એક સમયે જ્યાં પાકિસ્તાન, ISISના ઝંડા અવારનવાર જોવા મળતા હતા તેવા જમ્મુ કાશ્મીરની ધારા 370 હટી ગયા બાદથી કાયાપલટ થઈ ગઈ છે. આજે લોકો નિશ્ચિંત થઈને ભારતના સ્વર્ગસમાં રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. જોકે એક સમયે જયારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી, તે સમયે દેશના ગૃહ મંત્રીને લાલ ચોક જવામાં ‘ફાટતી’ હતી. આ અમે નથી કહી રહ્યા, પરંતુ UPA સરકારમાં ગૃહ મંત્રી રહી ચુકેલા સુશીલ કુમાર શિંદે પોતે કહી રહ્યા છે. તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
હાલ સોશિયલ મીડિયામાં સુશીલ કુમાર શિંદેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાત તેમણે પોતાના પુસ્તક ‘Five Decades in Politics’ (રાજકારણમાં પાંચ દશકા)ના વિમોચન વખતે કહી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ શ્રીનગર ગયા ત્યારે તેમને પ્રસિદ્ધિતો ખૂબ જ મળી પરંતુ વાસ્તવમાં તેમની ‘ફાટી’ રહી હતી. તેમણે જયારે આ વાત કહી ત્યારે ત્યાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંઘ, વિજય ધર સહિતના અનેક લોકો હાજર હતા. તેમણે વિજય ધરનો ઉલ્લેખ કરતી વેળાએ જ તેમને ડર લાક્ગ્યો હોવાનું કહ્યું હતું.
#WATCH | Delhi: At the launch of his memoir 'Five Decades of Politics', Congress leader Sushilkumar Shinde says, "Before I became the Home Minister, I visited him (educationist Vijay Dhar). I used to ask him for advice. He advised me to not roam around but to visit Lal Chowk (in… pic.twitter.com/MJ4QhrKbwa
— ANI (@ANI) September 10, 2024
શિંદેએ પોતાના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું કે, “જયારે હું મિનિસ્ટર હતો, તે પહેલા પણ હું તેમની પાસે (વિજય ધર) જતો અને સલાહ માંગતો. તેમણે મને સલાહ આપી કે સુશીલ આમ-તેમ ના ભટક, તું લાલ ચોક જા અને ત્યાં ભાષણ કર, કેટલાક લોકોને મળ અને દલ સરોવરમાં ફર. તેમની આ સલાહથી મને ખૂબ જ જનપ્રતિસાદ મળ્યો. લોકો વિચારી રહ્યા હતા કે એવો એક ગૃહ મંત્રી આવ્યો છે જે ડર્યા વગર આવે છે. પણ હું કોને કહું કે ખરેખર મારી ‘ફાટી’ રહી હતી.” તેમના આટલા બોલતાની સાથે જ સ્થળ પર હાજર લોકો હસવા લાગ્યા હતા.
સરકાર તેમની તોય ડર લાગ્યો, ભાજપે સાધ્યું નિશાન
શિંદેની આ વાત સામે આવ્યા બાદ એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ કે કોંગ્રેસના શાસનમાં જમ્મુ-કાશ્મીર અશાંત હતું. જો દેશના ગૃહ મંત્રી રહી ચૂકેલો વ્યક્તિ એમ કહેતો હોય કે તેમને ત્યાં ડર ડર લાગતો હતો તો સામાન્ય માણસનું વિચારી જૂઓ. બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ પર પ્રહારો શરૂ કરી દીધા. ભાજપ નેતા અમિત માલવિયાએ આ મામલે X પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
At the launch of his memoir, UPA era Home Minister Sushil Shinde admits that things were so bad in Kashmir valley in those days that उनकी भी वहाँ जाने में फटती थी।
— Amit Malviya (@amitmalviya) September 10, 2024
Things have changed dramatically since. 2-3 crore tourists visit Jammu & Kashmir every year. Even Balak Buddhi and… pic.twitter.com/2YqRjRiqWm
તેમણે લખ્યું કે, “UPA કાળના મંત્રી સુશીલ શિંદેએ પોતાના પુસ્તકના વિમોચનના અવસરે સ્વીકાર્યું છે કે તે સમયે કાશ્મીર ઘાટીની પરિસ્થિતિ ખરાબ હતી કે તેઓ પોતે ત્યાં જવાથી ડરતા હતા. હવે ત્યાં સ્થિતિ બદલાઈ ચૂકી છે. હવે દર વર્ષે 2-3 કરોડ પર્યટક જમ્મુ કાશ્મીર આવે છે. એટલું જ નહીં, બાળક બુદ્ધિ અને તેમની બહેનને પણ આપણે ત્યાં બરફના ગોળાથી રમતા જોયા. કલમ 370 હટી જવાથી કાશ્મીરના લોકોનું જીવન બદલાઈ ગયું છે. જમીની સ્તરે લોકતંત્ર મજબૂત થયું છે, ભ્રષ્ટ અબ્દુલ્લા અને મુફ્તીનો પ્રભાવ ઓછો થયો છે.”