Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતકોંગ્રેસી નેતાઓ અને વામપંથી પત્રકારોએ છલકાવ્યો ગુજરાત દ્વેષ: ચાર વર્ષ જૂના ચીનના...

    કોંગ્રેસી નેતાઓ અને વામપંથી પત્રકારોએ છલકાવ્યો ગુજરાત દ્વેષ: ચાર વર્ષ જૂના ચીનના વિડીયો શેર કરીને કર્યા ભ્રામક દાવા, ગૃહમંત્રીએ કાર્યવાહી કરવાનું કહેતા પોસ્ટ ડિલીટ કરીને ભાગ્યા

    જે વિડીયોને ગુજરાતનો હોવાનું કહીને જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું, તે વિડીયોની વાસ્તવિકતા જાણવા ઑપઇન્ડિયાએ રીવર્સ ઈમેજ ફિચરની મદદથી તપાસ આદરી. દરમિયાન અમને આ વિડીયોને લઈને અલગ અલગ અનેક દાવા મળી આવ્યા.

    - Advertisement -

    દર વર્ષે ચોમાસું આવે એટલે વિપક્ષ, સરકાર વિરોધી તત્વો અને વામપંથી મીડિયા (Left Media) સક્રિય થઈ જાય. ખાડાઓ અને ભૂવાઓના નામે મીડિયા-સોશિયલ મીડિયા માથે લઈ લે. અગવડતાનો વિરોધ થવો જ જોઈએ, પણ વિરોધમાં એટલું આંધળું પણ ન થવું જોઈએ કે કાચું કપાય. તાજેતરમાં આવી જ એક ઘટના બની. કેટલાક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને ગુજરાત સરકાર પર માછલા ધોવાનો પ્રયત્ન કર્યો. આ જોઇને કુખ્યાત વામપંથી પત્રકારો પણ હોબાળામાં જોડાઈ ગયા. જોકે ફેલાવવામાં આવેલા વિડીયોની વાસ્તવિકતા કઈક જૂદી જ નીકળી. કોંગ્રેસી નેતાઓએ ગુજરાતને બદનામ કરવા ચીનનો વિડીયો શેર કર્યો હતો.

    વાસ્તવમાં કટ્ટર કોંગ્રેસી નેતા પ્રહલાદ દલવાડીએ એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયો એક રસ્તાનો હતો અને તેના પર મસ મોટા ખાડા પડ્યા હતા. આ ખાડામાં પુરપાટ ઝડપે આવતી ગાડીઓ પટકાતી નજરે પડી રહી હતી. પ્રહલાદે દાવો કર્યો હતો કે આ વિડીયો ગુજરાતનો છે અને ગુજરાત સરકારના રાજમાં રોડ રસ્તાની હાલત ખૂબ કફોડી છે.

    પ્રહલાદ દલવાડીએ શેર કરેલો વિડીયો ગુજરાતનો ન હોવાનું ધ્યાને આવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) તેમની પોલ ખોલી નાખી હતી. સાથે જ તેમણે જુઠ્ઠાણું ફેલાવનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું કહેતાની સાથે જ પ્રહલાદ દલવાડીએ ખોટા દાવા સાથે મુકેલો વિડીયો ડિલીટ કરી દીધો હતો.

    - Advertisement -

    પ્રહલાદ દલવાડીએ X પર મુકેલી પોસ્ટ ડિલીટ થઈ તે પહેલા તેને જોઈ INDI સમર્થક ચિરાગ પટેલ પણ ગેલમાં આવી ગયા. તેમણે પ્રહલાદ દલવાડીની પોસ્ટને ફરી શેર કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને લખ્યું, “ત્રણ દશકાઓના સાશન બાદ આ ગુજરાતનું વર્લ્ડ ક્લાસ હેલ્થ હેલ્થ મોડેલ છે.” મજાની વાત તે છે કે અનેક લોકોએ તેમને કમેન્ટ સેક્શનમાં આવીને તેમણે શેર કરેલી પ્રહલાદની ડીલીટ કરાયેલી પોસ્ટની વાસ્તવિકતા જણાવી હતી, પણ ચિરાગ પટેલે પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ અન્ય અલગ-અલગ વિડીયો મુકીને પોતે સાચા હોવાની પીપુડી વગાડ્યે રાખી હતી.

    ચિરાગ પટેલને જોઇને વાઈબ્સ ઓફ ઇન્ડિયાના કુખ્યાત વામપંથી પત્રકાર દિપલ ત્રીવેદી પણ ક્રાંતિકરી પત્રકારત્વ દેખાડવા કુદી પડ્યા. ચિરાગ પટેલતો હેલ્થ મોડેલ સુધી સીમિત રહ્યા હતા, પરંતુ દિપલ તેમના કરતા બે ડગલા આગળ નીકળી ગયા. તેમણે આ જુઠ્ઠાણું ફેલાવતા વિડીયોને ઓલમ્પિક સાથે જોડી દીધો. તેમણે લખ્યું, “ગુજરાતમાં હર્ડલ રેસની પ્રેકટીસ શરૂ કરી દેવામાં આવી. #OlympicGames આટલું બધું જોશીલું?”

    જોકે વિડીયોની વાસ્તવિકતા સામે આવ્યા બાદ પ્રહલાદ દલવાડીએ તો પોસ્ટ ડીલીટ કરી, પરંતુ અન્ય લોકોએ લખેલા કેપ્શન યથાવત છે. વાસ્તવિકતા છતી થયા બાદ પણ કોંગ્રેસ નેતાઓને દાદ દેવી પડે. વિડીયો ગુજરાતનો નથી સામે આવ્યા બાદ પણ ગુજરાત કોંગ્રેસના SC મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ લખ્યું, “ગુજરાતમાં રસ્તાઓની હાલત ખરાબ છે. પરંતુ જો આ વિડીયો ગુજરાતનો નહીં હોય તો અન્ય કોઈ NDA શાસિત રાજ્યનો હશે.”

    શું છે વિડીયોની વાસ્તવિકતા

    જે વિડીયોને ગુજરાતનો હોવાનું કહીને જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું, તે વિડીયોની વાસ્તવિકતા જાણવા ઑપઇન્ડિયાએ રીવર્સ ઈમેજ ફિચરની મદદથી તપાસ આદરી. દરમિયાન અમને આ વિડીયોને લઈને અલગ અલગ અનેક દાવા મળી આવ્યા. વર્ષ 2020માં આ વિડીયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે તે મુંબઈનો છે. પરંતુ તે દાવો પણ ખોટો હતો. વધુ તપાસ કરતા અમને એક યુટ્યુબ વિડીયો જોવા મળ્યો. જે વિડીયો અમને મળ્યો તે Cinema Tv નામની યુટ્યુબ ચેનલ પર 4 વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો.

    આ વિડીયો અદ્દલ એવો જ છે, જે વિડીયોને ગુજરાતના નામે ફેલાવવામાં આવી રહ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે શેર કરવામાં આવી રહેલા વિડીયોને ફ્લીપ કરીને વાહનોની જવાની દિશા ઉંધી કરી દેવામાં આવી હતી. બની શકે કે આ કૃત્ય જાણીજોઈને કરવામાં આવ્યું હો. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “Potholes on Chinese Roads After Heavy Rain” એટલે કે ભારે વરસાદ બાદ ચીનના રસ્તાઓ પર મોટા ખાડા.

    તારણ: સમગ્ર તપાસના અંતે કોંગ્રેસી નેતાઓ અને સમર્થકો દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોની વાસ્તવિકતા સાવ જૂદી છે. આ વિડીયો ગુજરાત નહીં, પરંતુ ચીનનો છે અને તેને વર્ષ 2020માં બનાવવામાં આવ્યો હતો. કરવામાં આવેલા દાવા તદ્દન ખોટા (Fake Claim) અને પાયાવિહોણા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં