Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભારત પાસેથી કઈક શીખો, તેની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અપનાવો': ઉધાર માંગવા પર...

    ‘ભારત પાસેથી કઈક શીખો, તેની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અપનાવો’: ઉધાર માંગવા પર ADBએ પાકિસ્તાનની કરી ફજેતી, મોદી સરકારની ‘ઉલ્લાસ યોજના’ને સ્વીકારવાની કરી ભલામણ

    ADB અનુસાર, ભારત સરકાર લોકોને માત્ર સાક્ષર જ નથી બનાવી રહી પરંતુ તેમને નાણાકીય, ડિજિટલ, કોમર્શિયલ, હેલ્થકેર, બાળ સંભાળ અને કુટુંબ કલ્યાણ જેવા મુદ્દાઓ પર જ્ઞાન પણ આપી રહી છે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગદિલીનો (Pakistan Economic Crisis) સામનો કરી રહ્યો છે. વિશ્વની અનેક બેન્ક અને દેશો પાસેથી લોન પર પૈસા લઈને દેશની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે પાકિસ્તાની સરકાર મહેનત કરી રહી છે. પાકિસ્તાનના ભિખારીઓ પણ ખાડી દેશોમાં જઈને ભીખ માંગી દેશની અર્થવ્યવસ્થાને મદદ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે હવે ફરી પાકિસ્તાનની ફજેતી થઈ છે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADBએ) પાકિસ્તાનને ભલામણ કરી છે કે, તે ભારત પાસેથી કઈ શીખે અને મોદી સરકારની (Modi Government) ‘ઉલ્લાસ’ (ULLAS) યોજનાને અપનાવે.

    પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના (Express Tribune) અહેવાલ અનુસાર, પાકિસ્તાને શિક્ષણ પ્રણાલીમાં સુધારા કરવાને લઈને ADB (Asian Development Bank) પાસેથી આર્થિક મદદ માંગી હતી. મદદ તો દૂર પણ ADBએ પાકિસ્તાની ફજેતી કરીને તેને ભારત પાસેથી શીખવાની ભલામણ કરી છે. મનાલી સ્થિત બેન્કે પાકિસ્તાનને સલાહ આપતા કહ્યું હતું કે, તે દેશની નબળી શિક્ષણ વ્યવસ્થા અને નાગરિકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે ભારતની ‘ઉલ્લાસ યોજના’ને અપનાવે. ADBએ કહ્યું છે કે, પાકિસ્તાની સરકાર રણનીતિ ઘડીને તમામને લાભ પહોંચાડવાનો દ્રષ્ટિકોણ અપનાવે અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઉલ્લાસ યોજના’ (Understanding of Lifelong Learning for All in Society) જેવી શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પ્રથાઓ અમલમાં લાવે.

    ADBએ પાકિસ્તાનને કહ્યું કે, ભારત સરકારની ‘ઉલ્લાસ યોજના’ ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચને વિસ્તૃત કરવા માટે કેન્દ્ર અને પ્રાંતિય સરકારો દ્વારા તત્કાલીન સહયોગની જરૂરિયાત પર ભાર મૂકે છે. બેન્કે કહ્યું કે, આ યોજના પાકિસ્તાનમાં તેના જેવી જ બીજી યોજના લાગુ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે, તે સફળતાઓ અને પડકારો વિશે મહત્વપૂર્ણ શિખામણ પણ આપે છે. નોંધવા જેવું છે કે, ADBની આ ભલામણ તેના પ્રમુખ મસાત્સુગુ અસાકાવાના પાકિસ્તાન પ્રવાસના થોડા દિવસો પહેલાં જ આવી છે.

    - Advertisement -

    ગયા વર્ષે જ PM મોદીએ લૉન્ચ કરી હતી ‘ઉલ્લાસ યોજના’

    ઉલ્લેખનીય છે કે, ઉલ્લાસ યોજનાની શરૂઆત ગયા વર્ષે જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ 5-વર્ષના કાર્યક્રમ હેઠળ, તે તમામ લોકોને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેઓ અશિક્ષિત રહી ગયા છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કાર્ય કરી રહી છે. ADBએ કહ્યું છે કે, ઉલ્લાસ યોજના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર તૈયાર કરવામાં આવી છે. પાકિસ્તાને પણ આવું જ કરવું જોઈએ. પાકિસ્તાને આમાં તમામ હિતધારકોને સામેલ કરવા જોઈએ. ADB અનુસાર, ભારત સરકાર લોકોને માત્ર સાક્ષર જ નથી બનાવી રહી પરંતુ તેમને નાણાકીય, ડિજિટલ, કોમર્શિયલ, હેલ્થકેર, બાળ સંભાળ અને કુટુંબ કલ્યાણ જેવા મુદ્દાઓ પર જ્ઞાન પણ આપી રહી છે.

    મોદી સરકારની આવી અનેક યોજનાઓના કારણે આજે શિક્ષણ જગતથી લઈને તમામ ક્ષેત્રોમાં વિકાસની ગતિ તીવ્ર બની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોદી સરકારની અનેક યોજનાઓ પ્રસિદ્ધિ પામી હતી. જન ધન યોજના અને સ્ત્રી કેળવણીને લગતી યોજનાઓ દુનિયાભરમાં પ્રસિદ્ધ બની હતી. આ બાબતોને ધ્યાને રાખીને જ એશિયન બેન્કે પાકિસ્તાનને ભારત પાસેથી કઈક શીખવાની ભલામણ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં