Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામ મંદિરના પહેલા માળનું કામ 90% પૂર્ણ, ઑક્ટોબરથી શિખર નિર્માણનો શુભારંભ: રામ...

    રામ મંદિરના પહેલા માળનું કામ 90% પૂર્ણ, ઑક્ટોબરથી શિખર નિર્માણનો શુભારંભ: રામ દરબારના નિર્માણ માટે પણ તૈયારીઓ શરૂ

    મૂર્તિ નિર્માણનું કાર્ય સંભવતઃ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. રામમંદિરના પહેલા માળ અને બીજા માળનું નિર્માણ, રામ દરબાર, રામ-સીતા, લક્ષ્મણ, હનુમાનજીની મૂર્તિની સ્થાપના પણ 2025ના પહેલા ત્રણ મહિના દરમિયાન થાય એવું અનુમાન છે. જો કે છેલ્લો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવશે.

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના (Ayodhya) ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામલલા બિરાજમાન થયા બાદ મંદિરના (Ram Mandir) બાકીના ભાગ અને પરિસરનું નિર્માણકાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. જે જાણકારી સામે આવી છે તે અનુસાર રામ મંદિરના પહેલા માળનું બાંધકામ 90% પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આગામી મંદિર નિર્માણની કામગીરની રૂપરેખા તૈયાર કરવા મંદિર સમિતિ દ્વારા 12 સપ્ટેમ્બરના રોજ એક દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર સમિતિ અધ્યક્ષ સહિતના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નક્કી થયું હતું કે મંદિરના શિખર નિર્માણનું કાર્ય આગામી મહિના ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયા સુધીમાં શરૂ થઇ જશે.

    રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં મંદિર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી નિર્માણ કાર્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રામ દરબારની મૂર્તિઓ અંગે, તથા શિખર નિર્માણ સહિતની બાબતો પર ચર્ચા થઇ હતી. આ બાદ મંદિર સમિતિ અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, મંદિરના પહેલા માળનું 90 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે મંદિર પરિસરમાં આવેલ નલ-નીલ અને અંગદ ટીલા પર માટીની સ્થિરતા ન હોવાના કારણે કોઈ કાયમી બાંધકામ કરવામાં આવશે નહીં.

    ઓક્ટોબરમાં શરૂ થશે શિખર નિર્માણ

    ઉપરાંત તેમણે શિખર નિર્માણ અંગે માહિતી આપી હતી કે મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહ દરમિયાન શરૂ થઇ જશે. તેમણે કહ્યું હતું કે, અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામનું મંદિર નાગર શૈલીમાં બની રહ્યું છે. તેથી તેનું શિખર પણ નાગર શૈલીમાં જ બનશે. શિખર માટે વિશિષ્ટ ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    ઓક્ટોબરમાં જ્યારે શિખરનું બાંધકામ શરૂ થશે ત્યારે IITના નિષ્ણાતો, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, CBRIના નિષ્ણાતો, બાંધકામ એજન્સી લાર્સન એન્ડ ટુબ્રોના નિષ્ણાતો અને નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.

    રામ દરબાર 2025ના આગામી ત્રણ મહિનામાં તૈયાર થાય તેવી સંભાવનાઓ

    નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરમાં બનનારા રામ દરબાર અંગે માહિતી આપી હતી કે, રામ મંદિર દરબારમાં સ્થાપિત થનાર મૂર્તિઓ સિવાયની મૂર્તિઓના મોડલને પહેલાં ફાઈબર અથવા મીણ પર પરિક્ષણ કરી ચકાસવામાં આવે છે, એ બાદ જ તેને પથ્થર પર ઉતારવામાં આવે છે. પુણેના પ્રસિદ્ધ શિલ્પકાર વાસુદેવ કામતે જયપુર જઈને આ મોડેલના પરિક્ષણ કરી તેને અનુમોદન આપી દીધું છે.

    રામ મંદિરમાં દરબારનું નિર્માણ આરસપહાણના પથ્થરોથી કરવામાં આવશે. રામ દરબાર તેના પૂર્ણ સ્વરૂપમાં હશે જેમાં રામ, સીતા, ત્રણ ભાઈઓ અને હનુમાનજીની મૂર્તિઓ હશે. મૂર્તિ નિર્માણનું કાર્ય સંભવતઃ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. રામમંદિરના પહેલા માળ અને બીજા માળનું નિર્માણ, રામ દરબાર, રામ-સીતા, લક્ષ્મણ, હનુમાનજીની મૂર્તિની સ્થાપના પણ 2025ના પહેલા ત્રણ મહિના દરમિયાન થાય એવું અનુમાન છે. જોકે અંતિમ નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં