Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણ‘કોઇ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો છોડવામાં નહીં આવે’: લવ જેહાદ...

    ‘કોઇ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો છોડવામાં નહીં આવે’: લવ જેહાદ પર બોલ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કહ્યું- આ વિષય ગંભીર, પોલીસ-નાગરિકો એકજૂથ થઈને કામ કરે

    ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈને કહ્યું હતું કે, "આપણે આપણી દીકરીઓ સાથે પરિવારોને પણ બચાવવાના છે, તે આપણી જવાબદારી છે. કાયદાકીય કાર્યવાહી તો ચાલી જ રહી છે. કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને પ્રેમના નામે ફસાવશે કે કોઈ સુરેશ પણ આમ કરશે તો કોઈને પણ બક્ષવામાં નહીં આવે."

    - Advertisement -

    ફરી એક વાર લવ જેહાદ વિરુદ્ધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું આકરું વલણ જોવા મળ્યું છે. તાજેતરમાં વડોદરાના પ્રવાસે આવેલા હર્ષ સંઘવીએ લવ જેહાદ જેવા દુષણોને નહીં સાંખી લેવાનું કહીને વડોદરા પોલીસને પણ જરૂરી સૂચનો આપ્યાં હતાં. લવ જેહાદ ઉપરાંત પણ અનેક મુદ્દાઓને લઈને તેમણે કાર્યકર્તાઓ સાથે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત સંઘવીએ લવ જેહાદને લઈને કચ્છમાં થયેલી ધરપકડ વિશે પણ વાત કરી હતી.

    શુક્રવારે (19 જુલાઈ, 2024) રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે હતા. તેમણે અહીં માંજલપુર વિસ્તારના સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન તેમણે શહેરના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અન્ય મુદ્દાઓ સાથે તેમણે લવ જેહાદ વિશે પણ ચર્ચા કરીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

    દીકરીઓ સાથે પરિવારોને પણ બચાવવાના છે

    ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈને કહ્યું હતું કે, “આપણે આપણી દીકરીઓ સાથે પરિવારોને પણ બચાવવાના છે, તે આપણી જવાબદારી છે. કાયદાકીય કાર્યવાહી તો ચાલી જ રહી છે. કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને પ્રેમના નામે ફસાવશે કે કોઈ સુરેશ પણ આમ કરશે તો કોઈને પણ બક્ષવામાં નહીં આવે. આ પ્રકારની માહિતી મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો.”

    - Advertisement -

    તેમણે કહ્યું હતું કે, લવ જેહાદ જેવા ગંભીર વિષય પર પોલીસ અને નાગરિકોએ એકજૂથ થઈને કામ કરવું પડશે. તેમણે કહ્યું હતું કે, “મારી સૌ માતા-પિતાઓને બે હાથ જોડીને વિનંતી છે. આ પ્રકારના કિસ્સાઓ ધ્યાનમાં આવે તો સમાજની ચિંતા મનમાંથી કાઢી નાખજો. સમાજ જાણે છે કે આપણી ભોળી દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરતા હોય છે. આવું કોઈ વ્યક્તિ, પરિવાર હોય અને ઘટના ધ્યાનમાં આવે તો કોઇની ચિંતા કર્યા વગર તરત જ પોલીસનો સંપર્ક કરજો. આખા પરિવારનું જીવન બચાવવાની કામગીરી આપણે સૌએ સાથે મળીને કરવાની છે. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા રોકવાનું છે અને લોકોના જીવન બરબાદ થતા રોકવાની કામગીરી આપણે સૌએ કરવાની છે.”

    કચ્છની તાજેતરની કાર્યવાહી યાદ કરાવી

    કચ્છમાં એક સાથે 6 લવ જેહાદના આરોપી ઝડપાયા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, “કચ્છમાં માત્ર 45 દિવસમાં 6 લવ જેહાદના કેસ ઉકેલીને પોલીસે નોંધનીય કામગીરી કરી છે. આ કેસમાં ચાર દીકરીઓ સગીર વયની હતી. 18 વર્ષથી ઓછી ઉમરની દીકરીઓને રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશ ઉઠાવી જવામાં આવી હતી. આપણી પોલીસે કમર કસી અને ત્યાં જઈને દીકરીઓને પરત લાવવાની કામગીરી કરી છે. પોલીસે દીકરીઓને પરત લાવીને પરિવારને હેમખેમ સોંપી છે. આ સંબંધ આ દિશામાં જતા દિકરીઓને રોકવાની જવાબદારી આપણી છે. તેને સમજ આપવી પડશે અને તે સમજ થકી પ્રેમના શબ્દ અને વ્યવહારને આત્મીયતાના સંબંધને બદનામ થતા રોકવાની મુહીમ આપણે આગળ લઇ જવી પડશે.”

    ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી આ પહેલાં પણ અનેકવાર જાહેરમાં લવ જેહાદ જેવાં દૂષણો પર પોતાના વિચારો સ્પષ્ટ કરી ચૂક્યા છે. ઓગસ્ટ, 2023માં સુરતમાં પણ તેમણે આ રીતે જ લવ જેહાદ વિશે ખુલીને પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, કોઈ નામ બદલીને કોઈપણ ભોળી દીકરીઓને ફસાવે એને પ્રેમ ન કહેવાય. આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું સામે આવી રહ્યું છે, તેમણે કહ્યું હતું કે “કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે એવી બાહેંધરી આપું છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં