Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જારી કરી નવી લિસ્ટ: પ્રથમ તબક્કામાં 15...

    ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે જારી કરી નવી લિસ્ટ: પ્રથમ તબક્કામાં 15 ઉમેદવારોની ઘોષણા, પક્ષની ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયા હતા નિર્ણય

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ભાજપે સોમવારે બપોરે એક સંશોધિત લિસ્ટ જારી કરી છે. પહેલા તબક્કા હેઠળ તે લિસ્ટમાં 15 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આ તમામ ઉમેદવારો જમ્મુ-કાશ્મીર વિધાનસભાની અલગ-અલગ બેઠકો પરથી ભાજપ તરફથી મેદાનમાં ઉતરશે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને (Jammu-Kashmir Assembly Election) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ નેશનલ કૉન્ફરન્સ (NC) અને કોંગ્રેસે (Congress) ગઠબંધન કર્યું છે તો બીજી તરફ ભાજપ (BJP) પણ હવે મેદાનમાં ઉતરી ચૂકી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ભાજપે સોમવારે બપોરે એક સંશોધિત લિસ્ટ જારી કરી છે. પહેલા તબક્કા હેઠળ તે લિસ્ટમાં 15 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આ તમામ ઉમેદવારો જમ્મુ-કાશ્મીર વિધાનસભાની અલગ-અલગ બેઠકો પરથી ભાજપ તરફથી મેદાનમાં ઉતરશે. નોંધવા જેવુ છે કે, લિસ્ટ જારી કર્યાના એક દિવસ પહેલાં જ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આ અંગે ચર્ચા-વિચારણા બાદ અનેક નિર્ણય લેવાયા હતા.

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ તબક્કાની સંશોધિત લિસ્ટ (Revised First List) જારી કરી છે. સોમવારે (26 ઓગસ્ટ) બપોરે ભાજપના આધિકારિક X હેન્ડલ પરથી આ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. આ પહેલાં સોમવારે જ સવારના 10 કલાકે ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને 44 ઉમેદવારોની લિસ્ટ જારી કરી હતી. પરંતુ થોડીવાર બાદ જ પાર્ટીએ તે આખી લિસ્ટને પરત ખેંચી લીધી હતી. હવે તેમાં સંશોધન કરીને ફરીથી લિસ્ટ જારી કરવામાં આવી છે. હવે તેમાં માત્ર પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામની જ ઘોષણા કરવામાં આવી છે.

    ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયા હતા નિર્ણય

    નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે (25 ઓગસ્ટ) નવી દિલ્હીમાં (New Delhi) ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં ચૂંટણી રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં વડાપ્રધાન મોદીની સંભવિત રેલીઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે, બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર, હવે સોમવારે ભાજપ તરફથી ઉમેદવારોની લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે. જોકે, તે અટકળો પણ સાચી ઠરી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પંચ અનુસાર, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં 18 અને 25 સપ્ટેમ્બર તેમજ 1 ઑક્ટોબરના રોજ યોજાશે. 4 ઑક્ટોબરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. સાથે એ પણ નોંધવા જેવુ છે કે, ભાજપે હમણાં માત્ર પ્રથમ તબક્કાના ઉમેદવારોની લિસ્ટ જ જારી કરી છે. પ્રથમ તબક્કામાં ભાજપ તરફથી 15 ઉમેદવારો મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. બીજી તરફ નેશનલ કૉન્ફરન્સ (NC) અને કોંગ્રેસે ગઠબંધન કરીને મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં