Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘જે અફઝલ ગુરુએ કરાવ્યો હતો સંસદ પર હુમલો, તેની ફાંસીથી કોઇ હેતુ...

    ‘જે અફઝલ ગુરુએ કરાવ્યો હતો સંસદ પર હુમલો, તેની ફાંસીથી કોઇ હેતુ સિદ્ધ ન થયો’: આવું માનવું છે પૂર્વ કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાનું, કોંગ્રેસ તેમની સાથે લડી રહી છે ચૂંટણી

    ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, "દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, જમ્મુ-કાશ્મીર સરકારને અફઝલ ગુરુની ફાંસી સાથે કોઈ લેવાદેવા નહોતા, નહીં તો તમારે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડત. જેને લઈને હું સ્પષ્ટ શબ્દોમાં તમને કહું છું કે, જમ્મુ-કાશ્મીર સરકાર અફઝલ ગુરુની ફાંસીને ક્યારેય મંજૂરી ન આપત.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીર ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહ્યા છે તો ભાજપ પણ ચૂંટણી મેદાને ઉતરી ચૂક્યું છે. આખા ઘટનાક્રમ વચ્ચે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અબ્દુલ્લાએ કહ્યું છે કે, સંસદ પર હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુની ફાંસીથી કોઈ હેતુ સિદ્ધ નથી થયો, ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, ફાંસીને લઈને જો જમ્મુ-કાશ્મીર સરકારની સલાહ લેવામાં આવી હોત તો તેઓ ક્યારેય ફાંસીની મંજૂરી ન આપત. અબ્દુલ્લાના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.

    શુક્રવારે (6 સપ્ટેમ્બર) નેશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અફઝલ ગુરુને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, જમ્મુ-કાશ્મીર સરકારને અફઝલ ગુરુની ફાંસી સાથે કોઈ લેવાદેવા નહોતી, નહીં તો તમારે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડત. જેને લઈને હું સ્પષ્ટ શબ્દોમાં તમને કહું છું કે, જમ્મુ-કાશ્મીર સરકાર અફઝલ ગુરુની ફાંસીને ક્યારેય મંજૂરી ન આપત. અમે આવું ક્યારેય ન કરત. મને નથી લાગતું તેને ફાંસી આપવાથી કોઈ હેતુ સિદ્ધ થયો હોય.”

    પોતાના વલણને યોગ્ય ઠેરવતા તેમણે કહ્યું હતું કે, તેઓ મૃત્યુદંડની વિરુદ્ધ છે. આગળ ઉમેર્યું, “આપણી પાસે પુરાવાઓ છે અને સમયાંતરે બહાર આવતું રહ્યું છે, ભારતમાં નહીં હોય તો બીજા દેશોમાં પણ, કે તમે કોઇને ફાંસી આપી હોય અને પછી જાણવા મળે કે તમે ખોટા છો.” નોંધવા જેવું છે કે, ઓમર અબ્દુલ્લાની આ વિવાદાસ્પદ ટિપ્પણી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ઠીક પહેલાં આવી છે.

    - Advertisement -

    બીજી તરફ ઓમર અબ્દુલ્લાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંઘનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ ટિપ્પણીને લઈને તેમના સહયોગી રાહુલ ગાંધી અને ઓમર અબ્દુલ્લા પર નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ આ અંગે જવાબ આપવો જોઈએ કે, જે ભારતીય બંધારણ અને ભારતીય કાયદાના નિયમોને નથી માનતા તેવા ઓમર અબ્દુલ્લાનું તેઓ સમર્થન કેમ કરી રહ્યા છે. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કૉન્ફરન્સ સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.

    ઉલ્લેખનીય છે કે, આતંકી અફઝલ ગુરુને 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ ભવન પર હુમલાનું ષડયંત્ર રચવાના ગુનામાં 9 ફેબ્રુઆરી, 2013ના રોજ દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી અને જેલ પરિસરમાં જ તેને દફનાવી દેવામાં આવ્યો હતો. ગંભીર ગુનામાં તેને ફાંસી આપવામાં આવી હતી, પરંતુ ઓમર અબ્દુલ્લાને તેમાં કોઈ હેતુ સિદ્ધ થતો દેખાયો નથી. એ પણ નોંધવા જેવી બાબત છે કે અફઝલ ગુરૂના સમર્થનમાં ત્યારે અમુક કથિત વિદ્યાર્થી નેતાઓએ નારાબાજી પણ કરી હતી, જે ગેંગ પછીથી ‘ટુકડે-ટુકડે ગેંગ’ તરીકે ઓળખાઈ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં