રાજસ્થાનના ભીલવાડામાં હિંદુઓની શોભાયાત્રા પર ઇસ્લામી કટ્ટરપંથીઓને પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. મસ્જિદની સામેથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી, દરમિયાન અચાનક જ મસ્જિદની અંદરથી પથ્થરો વરસાવવાના શરૂ થયા હોવાનું કહેવાય છે. ભીલવાડાના જહાજપુરમાં સ્થાનિક હિંદુઓએ જળઝૂલણા એકાદશી નિમિત્તે શોભાયાત્રા કાઢી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બનવા પામી છે. ઘટના બાદથી આખા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક હિંદુઓ પણ ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.
માહિતી અનુસાર, ભીલવાડામાં સ્થિત જહાજપુરમાં શનિવારે (14 સપ્ટેમ્બર, 2024) ભગવાનની શોભાયાત્રા બેવાણ કિલ્લામાંથી આવી રહી હતી, તે સમયે આ ઘટના બનવા પામી હતી. શોભાયાત્રા જેવી જામા મસ્જિદ પાસે પહોંચી કે તરત જ ઇસ્લામી કટ્ટરપંથીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટના બાદ અફરાતફરીનો માહોલ બની ગયો હતો. પ્રદર્શનકારીઓએ આરોપીઓની ધરપકડની માંગણી સાથે ધરણાં શરૂ કરી દીધાં હતાં. દરમિયાન આખા શહેરમાં કર્ફ્યુનો માહોલ જોવા મળ્યો હતો. રાજસ્થાન પોલીસે આ ઘટનાને પગલે 10 આરોપીઓને કસ્ટડીમાં લીધા હોવાનું સામે આવ્યું છે, આ આરોપીઓ મસ્જિદની અંદરથી પથ્થરમારો કરવામાં સામેલ હોવાનું કહેવાય રહ્યું છે.
#Rajasthan #Bhilwara के जहाजपुर में अब हिंदुओं के शांतिपूर्ण तरीके से निकलने वाले जलझूलनी एकादशी के जुलूस के ऊपर मस्जिद के ऊपर से बड़े-बड़े पत्थर फेके गए।
— Sujeet Swami️ (@shibbu87) September 14, 2024
बड़ी बात यह रही कि पुलिस की मौजूदगी में हुआ सब।#WaqfBachaoAndolan #Tajmahal #Gyanvapi pic.twitter.com/x1EbIVkmsV
ઘટનાની જાણ થતાં જ જહાજપુરના ભાજપ ધારાસભ્ય ગોપીચંદ મીણા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને પ્રદર્શનકારીઓની સાથે તેઓ પણ ધરણાં પર બેસી ગયા હતા. તેમણે જામા મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને તેને બુલડોઝરથી તોડી પાડવા માટેની માંગણી પણ કરી છે. ધારાસભ્યની માંગણી બાદ નગરપાલિકાએ જામા મસ્જિદને માલિકી અને બાંધકામ મંજૂરી સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે 24 કલાકની નોટિસ પણ ફટકારી દીધી છે. આ વિરોધ પ્રદર્શન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું અને પ્રશાસન સાથે 3 તબક્કાની વાતચીત બાદ ધરણાં પૂર્ણ કરવામાં આવ્યાં હતાં.
Good to see BJP MLA on ground, standing with fellow Hindus. Reportedly he has brought a bulldozer as well… https://t.co/bYBG8nl3cP pic.twitter.com/0qojqNpVwv
— Mr Sinha (@MrSinha_) September 14, 2024
તે ઉપરાંત રાત્રે જ નગરપાલિકાની ટીમે બુલડોઝર એક્શન હાથ ધર્યું હતું અને બસ સ્ટેશન પાસેથી કેટલાક મુસ્લિમ વ્યક્તિઓની ગેરકાયદે કેબિનને જમીનદોસ્ત પણ કરી દીધી હતી. તે દરમિયાન જ બાયપાસ રોડ પર સ્થિત બે કેબિનને કેટલાક અજાણ્યા યુવાનોએ આંગ ચાંપી દીધી હતી. જેના કારણે માહોલ વધુ ખરાબ થયો હતો. પરંતુ પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી બાદ સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.
શાહપુરા SP રાજેશ કાંવટે ઘટનાને લઈને જણાવ્યું હતું કે, આ મામલે હમણાં સુધીમાં 10 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, કસ્બાની સ્થિતિ તણાવપૂર્ણ તો છે જ, પરંતુ નિયંત્રણમાં પણ છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, તે આખા વિસ્તારમાં પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે અને કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટેના નિર્દેશો પણ આપવામાં આવ્યા છે.
રાત્રે જ જિલ્લા કલેકટર રાજેન્દ્ર સિંઘ શેખાવત, SP રાજેશ કાંવટ અને અજમેરના IG ઓમપ્રકાશ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાની તકેદારી રાખવાના નિર્દેશો આપ્યા હતા. ઉપરાંત, ધારાસભ્ય ગોપીચંદ મીણાએ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ધરણાં સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભજનલાલ શર્માને ઘટનાની તમામ માહિતી આપી દેવામાં આવી છે. હવે જિલ્લા પ્રશાસન CMOના નિર્દેશો પર કાર્યવાહી કરશે.