Friday, October 18, 2024
More
    હોમપેજદેશ'જજ ભગવાન નથી': CJIના નિવેદન બાદ વકીલો હવે ન્યાયાધીશોને નહીં કહે 'માય...

    ‘જજ ભગવાન નથી’: CJIના નિવેદન બાદ વકીલો હવે ન્યાયાધીશોને નહીં કહે ‘માય લોર્ડ’ કે ‘યોર લોર્ડશિપ’, અલ્હાબાદ HC બાર એસોસિયેશને પસાર કર્યો પ્રસ્તાવ

    પ્રસ્તાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જજ ભગવાન નથી, તેથી તેમને માય લોર્ડ કે યોર લોર્ડશિપ કહેવું યોગ્ય નથી. પ્રસ્તાવમાં કહેવાયું છે કે, હાઈકોર્ટ ન્યાયનું મંદિર નથી, પરંતુ ન્યાય આપવાનું ન્યાયાલય છે. પ્રસ્તાવ મુજબ, હાઈકોર્ટના જજ ભગવાન નથી, પરંતુ પબ્લિક સર્વન્ટ છે.

    - Advertisement -

    ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચૂડે તાજેતરમાં જ એક નિવેદન આપતા કહ્યું હતું કે, ન્યાયાધીશોએ પોતાને ભગવાન ન માનવા જોઈએ. તેમણે આ નિવેદન જજોની મર્યાદાને દર્શાવીને આપ્યું હતું. CJIના આ નિવેદન બાદ હવે અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, વકીલો હવે જજને ‘માય લોર્ડ’ કે ‘યોર લોર્ડશિપ’ જેવા શબ્દોથી સંબોધિત નહીં કરે. તે શબ્દોના સ્થાને હવે ‘સર- યોર ઓનર’ અથવા તો ‘માનનીય’ શબ્દ વાપરી શકાશે. હાઈકોર્ટ બાર એસોસિયેશનની કાર્યકારી સમિતિ દ્વારા આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

    આ બેઠક ગુરુવારે (11 જુલાઈ, 2024) અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલોની હડતાળ દરમિયાન આયોજિત કરવામાં આવી હતી. વકીલોની આ હડતાળ બુધવારથી શરૂ થઈ છે. હાઈકોર્ટ બાર એસોસિયેશનનો આરોપ છે કે, કોર્ટમાં વકીલો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. જજ પોતાને ભગવાન તરીકે રજૂ કરી રહ્યા છે. આ બધા આરોપો સાથે આખરે ગુરુવારે બાર એસોસિયેશની કાર્યકારી સમિતિએ એક પ્રસ્તાવ પસાર કરી દીધો છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જજને ‘માય લોર્ડ’ અથવા તો યોર લોર્ડશિપ’ તરીકે સંબોધિત કરવામાં આવશે નહીં.

    પ્રસ્તાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જજ ભગવાન નથી, તેથી તેમને માય લોર્ડ કે યોર લોર્ડશિપ કહેવું યોગ્ય નથી. પ્રસ્તાવમાં કહેવાયું છે કે, હાઈકોર્ટ ન્યાયનું મંદિર નથી, પરંતુ ન્યાય આપવાનું ન્યાયાલય છે. પ્રસ્તાવ મુજબ, હાઈકોર્ટના જજ ભગવાન નથી, પરંતુ પબ્લિક સર્વન્ટ છે. જજને જનતાના ટેક્સથી જમા થયેલી સરકારી તિજોરીમાંથી પગાર આપવામાં આવે છે. વધુમાં કહેવાયું છે કે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ભાવનાઓનું સન્માન કરીને પણ જજને માય લોર્ડ અથવા તો યોર લોર્ડશિપ નહીં કહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    - Advertisement -

    કાર્યકારી બેઠકનું નેતૃત્વ અધ્યક્ષ અને વકીલ અનિલ તિવારીએ કર્યું હતું. ઉપરાંત બેઠકનું સંચાલન મહાસચિવ વિક્રાંત પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. પસાર કરાયેલા પ્રસ્તાવોમાં એક ન્યાયાધીશોને સંબોધિત કરવાનો હતો. વધુમાં બાર એસોસિયેશન વિવિધ કોર્ટમાં વકીલો સામે ગેરવર્તણૂકની વધતી જતી ઘટનાઓને પહોંચી વળવા માટે રાજ્યભરના અન્ય બાર એસોસિયેશન સાથે જોડાણ કરવાની યોજના પર કામ કરશે. એક્ઝિક્યુટિવ કમિટીએ હડતાળનું પાલન ન કરનારા વકીલો માટે શિસ્તભંગના પગલાં લેવાનો નિર્ણય પણ લીધો છે.

    કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવેલા વકીલોએ આ મામલે સ્પષ્ટતા આપવી પડશે, અથવા તેમને બાર એસોસિયેશનની સભ્યતા ગુમાવવાનો વારો પણ આવી શકે છે. જેમાં મેડિકલ સહાય અને મૃત સભ્યોના આશ્રિતોને સહાય જેવા લાભોનો પણ સમાવેશ થાય છે. હડતાળ દરમિયાન વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અથવા વ્યક્તિગત રીતે કેસમાં ભાગ લેનારાઓનું સભ્યપદ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવશે. પરિસ્થિતિને જોતાં કમિટીએ શુક્રવારે પણ ન્યાયિક કામકાજથી દૂર રહીને હડતાળ ચાલુ રાખું રાખવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં