Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘જ્ઞાનવાપી જ સાક્ષાત વિશ્વનાથ..’: આદિ શંકરાચાર્યના જીવનની વાત કહીને CM યોગીએ સમજાવ્યું,...

    ‘જ્ઞાનવાપી જ સાક્ષાત વિશ્વનાથ..’: આદિ શંકરાચાર્યના જીવનની વાત કહીને CM યોગીએ સમજાવ્યું, કહ્યું- દુર્ભાગ્યે લોકો આજે તેને ‘મસ્જિદ’ કહે છે

    ગોરખપુરમાં 'હિન્દી દિવસ' પર આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અન્ય નેતાઓ અને સામાન્ય લોકો પણ હાજર રહ્યા હતા. દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જ્ઞાનવાપી સાક્ષાત વિશ્વનાથ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી એક વખત જ્ઞાનવાપીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પેટાચૂંટણી પહેલાં જ તેમનું આ નિવેદન સામે આવ્યું છે. ગોરખપુરમાં ‘હિન્દી દિવસ’ પર આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અન્ય નેતાઓ અને સામાન્ય લોકો પણ હાજર રહ્યા હતા. દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જ્ઞાનવાપી સાક્ષાત વિશ્વનાથ છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે, તેને મસ્જિદ કહેવું પણ દુર્ભાગ્યપૂર્ણ છે.

    શનિવારે (14 સપ્ટેમ્બર) ‘હિન્દી દિવસ’ પર આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આદિગુરુ શંકરાચાર્ય અને જ્ઞાનવાપીની એક ઐતિહાસિક ઘટના વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “આચાર્ય શંકર જ્યારે પોતાના અદ્વેત જ્ઞાનથી પરિપૂર્ણ થઈને આગળની સાધના માટે કાશી આવ્યા તો અહીં સાક્ષાત ભગવાન વિશ્વનાથે તેમની પરીક્ષા લીધી.” CM યોગીએ કહ્યું કે, “જ્યારે આદિશંકર બ્રહ્મમુહૂર્તમાં ગંગા સ્નાન કરવા માટે જઈ રહ્યા હોય છે, ત્યારે ભગવાન સૌથી અસ્પૃશ્ય કહેવાતી જાતિના એક વ્યક્તિના રૂપમાં તેમના માર્ગ પર આવીને ઊભા રહી જાય છે. તેવામાં આદિશંકરના મુખમાંથી નીકળે છે કે, મારા માર્ગ પરથી હટો.”

    મુખ્યમંત્રી યોગીએ વધુમાં કહ્યું કે, “એવામાં ચાંડાલ એક પ્રશ્ન પૂછે છે કે, તમે પોતાને જ્ઞાનના મર્મજ્ઞ માનો છો? તમે કોને હટાવવા માંગો છો? તમારું જ્ઞાન આ ભૌતિક કાયાને જોઈ રહ્યું છે કે, તે ભૌતિક કાયામાં વસેલા બ્રહ્મને જોઈ રહ્યું છે? જો બ્રહ્મ સત્ય છે તો જે બ્રહ્મ આપની અંદર છે, તે જ બ્રહ્મ મારી અંદર છે. જો તમે આ બ્રહ્મસત્યને જાણીને પણ આ બ્રહ્મને ઠુકરાવો છો તો તેનો અર્થ એ થયો કે, તમારું આ જ્ઞાન સત્ય નથી.” CM યોગીએ કહ્યું કે, “આદિશંકર આશ્ચર્યમાં મુકાઈ ગયા કે, એક ચાંડાલ આવી વાત કઈ રીતે બોલી શકે છે.”

    - Advertisement -

    તેમણે કથા આગળ વધારતા કહ્યું કે, “આદિશંકરે પૂછ્યું – તમે કોણ છો? હું જાણવા માંગુ છું. ત્યારે ચાંડાલ કહે છે કે, જે જ્ઞાનવાપીની સાધના માટે તમે સામે ચાલીને અહીં આવ્યા છો. હું તેનું સાક્ષાત સ્વરૂપ વિશ્વનાથ છું.” દરમિયાન જ યોગી આદિત્યનાથે નિવેદન આપતા કહ્યું હતું કે, “દુર્ભાગ્યે જ્ઞાનવાપીને લોકો મસ્જિદ કહે છે, પરંતુ જ્ઞાનવાપી સાક્ષાત વિશ્વનાથ જ છે.” ત્યારબાદ કથાને આગળ વધારતા તેમણે કહ્યું હતું કે, “પછી આદિશંકર તેમની સામે નતમસ્તક થઈ ગયા. ત્યારબાદ તેમને પસ્તાવો થાય છે કે, આ ભૌતિક અસ્પૃશ્યતા માત્ર સાધનાના માર્ગમાં સૌથી મોટી બાધા છે એવું નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પણ સૌથી મોટી બાધા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં