આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામમાં થઈ રહેલા ડેમોગ્રાફી ચેન્જને જીવન-મરણનો મુદ્દો ગણાવ્યો છે. તેમણે આસામમાં મુસ્લિમ વસ્તીના વધારાના આંકડા પણ આપ્યા છે. ઝારખંડની રાજધાની રાંચીમાં તેમણે આ અંગે નિવેદન આપ્યું. દરમિયાન તેમણે ચિંતા વ્યકત કરતાં કહ્યું છે કે, 1951માં આસામમાં 12% મુસ્લિમ વસ્તી હતી, જે હવે વધીને 40% થઈ ગઈ છે. આ સાથે તેમણે આ વિષયને અસ્તિત્વનો મુદ્દો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ડેમોગ્રાફી ચેન્જ થવી જીવન-મૃત્યુનો પ્રશ્ન છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ઝારખંડમાં ભાજપના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. હાલ તેઓ ઝારખંડના પ્રવાસે છે. તેમણે રાંચીમાં એક બેઠકમાં ભાગ લીધો હતો. દરમિયાન તેમણે ઝારખંડમાં ઘૂસણખોરી અને આદિવાસી યુવતીઓના ધર્મ પરિવર્તનને મોટી સમસ્યા ગણાવી હતી. તેમણે કહ્યું કે, “ઝારખંડમાં ઘૂસણખોરો અહીંની દીકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. આ રોકવામાં ઝારખંડની JMM-કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. ઘૂસણખોરો પહેલાં આસામ-બંગાળમાં આવતા હતા. તેમને આંતરરાષ્ટ્રીય સરહદ પર રોકવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, પરંતુ તે જો અંદર આવી ગયા તો તેના પર કાર્યવાહી રાજ્ય સરકારે કરવી પડે છે.”
झारखण्ड में बाहर से घुसपैठियों का आना और आदिवासी बेटियों को फसाना एक समस्या है। यह सब JMM-Cong के संरक्षण में हो रहा है।
— Himanta Biswa Sarma (@himantabiswa) July 17, 2024
असम एक बॉर्डर राज्य है। मैं रोज घुसपेठियों से लड़ रहा हूँ, इस मामले में झारखण्ड की सरकार ने क्यों हाथ ऊपर कर दिया हैं? pic.twitter.com/eoWqrpjrzC
તેમણે કહ્યું છે કે, “ઝારખંડ હાઈકોર્ટે સરકારને આદેશ પણ આપ્યો છે કે, ઘૂસણખોરોને પકડવામાં આવે અને તેને જેલભેગા કરવામાં આવે. ફોરેનર્સ કાયદા અંતર્ગત ઘૂસણખોરોને બહાર કાઢવાનો અધિકાર રાજ્ય સરકારનો હોય છે. હું આસામમાં આ કામ રોજ કરું છું. તમે (ઝારખંડ સરકાર) પોતાનું કામ નથી કરી શકતા એટલે દિલ્હી પર દોષનો ટોપલો નાખો છો. કામ ન થતું હોય તો ખુરશી છોડી દો.” આ સાથે તેમણે આરોપ લગાવ્યો છે કે, “ઝારખંડની વર્તમાન સરકાર ઘૂસણખોરોના સંરક્ષણમાં લાગેલી છે. હવે તેને પણ ઉખાડી ફેંકવામાં આવશે. ભગવાન બિરસા મુંડા, સિદ્ધો-કાન્હુની ધરતી હવે ઘૂસણખોરોની ધરતી બની ગઈ છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ ચરમ પર છે.”
1951 में असम में मुसलमानों की आबादी सिर्फ़ 14% थी। आज उनकी आबादी लगभग 40% है।
— Himanta Biswa Sarma (@himantabiswa) July 17, 2024
जनसांख्यिकीय परिवर्तन हमारे लिए राजनीतिक मुद्दा नहीं है, यह अस्तित्व का मुद्दा है। pic.twitter.com/B3nsAokVD2
આસામમાં ડેમોગ્રાફીની સમસ્યા અંગે હિંમત બિસ્વા સરમાએ કહ્યું, “બદલતી ડેમોગ્રાફી મારા માટે ખૂબ મોટો મુદ્દો છે. મારા આસામમાં મુસ્લિમ વસ્તી 40% થઈ ચૂકી છે. આસામમાં 1951માં મુસ્લિમ જનસંખ્યા 12% હતી, હવે તે વધીને 40% થઈ ચૂકી છે. આજે આસામમાં અમે આખેઆખો જિલ્લો ગુમાવી ચૂક્યા છીએ. મારા માટે આ રાજકીય મુદ્દો નથી, પરંતુ જીવન-મરણનો મુદ્દો છે. હું તેની સાથે રોજ સંઘર્ષ કરું છું.”