કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સેંકડો મોત થયાના બે-ત્રણ દિવસ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધી સ્થળ મુલાકાતે પહોંચ્યાં હતાં. આ દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્થાનિકો તેમની ગાડીને રોકીને આક્રોશ વ્યક્ત કરતા જોવા મળે છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી કેરળના વાયનાડથી પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે, તેઓ રાયબરેલીથી પણ ચૂંટાયા હોવાના કારણે નિયમાનુસાર બેમાંથી એક બેઠક છોડવી પડે. જેથી તેમણે વાયનાડ છોડી દીધી હતી. અહીં થનાર પેટાચૂંટણીમાં તેમનાં બહેન પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવું કોંગ્રેસે જે-તે સમયે એલાન કર્યું હતું. આ ભાઈ-બહેન ભૂસ્ખલન બાદ વાયનાડની મુલાકાતે પહોંચ્યાં હતાં. સાથે આઠ-દસ કેમેરામૅનને લઇ જતાં પહેલેથી જ તેમની આ યાત્રા પર ટીકા-ટિપ્પણીઓ થઈ રહી હતી તેવામાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડ્યો, જેમાં સ્થાનિકોને આક્રોશ વ્યક્ત કરતા જોઈ શકાય છે.
વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે રાહુલ ગાંધી એક કારમાં સંભવતઃ ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રની મુલાકાતે જઈ રહ્યા છે. એક વ્યક્તિ પાછળથી આવે છે અને તેમની કારને અટકાવી દે છે અને પછી રાહુલ ગાંધીને સવાલો કરવા માંડે છે. તેઓ ઉગ્ર ભાષામાં રજૂઆત કરતા જોવા મળે છે, જ્યારે રાહુલને કોઇ ફેર ન પડતો હોય તેમ તેઓ બેઠા રહે છે. જોકે, સ્થાનિક વ્યક્તિની ભાષા મલયાલમ હોવાના કારણે સ્પષ્ટ ઉચ્ચાર સાંભળી શકાતા નથી, પરંતુ અમુક X યુઝરો અને ન્યૂઝ એજન્સીઓએ ભાષાંતર કરીને જણાવ્યું છે.
Kerala: LoP in the Lok Sabha and Congress MP Rahul Gandhi, along with Congress leader Priyanka Gandhi, visited the villages of Mundakkai and Punchiri Mattam in Wayanad affected by a landslide.
— IANS (@ians_india) August 2, 2024
While there, they were stopped by locals and residents who said, "Brother, ask him to… pic.twitter.com/PHgSmfLwxR
જે અનુસાર, રાહુલની કાર અટકાવનાર વ્યક્તિ કહે છે કે, ‘તેમને ગાડી અટકાવવા માટે કહો. અમે તેમને મત આપ્યો હતો અને જીતાડ્યા હતા…..તેઓ અહીંના સાંસદ હતા… જો તેઓ કારમાંથી બહાર પણ ન આવી શકતા હોય અને કાદવમાં પગ ગંદા થવાની ચિંતા હોય તો પછી તેઓ અહીં આવ્યા જ શું કામ છે? અહીં જોવાનું શું છે?”
આ વિડીયો બાબતે કેરળ ભાજપના પ્રવક્તા સંદીપ વાચસ્પતિએ કહ્યું કે, “વાયનાડના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ તેમના જીવનની સૌથી કઠિન ક્ષણો છે, પરંતુ આ સમયે તેમના સાંસદ જેમને બહુમતી મળી હતી અને વાયનાડમાં મોટા માર્જિનથી જીત્યા હતા, તે રાહુલ ગાંધી તેમને છોડીને ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા છે. સાંસદ પોતાના જ મતક્ષેત્રની ‘પ્રવાસી’ તરીકે મુલાકાત લે તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.”
Kerala: "The people of Wayanad are suffering. This is one of the worst situations in their lives, but at a time when their MP, who received a majority of votes and a huge margin from Wayanad district, Rahul Gandhi, has abandoned them and fled to Uttar Pradesh. It is astonishing… pic.twitter.com/VFjm5zMZdv
— IANS (@ians_india) August 2, 2024
નોંધનીય છે કે તાજેતરમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેના કારણે હજારો લોકોને અસર પહોંચી છે. દુર્ઘટનાના કારણે 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય 200 લોકોને ઈજા પહોંચી છે. ભારતીય સેનાએ 1000 કરતાં વધુ લોકોને બચાવી લીધા હતા. હજુ અમુક ફસાયેલા હોવાની આશંકાએ રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.