પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના (Gujarat) ત્રણ દિવસીય પ્રવાસ છે. ત્યારે 16 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે Re-Invest ગ્રીન એનર્જી સમિટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બાદ ગાંધીનગરના સેક્ટર 1થી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનના (Metro Train) ફેઝ 2નું ઉદ્ઘાટન (Inauguration) કર્યું હતું. આ બાદ PM મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરવાના છે.
PM મોદીએ ગાંધીનગર સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ઇ પેમેન્ટ કરી અને ટોકન પ્રાપ્ત કર્યું હતું. આ બાદ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી મેટ્રોના ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મેટ્રોનો શુભારંભ કર્યા બાદ PM મોદી, CM ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. જે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. PM મોદીએ શુભારંભ કરેલ મેટ્રો ટ્રેન મહાત્મા મંદિરથી મોટેરા સ્ટેશન સુધી દોડશે. આ અંગે CMO ગુજરાતે પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 નો શુભારંભ અને મેટ્રો રાઈડ.”
Live: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 નો શુભારંભ અને મેટ્રો રાઈડ. #MetroInGujarat https://t.co/i1A0y5FAJa
— CMO Gujarat (@CMOGuj) September 16, 2024
આ ઉપરાંત અમદાવાદ-ભુજ વચ્ચેની નમો ભારત રેપીડ રેલ એક્સપ્રેસનું પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ ટ્રેનના માધ્યમથી અમદાવાદ-ભુજ વચ્ચેની મુસાફરીનો સમય 6 કલાકનો જ થઇ જશે. આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી દોડતી થઇ જવાની છે. આ ટ્રેનના માધ્યમથી અમદાવાદ અને ભુજ વચ્ચેની મુસાફરી એક દમ સરળ થઇ જશે. ઉલ્લેખનીય બાબત છે કે મોર્ડનાઈઝ ટ્રેનના કોચ ભારતમાં નિર્માણ થયેલા છે.
અમદાવાદમાં કર્યું ₹8,000 કરોડના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ
આ બાદ PM મોદી GMCD ગ્રાઉન્ડ ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે ₹8,000 કરોડના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ તથા ધારસભ્યો સહિતના નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય ગુજરાતના તમામા જિલ્લાઓ માંથી ભાજપના એક લાખથી વધુ કાર્યકર્તાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ અગાઉ PM મોદીએ 16 સપ્ટેમ્બરે સવારે ગાંધીનગર ખાતે Re-invest ગ્રીન એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ ગાંધીનગર ખાતે PM સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને પણ મળ્યા હતા.