અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપતા અવિમુક્તેશ્વરાનંદ પર સંત ગોવિંદાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે અવિમુક્તેશ્વરાનંદના જ્યોતિર્મઠના શંકરાચાર્ય હોવા પર પણ સવાલો ઉઠાવ્યા છે. વારાણસી કોર્ટનો આદેશ બતાવતા તેમણે કહ્યું કે, અવિમુક્તેશ્વરાનંદને ફરાર જાહેર કરવામાં આવ્યા છે અને તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. ગોવિંદાનંદ સરસ્વતીએ કહ્યું કે, બાદમાં તેમણે કોર્ટમાં પહોંચીને ચાલાકીથી છળકપટથી આત્મસમર્પણ કર્યું અને જુઠ્ઠું બોલ્યા કે, તેઓ શંકરાચાર્ય છે, આખી દુનિયામાં ભક્તો રડી રહ્યા છે અને તેમને ધાર્મિક માર્ગદર્શન આપવું છે, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી રહી હોવાથી લોકોને ધર્મનું માર્ગદર્શન નહીં મળે.
ગોવિંદાનંદ સરસરવીએ કહ્યું કે, અવિમુક્તેશ્વરાનંદ આ દરમિયાન મધ્ય પ્રદેશના એક આશ્રમ સહિત ઘણી જગ્યાઓએ છુપાઈને ફરતા હતા. તેમણે કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈને પણ આ બધું બોલી શકે છે, પરંતુ કોર્ટ પાસે સમય નથી. તેમને ન્યાય જોઈએ છે, પરંતુ તારીખ પર તારીખ વધતી જઈ રહી છે. તેમણે કહ્યું કે, ત્યાં સુનાવણી અટકી ગઈ છે અને આ તરફ દેશમાં આગ લાગી રહી છે તથા નુકશાન થઈ રહ્યું છે. ગોવિંદાનંદ સરસ્વતીએ કહ્યું કે, દેશહિત માટે તેઓ તમામ દસ્તાવેજો સાર્વજનિક કરી રહ્યા છે.
#WATCH | Delhi: Shankaracharya of Jyotirmath Swami Avimukteshwaranand, Govindananda Saraswati Ji Maharaj says, "This is Varanasi Court's order. A non-bailable arrest warrant was issued against him, he (Swami Avimukteshwaranand) was declared absconder… We want to tell all of… pic.twitter.com/McP5jivQ4g
— ANI (@ANI) July 21, 2024
આ દરમિયાન તેમણે મહાભારતની દ્રૌપદીના ચીરહરણની ઘટનાને યાદ કરી અને કહ્યું કે, જો તેમની પોતાની કોઈ ભૂલ હોય તો ભગવાને તેમને ક્ષમા કરે. ગોવિંદાનંદ સરસ્વતીએ કહ્યું કે, “અવિમુક્તેશ્વરાનંદ લોકોને મારી રહ્યા છે, અપહરણ કરાવી રહ્યા છે. તેઓ ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા પર વાંધો ઉઠાવે છે અને સન્યાસી બનીને લગ્નોમાં જાય છે. તેઓ કેદારનાથમાં 228 કિલો સોનું ગાયબ થવા અંગે જુઠ્ઠુ બોલે છે. તેઓ એ પણ જાણતા નથી કે સોનું અને પિત્તળ શું છે કારણ કે તે પોતે જ ડુપ્લિકેટ છે.”
ગોવિંદાનંદ સરસ્વતીએ કહ્યું કે, જો તેઓ બંધ મુઠ્ઠી ખોલશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ જશે. તેમણે કહ્યું કે, તેઓ તો દંડી સન્યાસી છે, તેમની પાસેથી કોઈ શું છીનવી શકશે. તેમણે કહ્યું કે, ન્યાય અને ધર્મ અલગ છે. દસ્તાવેજો બતાવતા તેમણે કહ્યું કે, અવિમુક્તેશ્વરાનંદે જામીન માટે વકીલો સાથે બેઠક કરી હતી, પરંતુ 51માંથી માત્ર તેમને એકને જ જામીન ના મળ્યા. તેમણે કહ્યું કે, પોલીસે તેમને માર્યા, પરંતુ તેમને મારવાની જગ્યાએ તો પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા.