Friday, September 20, 2024
More
    હોમપેજદેશપોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ, હત્યા પહેલાં કોલકાતાના મહિલા ડૉક્ટર પર થયો હતો...

    પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ, હત્યા પહેલાં કોલકાતાના મહિલા ડૉક્ટર પર થયો હતો અત્યાચાર: પીડિતાના પિતાનો આરોપ- અવાજ ઉઠાવનારાઓને ડરાવી રહી છે મમતા સરકાર

    ફોરેન્સિક તપાસમાં આરોપીની ત્વચાના નમૂના પીડિતાના નખમાંથી મળેલા અવશેષો સાથે મેચ થયા છે. એવું જણાવવામાં આવ્યું હતું કે આરોપીના ચહેરા અને અન્ય જગ્યાએ નખના નિશાન પણ હતા. તેનો અર્થ એ થયો કે પીડિતાએ અત્યાચાર વિરુદ્ધ લડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    - Advertisement -

    કોલકાતા રેપ-મર્ડર કેસ મામલે સતત નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે તે કેસ મામલે મૃતક મહિલા ડૉક્ટરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. પોસ્ટમોર્ટમમાં રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે, કોલકાતાના મહિલા ડૉક્ટર પર પહેલાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેની હત્યા કરતાં પહેલાં તેને અનેક યાતનાઓ પણ આપી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત રિપોર્ટમાં તે પણ સામે આવ્યું છે કે, કોલકાતાના મહિલા ડૉક્ટર પર અમાનુષી અત્યાચાર પણ થયો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને મંગળવારે તે કેસની સુનાવણી પણ છે.

    માહિતી અનુસાર, પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેના શરીર પર કુલ 14 ઈજાના નિશાન જોવા મળ્યા છે. આ ઈજાઓના નિશાન પીડિતાના માથા, મોં, ગળા, નાક, ખભા અને ગુપ્તાંગ પર હતા. તેની હત્યા કરતાં પહેલાં આ ઈજાઓ થઈ હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પીડિતા ડૉક્ટરની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. હત્યા પહેલાં તેના પર ભારે અમાનુષી અત્યાચાર પણ થયો હતો. તે સિવાય કોલકાતાના મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ થયું હોવાની પણ પુષ્ટિ થઈ ચૂકી છે.

    રિપોર્ટમાં કહેવાયું છે કે, પીડિતા ડૉક્ટર સાથે બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તેના ગુપ્તાંગના ભાગે અનેક ઈજાઓ પણ જોવા મળી છે. પીડિતાના ગુપ્તાંગમાંથી 150 ગ્રામ સફેદ પ્રવાહી પણ મળી આવ્યું છે. જોકે, તેના તારણ વિશે જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાના શરીરમાં કોઈ ફ્રેકચર થયું હોવાનું પુષ્ટિ નથી થઈ. તે સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે, પીડિતાના ફેફસામાંથી પણ ઘણું લોહી વહી ચૂક્યું હતું અને શરીરમાં લોહીના ગઠ્ઠા પણ જામી ગયા હતા. પોસ્ટમોર્ટમ ટીમે પીડિતાના લોહી અને વિસેરાના નમૂના એકત્ર કર્યા છે અને તેને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ તમામ બાબતો સ્પષ્ટ કરે છે કે, પીડિતા પર ભયંકર ક્રૂરતા આચરવામાં આવી હતી.

    - Advertisement -

    ‘પીડિતાએ અત્યાચાર વિરુદ્ધ કર્યો હતો પ્રતિકાર’

    આ કેસની પ્રારંભિક ફોરેન્સિક તપાસમાં આરોપીની ત્વચાના નમૂના પીડિતાના નખમાંથી મળેલા અવશેષો સાથે મેચ થયા છે. એવું જણાવવામાં આવ્યું હતું કે આરોપીના ચહેરા અને અન્ય જગ્યાએ નખના નિશાન પણ હતા. તેનો અર્થ એ થયો કે પીડિતાએ અત્યાચાર વિરુદ્ધ લડવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે પણ બહાર આવ્યું છે કે, જ્યારે પીડિતા પર બળાત્કારનો પ્રયાસ થયો ત્યારે તે ગાઢ નિંદ્રામાં હતી, તેથી આરોપી તેના પ્લાનમાં સરળતાથી સફળ થયો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. કોર્ટ આ કેસની સુનાવણી 20 ઑગસ્ટ 2024ના રોજ કરશે.

    આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેંચ કરશે. કોર્ટનો આ સ્વતઃ સંજ્ઞાનનો નિર્ણય ડૉક્ટરોની વિનંતી બાદ આવ્યો છે. પીડિતાના રેપ-મર્ડર બાદ દેશભરમાં ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે. હજુ પણ ઘણી જગ્યાએ હડતાળ ચાલુ છે. દેશભરના અનેક મેડિકલ એસોસિએશનોએ OPD સેવાથી લઈને તમામ પ્રકારની સેવા બંધ કરી દીધી છે. જોકે, ઇમરજન્સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય થયો છે. પરંતુ તેમ છતાં ડૉક્ટરોની હડતાલથી દેશભરમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

    ‘અવાજ ઉઠાવનારાઓને ડરાવી રહી છે મમતા સરકાર’- પીડિતાના પિતા

    આ મામલે પીડિતાના પિતાએ કહ્યું છે કે, “મુખ્યમંત્રી ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ ન્યાયની માંગ કરતા સામાન્ય લોકોને જેલમાં ધકેલી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમે મમતા બેનર્જીથી સંતુષ્ટ નથી અને કોઈપણ વળતર લેવાનો ઇનકાર કરી દીધો છે.” તેમણે આ કેસમાં ટૂંક સમયમાં જ ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી છે. તેમને કહ્યું છે કે, જે રાજ્ય સરકાર વિરુદ્ધ કે આ કેસને લઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, તેવા લોકોને બંગાળ પોલીસ દ્વારા ડરાવવામાં આવી રહ્યા છે.

    નોંધનીય છે કે, કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી PG મેડિકલ સ્ટુડન્ટનો મૃતદેહ 9 ઑગસ્ટના રોજ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર ઈજાના નિશાન હતા. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે, વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ મામલે કોલેજ અને પોલીસ પ્રશાસન પર શરૂઆતમાં ઢીલાશ રાખીને બેદરકારી કરી હોવાનો આરોપ છે. આ કેસના સંચાલનથી નારાજ થઈને કલકત્તા હાઈકોર્ટે તેની તપાસ CBI સોંપી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં