Friday, November 22, 2024
More
    હોમપેજદેશજે મૌલાનાના વિડીયો બાદ છતરપુરમાં ભડકી હતી હિંસા, તેની ધરપકડ: મહંત માટે...

    જે મૌલાનાના વિડીયો બાદ છતરપુરમાં ભડકી હતી હિંસા, તેની ધરપકડ: મહંત માટે વાપર્યા હતા અભદ્ર શબ્દો, હવે મીડિયા સામે માંગી માફી

    વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. તે સાથે જ પોલીસે મૌલાના ઈરફાનની ધરપકડ પણ કરી લીધી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે. રિમાન્ડ પર જતી વખતે મૌલાનાને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે મીડિયા સમક્ષ કબૂલાત પણ કરી હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશના છતરપુરમાં બુધવારે (21 ઓગસ્ટ, 2024) મુસ્લિમ ટોળાંએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે ઘણા ઉપદ્રવીઓનું સરઘસ કાઢીને તેમને જેલભેગા કરી દીધા હતા અને મુખ્ય આરોપી કોંગ્રેસ નેતા હાજી શહઝાદ અલીના ઘર પર બુલડોઝ પણ ફેરવી દેવામાં આવ્યું હતું. હવે આ જ ઘટનામાં એક મૌલાનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીઓમાં મૌલાના ભડકાઉ ભાષણ આપીને ટોળાંને ઉશ્કેરતો જોઈ શકાય છે. તેનું નામ ઈરફાન ચિશ્તી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તે મૌલાનાની ધરપકડ પણ કરી લીધી છે. ધરપકડ બાદ મૌલાના લોકોની માફી માંગતો જોવા મળ્યો હતો.

    માહિતી અનુસાર, પોલીસ સ્ટેશન પર હુમલાના એક દિવસ પહેલાં મંગળવારે (19 ઑગસ્ટ) એક વિડીયો ફરતો કરવામાં આવ્યો હતો. તે વિડીયોમાં મૌલાનાએ વધુમાં વધુ મુસ્લિમોને પ્રદર્શનમાં સામેલ થવા માટે ઉશ્કેર્યા હતા. આ જ વિડીયોમાં તેણે એમ પણ કહ્યું હતું કે, જે કોઈપણ આ પ્રદર્શનમાં ભાગ નહીં લે તેને ઈદ-ઉલ-મિલાદના જુલૂસમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી. વિડીયોમાં તેણે એમ પણ કહ્યું કે, આ વખતે કોઈ મેમોરેન્ડમ નહીં આપવામાં આવે, પરંતુ સીધી FIR દાખલ કરવામાં આવશે. ઈરફાન ચિશ્તીએ વિડીયો બનાવ્યાની એક રાત પહેલાં ઉલેમાઓ સાથે થયેલી કોઈ મિટિંગનો પણ હવાલો આપ્યો હતો.

    વાયરલ વિડીયોમાં બધાને સલામ કર્યા બાદ ઈરફાન ચિશ્તીએ મહંત ગિરિરાજને ‘મક્કાર’ કહ્યા હતા. તેણે કહ્યું, “આવતી કાલે નમાજ-એ-જોહર (જોહરની નમાજ) પછી, શહેરની આખી આવામ મસ્તાન શાહના મેદાનમાં એકઠી થાય અને તે ખિનજીર (ડુક્કર)ના નામ પર FIR દાખલ કરવામાં આવે.” વિડીયોમાં મૌલાનાએ ભડકાઉ ભાષણના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા મુફ્તી સલમાન અઝહરીના વખાણ પણ કર્યા હતા. મૌલાના અનુસાર, વિરોધમાં ભાગ લેનારા લોકો અલ્લાહના રસૂલ પ્રત્યેની તેમની સાચી મોહબ્બત અને પોતાની ગવાહી માટે જાણીતા થશે.

    - Advertisement -

    આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. તે સાથે જ પોલીસે મૌલાના ઈરફાનની ધરપકડ પણ કરી લીધી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે. રિમાન્ડ પર જતી વખતે મૌલાનાને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે મીડિયા સમક્ષ કબૂલાત પણ કરી હતી કે, તેણે જે પણ કહ્યું અને કર્યું તે ખોટું હતું. આ સાથે તેણે મીડિયાના માધ્યમથી માફી પણ માંગી હતી. હાલ મૌલાનાની પૂછપરછ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા પોલીસને આ હુમલામાં સામેલ અન્ય કેટલાક ઉપદ્રવીઓ વિશેની માહિતી પણ મળી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં