Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવનું મોત: જ્ઞાનવાપીનું સંચાલન...

    શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવનું મોત: જ્ઞાનવાપીનું સંચાલન કરતી સમિતિના પક્ષકાર હતા

    વકીલ અભયનાથ યાદવને ગઈકાલે હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ હોસ્પિટલમાં લઇ જવા સુધીમાં તેમણે દમ તોડી દીધો હતો.

    - Advertisement -

    વિવાદિત માળખા જ્ઞાનવાપી અને શૃંગાર ગૌરી કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવનું મોત થઇ ગયું છે. ગઈકાલે રાત્રે તેમને હાર્ડ અટેક આવતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

    શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં સુનાવણી કરવી કે નહીં તે મામલે તમામ પક્ષ પોતાની દલીલ પૂર્ણ કરી ચૂક્યા છે. હવે આગામી સુનાવણી 4 ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવની ભૂમિકા અગત્યની માનવામાં આવતી હતી. જોકે, તે પહેલાં જ તેમનું મોત થઇ જતાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો છે.

    મૃત્યુ પામેલા વકીલ અભયનાથ યાદવ આ કેસમાં જ્ઞાનવાપી ‘મસ્જિદ’નું સંચાલન કરતી અંજુમન ઇંતેજામિયા મસ્જિદ નામની સમિતિનો પક્ષ રાખી રહ્યા હતા. આ સમિતિએ પાંચ હિંદુ મહિલાઓ દ્વારા વિવાદિત માળખાની અંદર મા શૃંગાર ગૌરીની નિયમિત પૂજા માટે દાખલ કરવામાં આવેલ અરજી રદ કરવાની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી. હિંદુ પક્ષ તરફથી હરિશંકર જૈન અને વિષ્ણુ જૈન કોર્ટમાં લડી રહ્યા છે. 

    - Advertisement -

    થોડા સમય પહેલાં જ્ઞાનવાપી-શૃંગાર ગૌરી કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સુનાવણી કરતી કોર્ટે જ્ઞાનવાપી માળખામાં વીડિયોગ્રાફી અને સરવે કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો હતો. જોકે, તેમ છતાં કોર્ટના આદેશ મુજબ સુરક્ષા વચ્ચે સરવે હાથ ધરવામાં આવ્યો હતો અને સમગ્ર પરિસરની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. 

    સરવે બાદ હિંદુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિર હોવાના અનેક પુરાવા મળ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત, વઝૂખાનામાંથી એક શિવલિંગ પણ મળી આવ્યું હતું. વઝૂખાણું એ જગ્યા છે જ્યાં નમાઝ પઢતાં પહેલાં હાથ-પગ ધોવામાં આવે છે અને કોગળા કરવામાં આવે છે. સરવે બાદ કોર્ટે તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો હતો. 

    આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. જોકે, કોર્ટે કહ્યું હતું કે હાલ મામલો નીચલી અદાલતમાં હોવાથી સુપ્રીમ કોર્ટ સીધી હસ્તક્ષેપ કરવા માંગતી નથી. જેથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી ઓક્ટોબર મહિનામાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. 

    અહીં એ પણ નોંધવું જોઈએ કે તાજેતરમાં જ હિંદુ પક્ષ તરફથી વિવાદિત માળખામાંથી મળી આવેલા શિવલિંગની પૂજા-અર્ચના કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. અરજદારે કહ્યું હતું કે, શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઇ રહ્યો છે ત્યારે હિંદુઓને પૂજા કરવા માટેના તેમના અધિકારો મળવા જ જોઈએ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં