હાલ દેશભરના મુસ્લિમો મોહરમ ઉજવી રહ્યા છે. દરમિયાન કેટલીક ઘટનાઓ સામે આવી છે જેમાં કાયદો અને વ્યવસ્થાને પડકારવામાં આવ્યા હોય. અમેઠીમાં પોલીસ સ્ટેશન સામે મઝહબી નારા લગાવવાની ઘટના બાદ, હવે બિહારના (Bihar) સમસ્તીપુરમાં તાજીયા જુલૂસ દરમિયાન હિંદુ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. ઘટનામાં પરિવાર પર લાકડીઓ અને તલવારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 સગીર વયના છે.
ઘટના સમસ્તીપુરના (Samastipur) NH 28 પર આવેલા દલસિંહસરાય ચોકની છે. પ્રાથમિક માહિતી અનુસાર એક પરિવાર હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું. દરમિયાન રોડ પર તાજીયાનું જુલૂસ પસાર થઈ રહ્યું હતું. અચાનક જુલૂસના કેટલાક લોકોએ ગાડી પર હુમલો કરી દીધો અને તલવાર અને ડંડા વડે આગળ અને પાછળના કાંચ તોડી નાખ્યા. ગાડીમાં કુલ ત્રણ જણા સવાર હતા. જેમાં એક મહિલા, એક બાળકનો પણ સમાવેશ થાય છે. હાલ તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
MusIims celebrating Tajya Procession on the occasion of Muharram attacked a Hindu family with swords and vandalised their car.
— Mr Sinha (@MrSinha_) July 15, 2024
The family was just passing through that area…
The incident is from Samastipur, Bihar. pic.twitter.com/1QYn8JaAgU
ચારે બાજુથી હુમલો કરી ગાડીના કાંચ તોડ્યા
વિડીયોમાં જોઈ શકાય છે કે પરિવાર ગાડીના પાછળના ભાગમાં ઉભું છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે તેઓ મધુબની વિસ્તારના રહેવાસી છે અને તેઓ પટના જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, “અમે જઈ રહ્યા હતા દરમિયાન વચ્ચે તાજીયા આવ્યા, અમે લોકો સાઈડથી જ જઈ રહ્યા હતા. તેવામાં અમારી ઉપર ચારેય તરફથી હુમલો કરવામાં આવ્યો. ગાડીનો આગળનો અને પાછળનો કાંચ તોડી નાખવામાં આવ્યો છે.”
આ દરમિયાન વિડીયોમાં દેખાતી મહિલાએ પણ જણાવ્યું કે તેમનું બાળક ગાડીમાં પાછળ જ બેઠું હતું અને કાંચ તૂટવાથી તેને થોડી ઈજા પણ પહોંચી છે. પરિવારનું કહેવું છે કે બાળક ડરીને આગળની સીટ પર આવી ગયું હતું. દરમિયાન તેમણે કહ્યું કે તેમને એમ લાગ્યું કે હવે કોઈ મોટી દુર્ઘટના ઘટીને જ રહેશે. પરિવારનો આરોપ છે કે તેઓ તાજીયાથી દૂર હતા અને ધીમે ધીમે જ જઈ રહ્યા હતા તેમ છતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો. દરમિયાન પોલીસ પ્રશાસન તરફથી તરત કોઈ મદદ ન મળી હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો હતો.
5ની ધરપકડ, 2 આરોપી સગીર વયના: સમસ્તીપુર પોલીસ
બીજી તરફ ઘટનાને લઈને સમસ્તીપુર પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાના અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે અને 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓની ઓળખ પરેડ પણ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ હુમલો કરનાર આરોપીઓમાં 2 આરોપીઓ સગીર વયના હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. હાલ તમામ વિરુદ્ધ ધારાધોરણ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
#समस्तीपुर_पुलिस की त्वरित कार्रवाई: – कल दिनांक 14.07.2024 के संध्या में दलसिंहसराय थाना नवादा मोड़ के पास मुहर्रम के जुलुस के दौरान दो समूहों के बीच आपसी विवाद के दौरान कुछ असमाजिक तत्वों के द्वारा एक राहगीर की कार पर हमला करने के मामले में त्वरित कार्रवाई करते हुये कुल- 05… pic.twitter.com/kTJMzrsGCM
— Samastipur Police (@Samastipur_Pol) July 15, 2024
ઉત્તર પ્રદેશના અમેઠીમાં પોલીસ સ્ટેશનની સામે લાગ્યા મઝહબી નારા
ઉલ્લેખનીય છે કે તાજીયા જુલૂસને લઈને આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના અમેઠીથી સામે આવી હતી. અમેઠીના મુસાફિરખાના ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમને લઈને જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં ભારે સંખ્યામાં મુસ્લિમ યુવકો જોડાયા હતા. દરમિયાન કેટલાક યુવકોએ ‘યા હુસૈન.. હિન્દુસ્તાનમેં રહેના હૈ… યા હુસૈન કહેના હૈ…’ના નારા લગાવ્યા હતા.
મહત્વનું છે કે આ આખી ઘટના પોલીસ સ્ટેશનના દરવાજાની સામે જ ઘટી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર જેવુ મહોરમ (Muharram) જુલૂસ મુસાફિરખાના પોલીસ સ્ટેશનની સામે પહોંચ્યું, ટોળામાં રહેલા યુવકોએ જોર જોરથી નારા લગાવવાના શરૂ કરી દીધા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ પ્રશાસને આ મામલે નોંધ લઈને કેટલાક યુવકોની ધરપકડ કરી ધારાધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.