Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાત'કાયદામાં રહેશો… તો ફાયદામાં રહેશો…': કટ્ટરપંથીઓ સામે ગૃહ રાજ્યમંત્રીની આંખ લાલ, પથ્થરમારા...

    ‘કાયદામાં રહેશો… તો ફાયદામાં રહેશો…’: કટ્ટરપંથીઓ સામે ગૃહ રાજ્યમંત્રીની આંખ લાલ, પથ્થરમારા મામલે કહ્યું- મદરેસા-મસ્જિદવાળા લોકો મુસ્લિમ યુવકોને સમજાવે

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ સુરતની ઘટનાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' જેવા શબ્દો વાપરીને તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે આ પ્રકારની કોઈ પણ ઘટનાને સાંખી નહીં લેવામાં આવે.

    - Advertisement -

    સુરતના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલ પર પથ્થરમારાની (Stone pelting at Ganapati Pandal) ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ મંત્રાલય બંને એકશનમાં છે. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે હરસ સંઘવી સતત ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યા છે. આમ તો કાર્યવાહીથી ખ્યાલ આવી જાય કે સરકાર અને તંત્ર આ મામલે કોઈજ ઢીલ નહીં મુકે. પરંતુ ગૃહ રાજ્યમંત્રીએ તાજેતરમાં કરેલી વાત કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકો માટે એક સબક છે. સુરતની ગણપતિની ઘટનાને લઈને હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) કહ્યું છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. આ મામલે પોલીસે કુલ ત્રણ ફરિયાદો નોંધી છે અને પ્રશાસન કાર્યવાહીમાં કોઈ જ ઢીલ નહીં છોડે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ સુરતની (Surat) ઘટનાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ જેવા શબ્દો વાપરીને તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે આ પ્રકારની કોઈ પણ ઘટનાને સાંખી નહીં લેવામાં આવે. તેમણે પત્રકારોને સંબોધતા સરકારનો મિજાજ સ્પષ્ટ કરી દીધો હતો. પથ્થરમારો કરનાર લોકો વિરુદ્ધ જરા પણ દયાભાવ નહીં રાખવામાં આવે તેમણે તે પણ સ્પષ્ટ કરી દીધું હતું.

    મુસ્લિમ સમાજના લોકો આવા તત્વોને સમજાવે

    ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ (Harsh Sanghvi) પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, “પથ્થરમારો કરનારા લોકો સમાજના ગુનેગાર છે. આવા તોફાની તત્વોને મુસ્લિમ સમાજના લોકો સમજાવે. મને ભરોસે છે કે મદરેસા અને મસ્જિદ સહિતની સંસ્થાઓના લોકો આવા તોફાની યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે. પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાના ગુનેગારથી વધુ મોટો સામાજિક ગુનેગાર છે. પછી તે કોઈપણ સમાજનો હોય. આવુ કરનારા સામે કોઈપણ લાગણી કે દયા હોય જ ન શકે. પત્થર ફેંકવો અને તે ફેંકવાનો વિચાર પણ કઈ રીતે આવી શકે?”

    - Advertisement -

    મુસ્લિમ સમાજ યુવાનોને સાચી દિશા આપે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો…

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “મારી મુસ્લિમ સમાજને ખાસ અપીલ છે કે આવા યુવાનોને સાચી દિશા આપે. આપણી જવાબદારી છે કે સમાજે વિવિધ ટ્રસ્ટોની અંદર પછી તે મદરેસા હોય કે મસ્જિદ હોય તેઓ યુવાનોને સમજાવે. યુવાનોને સાચા માર્ગે વળવા સમજાવે. હું ફરી કહું છું કે પથ્થર કોઈ પણ જગ્યાએ ફેંકનાર કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય અમે છોડીશું નહીં. આ મામલે તપાસ ચાલુ છે અને ચાલુ તપાસમાં હું કોઈ નિવેદન આપવા માંગતો નથી. હું એટલું ચોક્કસ કહીશ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં