Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમગર્લ્સ કોલેજના બાથરૂમમાં છુપા કેમેરા, બોય્ઝ હોસ્ટેલમાં વેચાતા 300 વિડીયો-ફોટા: આંધ્ર પ્રદેશની...

    ગર્લ્સ કોલેજના બાથરૂમમાં છુપા કેમેરા, બોય્ઝ હોસ્ટેલમાં વેચાતા 300 વિડીયો-ફોટા: આંધ્ર પ્રદેશની ચોંકાવનારી ઘટના, મંત્રીએ આપ્યાં કડક કાર્યવાહીના આદેશ, પોલીસ તપાસ શરૂ

    આ ઘટના સામે આવ્યા બાદ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ આ મામલે ભારે વિરોધ નોંધાવ્યો હતો. 29 ઓગસ્ટે સાંજે 7 વાગ્યાથી વિદ્યાર્થિનીઓએ કોલેજ પરિસરમાં એકઠા થઈ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું જે 30 ઓગસ્ટ સવાર સુધી ચાલ્યું હતું.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશની (Andhra Pradesh) એક એન્જિનિયરીંગ કોલેજમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોલેજના મહિલા હોસ્ટેલના (Girls Hostel) શૌચાલયમાંથી છુપાઈને ફિટ કરેલો કેમેરા મળી આવ્યો હતો. આ મામલો સામે આવતા જ વિદ્યાર્થિનીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કોલેજ પ્રશાસનને છુપા કેમેરા (Hidden Camera) અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારે કોલેજ પ્રશાસને આ મામલે દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની બાહેંધરી પણ આપી હતી. એમ પણ સામે આવ્યું હતું કે આ કેમરા દ્વારા શૂટ કરયેલા વિડીયો અને ફોટા બોય્સ હોસ્ટેલમાં વેચવામાં આવતા હતા.

    સમગ્ર ઘટના આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સ્થિત ગુડલવાલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતેથી સામે આવી હતી. કોલેજમાં ભણતી અને કોલેજની મહિલા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓનું જૂથ જ્યારે ટોયલેટમાં ગયું ત્યારે તેમની નજર ત્યાં સંતાડીને લાગવામાં આવેલા કેમેરા પર પડી હતી. આ બાદ તેમણે બાકીની છાત્રાઓને આ બાબતે જાણ કરી હતી. છુપા કેમેરાનો મામલો સામે આવતા જ વિદ્યાર્થીનીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થિનીઓએ સમગ્ર બાબતની જાણકારી કોલેજ પ્રશાસાનને આપી હતી.

    વિદ્યાર્થિનીઓ દ્વારા ભારે વિરોધ

    આ ઘટના સામે આવ્યા બાદ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ આ મામલે ભારે વિરોધ નોંધાવ્યો હતો. 29 ઓગસ્ટે સાંજે 7 વાગ્યાથી વિદ્યાર્થિનીઓએ કોલેજ પરિસરમાં એકઠા થઈ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું જે 30 ઓગસ્ટ સવાર સુધી ચાલ્યું હતું. આ દરમિયાન તેમણે ‘અમને ન્યાય આપો’ એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિરોધ દરમિયાન છાત્રાઓએ કોલેજ પ્રશાસન સમક્ષ માંગ કરી હતી કે ઘટનામાં જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તથા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અધિકારીઓને વિનંતી પણ કરી હતી.

    - Advertisement -

    મંત્રીએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ

    આ ઘટના અંગે આંધ્ર પ્રદેશના મંત્રી લોકેશ નારાએ પણ X પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મે કોલેજ પ્રશાસન પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે. મે છુપા કેમેરાના આરોપ બાબતે તપાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો. જે પણ લોકો આ ઘટનામાં દોષી છે તથા જવાબદાર છે તે બધા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોલેજ પ્રશાસનને પણ આ મામલે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.”

    આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ત્યારે પોલીસે આ કેસના સંબંધમાં એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો હતો. અહેવાલો અનુસાર મહિલા હોસ્ટેલના વોશરૂમમાં મળી આવેલા કેમેરા દ્વારા શૂટ કરાયેલા 300થી વધુ ફોટા અને વિડીયો લીક થયા હતા. આ ફોટા અને વિડીયો બોય્સ હોસ્ટેલમાં વેચવામાં આવ્યા એવા અહેવાલો પણ સામે આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં