Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણદેશમાં હવે દર વર્ષે 25 જૂને મનાવાશે 'સંવિધાન હત્યા દિવસ': કેન્દ્ર સરકારે...

    દેશમાં હવે દર વર્ષે 25 જૂને મનાવાશે ‘સંવિધાન હત્યા દિવસ’: કેન્દ્ર સરકારે બહાર પાડ્યું જાહેરનામું, 1975માં આ જ દિવસ ઈન્દિરા ગાંધીએ લગાવ્યો હતો આપાતકાળ

    25 જૂને 'સંવિધાન હત્યા દિવસ' મનાવવામાં આવશે, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે ઈમરજન્સીને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે હવે દેશમાં ઈમરજન્સીના (Emergency) દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં 25 જૂન, 1975ના રોજ લાદવામાં આવેલી ઈમરજન્સીને લોકશાહીની આત્માનું ગળું દબાવનાર દિવસ ગણાવ્યો છે. સરકારનું કહેવું છે કે આ દિવસ 1975ની ઈમરજન્સીની અમાનવીય પીડા સહન કરનારા લોકોના યોગદાનને યાદ કરાવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાની X પોસ્ટમાં લખ્યું કે, 25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો. ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ (Samvidhaan Hatya Diwas) તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે.

    અમિત શાહે પોતાની X પોસ્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશનની નકલ પણ પોસ્ટ કરી છે. ગેઝેટમાં ગૃહ મંત્રાલય દ્વારા 11 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે 25 જૂન, 1975ના રોજ કટોકટી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તે સમયની સરકાર દ્વારા સત્તાનો ઘોર દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને ભારતના લોકો પર અતિરેક અને અત્યાચારો કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    PM મોદીની સામે આવી ટિપ્પણી

    આ જ બાબતે દેશના પ્રધાનમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. PM મોદીએ લખ્યું છે કે, “25મી જૂનને સંવિધાન હત્ય દિવસ તરીકે મનાવવાનું એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું. તે દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે કે જેમણે ઇમરજન્સીના અતિરેકને કારણે ભોગ બનવું પડ્યું, કોંગ્રેસે ભારતને ઇતિહાસના અંધકારમય તબક્કામાં ધકેલ્યો હતો.”

    નોંધનીય છે કે વર્ષ 1975માં 25 જૂનના દિવસે જ કોંગ્રેસ નેતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં આપાતકાળ (Emergency) લગાવી દીધી હતી. જે બાદ મોટાભાગના વિપક્ષી નેતાઓ, પત્રકારો વગેરેને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. અનેક નેતાઓની નસબંધી પણ કરી દેવામાં આવી હતી. કહેવામાં આવે છે કે ઈમરજન્સી દરમિયાન વિપક્ષી નેતાઓ પર અનેક યાતનાઓ ગુજારવામાં આવી હતી. હવે કેન્દ્ર સરકારે જ્યારે સંવિધાન હત્યા દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી છે, ત્યારે શાસકપક્ષ આશા રાખી રહ્યો છે કે આનાથી ત્યારે જે લોકો સાથે અન્યાય થયા હતા તેમની વાત થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં