રિઝર્વેશન ક્વોટાના વિરોધના નામે હિંસા કરીને સરકાર ઉથલાવીને બાંગ્લાદેશી કટ્ટરપંથી મુસ્લિમોએ આખા દેશને બાનમાં લીધો છે. વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામા અને દેશગમન બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંદુઓને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા હતા. હિંદુ મહિલાઓ પર બળાત્કાર અને પુરુષોની હત્યાઓના સેંકડો કિસ્સાઓ સામે આવ્યા. ઠેર-ઠેર મંદિરો લૂંટી-તોડીને સળગાવવામાં આવ્યાં. આ બધા વચ્ચે શનિવારે (10 ઑગસ્ટ, 2024) બાંગ્લાદેશી હિંદુઓની ધીરજનો બંધ તૂટી ગયો, ઢાકા સહિતનાં શહેરોમાં હિંસાના વિરોધમાં લાખોની સંખ્યામાં હિંદુઓ ઉમટી પડ્યા . આટલું જ નહીં, હિંસા પીડિત હિંદુઓએ નવી સરકારને ચેતવણી આપીને અમુક માંગ રજૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ફેલાવવામાં આવેલી હિંસાથી ત્રસ્ત હિંદુઓ રસ્તા પર આવીને પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે સરકારને અલ્ટિમેટમ આપીને સુરક્ષાની માંગ કરી છે. હિંદુઓનું કહેવું છે કે બાંગ્લાદેશ ખાલી મુસ્લિમોનું નથી. જો હિંદુઓ વિરુદ્ધની હિંસા ન અટકી અને તેમને સુરક્ષા પૂરી પાડવામાં ન આવી તો પ્રદર્શન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દેખાવો કરી રહેલા હિંદુઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, “આ દેશ કોઈના બાપનો નથી, અમે પણ તેના માટે લોહી વહાવ્યું છે અને જરૂર પડ્યે ફરી વહાવી દઈશું પણ બાંગ્લાદેશ છોડીને ક્યાંય નહીં જઈએ.” આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંદુઓએ ‘જય મા કાલી’ અને ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા હતા.
More than 7 lakh Hindus took to the streets in Chittagong city and raised slogans, this country does not belong to anyone's father.
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) August 10, 2024
Jai Maa Kali
Now the Hindus of Bangladesh are also ready to take up arms.
Hindus of Bangladesh ! Please do not be afraid
Everyone has to die… pic.twitter.com/kYBRryW5oS
હિંસાના વિરોધમાં ઉકળેલા હિંદુઓએ નવી બનેલી સરકાર સમક્ષ કેટલીક માંગો કરી છે. તેમાં બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય માટે એક વિશિષ્ટ મંત્રાલય અને તેમની સુરક્ષા માટે વિશિષ્ટ કાયદાની માંગ મુખ્ય છે. હિંદુઓએ સંસદમાં 10 ટકા સીટો લઘુમતીઓ માટે ફાળવવાની માંગ પણ કરી હતી. અન્ય માંગની વાત કરીએ તો, લઘુમતી મંત્રાલયની સ્થાપના, લઘુમતી આયોગની રચના, લઘુમતીઓ વિરુદ્ધ હિંસા અટકાવવા કડક કાયદો પસાર કરવો, લઘુમતી સમુદાય માટે સંસદમાં 10% બેઠકો અનામત, હિંદુઓ વિરુદ્ધ હિંસાની તપાસ અને ગુનેગારોને કડક સજા, હિંસા પીડિત હિંદુઓના નુકસાનની ભરપાઈ, સ્થાનિક હિંદુ સંગઠન ‘હિંદુ કલ્યાણ ટ્રસ્ટ’ને સરકારી પ્રભાવ અને હસ્તક્ષેપ મક્ત કરવામાં આવે, સીમાવર્તી ગામડાંમાંથી પલાયન કરી ગયેલા હિંદુઓને પરત લાવી તેમની સુરક્ષા કરવામાં આવે વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હિંદુઓનાં ઘર, વ્યવસાયો અને મંદિરોની સુરક્ષા તેમજ સરકારી સંસ્થાઓમાં હિંદુ પ્રતિનિધિઓની માંગ કરવામાં આવી છે.
બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી ઓઈક્યા પરિષદે આપેલી માહિતી અનુસાર 52 જિલ્લાઓમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા થઈ. અલ્પસંખ્યક વિરુદ્ધ હિંસાની 205 ઘટનાઓ ઘટી છે. આ સંગઠને નવી સરકારના નેતા મહોમ્મદ યુનુસને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલી હિંસા પર દુઃખ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડી ગયા બાદ થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ બાંગ્લાદેશના લઘુમતી સમાજમાં ભય અને અનિશ્ચિતતા ઉદ્ભવી છે.