Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાની આતંકી સંગઠનની પંજાબ સીએમ અને ડીજીપીને ધમકી, કહ્યું- અમે વિદેશોમાં ભણતા...

    ખાલિસ્તાની આતંકી સંગઠનની પંજાબ સીએમ અને ડીજીપીને ધમકી, કહ્યું- અમે વિદેશોમાં ભણતા તમારા બાળકોની યાદી બનાવી જ રાખી છે

    ખાલિસ્તાની આતંકવાદી સંસ્થાના વડાએ પંજાબના મુખ્યમંત્રી અને ડીજીપીને ધમકી આપી છે. આ ધમકીમાં તેણે પતિયાલા હિંસામાં દોષિતોને ન પકડવાનું કહ્યું છે.

    - Advertisement -

    પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પોલીસ મહાનિર્દેશક વિરેશ ભાવરાને ધમકી આપી છે. સંગઠનના વડા અને આતંકવાદી ગુરપતવંતસિંઘ પન્નુએ એક વિડીયો જારી કર્યો હતો અને મુખ્યમંત્રી અને ડીજીપીને પટિયાલા હિંસાના આરોપી ખાલિસ્તાની સમર્થકો સામે કાર્યવાહી કરવા બદલ ચેતવણી આપી હતી.

    વિડિયો સંદેશમાં તેણે કહ્યું, “29 એપ્રિલના રોજ ખાલિસ્તાન દિવસે શીખોએ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ ખાલિસ્તાની ઝંડાઓથી ભરી દીધા હતા. તેમણે લોકમત દ્વારા હિમાચલ અને હરિયાણાને ખાલિસ્તાનનો ભાગ બનાવવાનું એલાન પણ કર્યું હતું. પતિયાલામાં હિંદુઓ, ઉગ્રવાદીઓ શીખો અને ખાલિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. શીખોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.”

    તેણે 1990 ના દાયકા દરમિયાન સ્વ. બિઅંત સિંહ વગેરે સાથે શું થયું હતું તેની યાદ અપાવીને ચેતવણી આપી હતી કે, “અમને જાણ થઇ છે કે સીએમ ભગવંત માન અને ડીજીપી વિરેશે શીખો સામે કાર્યવાહી શરૂ કરી છે. તમે શીખોને પોલીસ સ્ટેશને લઇ જઈ રહ્યા છો. તમે 1990 ના દાયકામાં પણ આવું જ કર્યું હતું. તમે તેનાં પરિણામો વિશે જાણો છો. બિયંત સિંઘના માર્ગ પર ચાલવાનું રહેવા દો, તેમની સાથે શું થયું હતું તે યાદ કરો.”

    - Advertisement -

    ખાલિસ્તાની આતંકવાદી સંગઠન દ્વારા 29 એપ્રિલના દિવસે ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ઘટનાની જવાબદારી લેવામાં આવી હતી અને ધમકી આપતાં કહ્યું કે, “જો પોલીસ કોઈ શીખના ઘરે પહોંચે તો તેઓ SFJ નો સંપર્ક કરે. અમે પંજાબ પોલીસ સાથે વાતચીત કરીશું.”

    તેણે આમ આદમી પાર્ટી અને પંજાબ પોલીસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અમે વિદેશોમાં ભણતા તમામ બાળકોની યાદી બનાવી છે. તેઓ ત્યાં સુધી જ અભ્યાસ કરી શકશે જ્યાં સુધી પંજાબમાં અમારા બાળકોને હેરાન કરવામાં નહીં આવે. જો તમે અમારા બાળકોને હેરાન કરશો તો કાયદેસર રીતે તમારા બાળકોને પરત મોકલી આપવામાં આવશે. આ સીએમ ભગવંત માન અને ડીજીપી વિરેશ ભાવરા માટે સંદેશ છે.”

    ઉલ્લેખનીય છે કે, 31 ઓગસ્ટ, 1995ના રોજ એક બોમ્બ વિસ્ફોટમાં બિઅંત સિંહની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઉપરાંત ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા અન્ય પણ કેટલાક પોલીસકર્મીઓ, સેના અધિકારીઓ અને નેતાઓની હત્યા કરી નાંખવામાં આવી હતી.

    પતિયાલા હિંસા

    ગત 29 એપ્રિલના રોજ ખાલિસ્તાન સમર્થકોએ શિવસેના દ્વારા આયોજિત ‘ખાલિસ્તાન મુર્દાબાદ’ રેલી પર હુમલો કરી દીધો હતો. ખાલિસ્તાન સમર્થકોએ ખાલિસ્તાનની તરફેણમાં નારા લગાવીને રેલીમાં જઈ રહેલા લોકોને માર માર્યો હતો અને ત્યારબાદ મા કાલી મંદિરે પહોંચીને પથ્થરમારો કર્યો હતો. તેમણે મંદિરની બહાર કેટલીક દુકાનો પર હુમલો કરીને તેના માલિકોને પણ ઈજા પહોંચાડી હતી.

    શીખોને ભડકાવનારા મુખ્ય આરોપીઓ બરજિન્દર સિંઘ પરવાના અને અન્યોની પોલીસે 1 મેના રોજ ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ ખાલિસ્તાન મુર્દાબાદ રેલીનું આયોજન કરનાર હરીશ સિંગલાની પણ પોલીસે ધરપકડ કરી હતી.

    આ હિંસા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ઘટનાને છાવરવાના પ્રયત્નો કરી આ માટે રાજકીય પાર્ટીઓને દોષી ગણાવી હતી. બીજી તરફ, ખાલિસ્તાન મુર્દાબાદ રેલીનું આયોજન કરનાર શિવસેના નેતાને પાર્ટીએ બરતરફ કરી દીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં