Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘આતંકીઓ જેલ જશે અથવા જહન્નુમ’: કાશ્મીરમાં વધતી આતંકી ઘટનાઓ વિશે બોલ્યા ગૃહ...

    ‘આતંકીઓ જેલ જશે અથવા જહન્નુમ’: કાશ્મીરમાં વધતી આતંકી ઘટનાઓ વિશે બોલ્યા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, કહ્યું- મોદી સરકાર અપનાવી રહી છે ઝીરો ટોલરન્સની નીતિ

    UPA સરકારના કાર્યકાળ દરમિયાન 2004થી 2014 સુધી જમ્મુ-કાશ્મીરમાં 7217 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન 2014થી અત્યાર સુધીમાં 2259 ઘટનાઓ બની છે: ગૃહ રાજ્યમંત્રી

    - Advertisement -

    કાશ્મીરમાં વધતા આતંકવાદી હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં આ મુદ્દે જવાબ આપ્યો છે. રાજ્યસભામાં બોલતી વખતે તેમણે કહ્યું કે, મોદી સરકાર આતંકવાદીઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આ સાથે એમ પણ કહ્યું કે, આતંકવાદીઓ કાં તો જેલમાં જશે અથવા તો જહન્નુમમાં જશે. દરમ્યાન તેમણે આતંકવાદી હુમલાઓ, હુતાત્મા જવાનો, જીવ ગુમાવનારા સામાન્ય નાગરિકો તેમજ જમ્મુ-કાશ્મીરમાં વધતા પ્રવાસીઓના પણ આંકડા આપ્યા.

    નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આતંકી ઘટનાઓ મુદ્દે જણાવતાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના આતંકીઓ જેલ જશે અથવા જહન્નુમ જશે. તેમણે વધુમાં કહ્યું કે મોદી સરકાર આતંકીઓ પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવે છે. વર્તમાનમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓ નજીકના સમયમાં જ બંધ થઈ જશે અને આતંકવાદીઓ તેમના ઈરાદાઓમાં સફળ થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે પાછલા કેટલાક દિવસોમાં જ જમ્મુ-કાશ્મીરમાં 28 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

    રાયે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના પ્રમોદ તિવારીના પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, તાજેતરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કેટલાક સૈનિકો વીરગતિ પામ્યા છે, પરંતુ માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા હુતાત્મા થયેલા સૈનિકોની સંખ્યા કરતાં વધુ છે. તેમણે કહ્યું કે UPA સરકારના કાર્યકાળ દરમિયાન 2004થી 2014 સુધી જમ્મુ-કાશ્મીરમાં 7217 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન 2014થી અત્યાર સુધીમાં 2259 ઘટનાઓ બની છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ રાયે UPA કાર્યકાળ દરમિયાન આતંકી હુમલાઓમાં જીવ ગુમાવનારા સામાન્ય નાગરિકો અને હુતાત્મા થયેલા સૈનિકોનો આંકડો પણ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે UPAના સમયે આતંકવાદી ઘટનાઓમાં 2829 નાગરિકો અને સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આ સંખ્યા માત્ર 941 હતી. આંકડા અનુસાર જીવ ગુમાવનારાઓની સંખ્યામાં 67 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ગુનાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, આતંકવાદી ઘટનાઓમાં નાગરિકોના મૃત્યુની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે અને કલમ 370 નાબૂદ થયા પછી લગભગ 900 આતંકવાદીઓ માર્યા ગયા છે.

    ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીરના પ્રવાસન અંગે પણ આંકડાઓ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રવાસીઓની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2023માં 2.11 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. વર્ષ 2004થી 2014 દરમિયાન પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા માટે ખચકાતા હતા પરંતુ હવે આ ડર પણ ધીમેધીમે ઓછો થઈ રહ્યો છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લઈ રહી છે અને પ્રવાસીઓને સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. આ જ ક્રમમાં વર્ષ 2023માં પ્રદેશમાં G-20 કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ અને પ્રવાસનનો લાભ પાંચ લાખ લોકોને મળ્યો છે.

    રાયે કહ્યું કે રાજ્યમાં શાંતિનું વાતાવરણ છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે પ્રદેશમાં સ્વચ્છતા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને પર્યાવરણની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ કોઈપણ બાબતની મંજૂરી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પર્યાવરણ પર સંભવિત અસરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રદેશ પ્રશાસન અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી પર્યાવરણને ધ્યાનમાં રાખીને આપવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં