના આરોપોની પુષ્ટિ થઈ. 

    ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, મંદિરના પ્રસાદમાં ફિશ ઓઇલ, બીફ ટેલો અને પિગ ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે સામે આવ્યા બાદ YSRCP સરકાર પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. બીજી તરફ, વર્તમાન NDA સરકારે તમામ સ્તરે કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે અને હવે ડેપ્યુટી સીએમએ સનાતન ધર્મ રક્ષણ બોર્ડનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં