Friday, October 18, 2024
More
    હોમપેજદેશઅગ્નિવીરને લઈને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જાહેરાત: ફીઝીકલ ટેસ્ટ વગર અર્ધલશ્કરી દળોમાં 10%...

    અગ્નિવીરને લઈને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જાહેરાત: ફીઝીકલ ટેસ્ટ વગર અર્ધલશ્કરી દળોમાં 10% અનામત; ઉંમરમાં પણ મળશે નોંધપાત્ર છૂટ

    BSF, RPF અને CISF દ્વારા પૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતનો નિયમ લાગુ કરી દીધો છે. ત્રણેય ફોર્સ દ્વારા આધિકારિક રીતે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત ત્રણેય ફોર્સમાં અગ્નિવીરોને અનામાત ઉપરાંત ઉંમરમાં પણ છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગૃહમંત્રાલએ જાહેરાત કરી છે કે પૂર્વ અગ્નિવીરોને દેશના અર્ધલશ્કરી દળોમાં 10% અનામત આપવામાં આવશે. હાલ આ અનામત BSF, RPF અને CISF માટે જાહેર કરવામાં આવ્યું છે. ત્રણેવ ફોર્સે આ બાબતે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્રણેય પાંખના અધિકારીઓએ આ મામલે જાહેર નિવેદન આપીને જાણકારી પણ આપી દીધી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હજારો અગ્નિવીરોને ફાયદો થશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર BSF, RPF અને CISF દ્વારા પૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતનો નિયમ લાગુ કરી દીધો છે. ત્રણેય ફોર્સ દ્વારા આધિકારિક રીતે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત ત્રણેય ફોર્સમાં અગ્નિવીરોને અનામાત ઉપરાંત ઉંમરમાં પણ છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, સાથે જ શારીરિક માપદંડોમાં અગ્નિવીરની નોકરી કરીને આવેલા ઉમેદવારો માટે ખાસ છૂટ આપવામાં આવી છે.

    અમને તૈયાર સૈનિક મળશે: BSF

    કેન્દ્ર સરકારના આ નિર્ણયથી માત્ર અગ્નિવીરોને જ નહીં, પરંતુ ફોર્સને પણ નોંધપાત્ર ફાયદો થશે. આવનાર જવાન પહેલેથી જ ફોજની ટ્રેનિંગ મેળવેલો હશે. આ બાબતે BSFના DG નીતિન અગ્રવાલે જણાવ્યું હતું કે, “અ અગ્નિવીરોએ 4 વર્ષ સુધી મહેનત કરી હશે, અનુભવ મેળવ્યો હશે, અનુશાસનમાં રહ્યા હશે, આથી BSF માટે તેઓ ખૂબ અનુરૂપ હશે. અમને તૈયાર સેના મળશે, તેવામાં અમે તેમને ઝડપી સેનામાં તેનાત કરી શકીશું. જેવા જ અગ્નિવીર આવશે, અમે તેમની ભરતી કરીશું. અમારી જેટલી પણ ભરતી થશે, તેમાં 10% પદ અગ્નિવીર માટે આરક્ષિત હશે અને તેમને ઉંમરમાં પણ છૂટ આપવામાં આવશે.”

    - Advertisement -

    અગ્નિવીરો માટે ઉંમરમાં 5 અને 3 વર્ષની છૂટ, શારીરિક કસોટી નહીં: RPF

    બીજી તરફ RPFએ પણ અગ્નિવીરને લઈને નિયમ લાગુ કરી દીધો છે. ફોર્સના DG મનોજ યાદવે આ મામલે જણાવ્યું હતું કે, “ભવિષ્યમાં RPFની જે પણ ભરતી થશે, તેમાં અગ્નિવીરોને 10% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ તેમને ઉંમરમાં પણ છૂટ આપવામાં આવશે. વર્ષ 2026-27માં જે અગ્નિવીર સેનામાં સેવા પૂર્ણ કરીને આવશે તેમને ઉંમરમાં 5 વર્ષની છૂટ આપવામ આવશે અને ત્યાર બાદની બેંચને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. RPFમાં ભરતી થનાર પૂર્વ અગ્નિવીરોને કોઈ પણ શારીરિક કસોટી નહીં આપવી પડે.”

    ફોર્સના ઓપરેશનોમાં ફરક પડશે, શારીરિક માપદંડોમાં અને ઉંમરમાં છૂટ: CISF

    તો આ મામલે CISF દ્વારા પણ આધિકારિક નિવેદન આપી દેવામાં આવ્યું છે, ફોર્સના DG નીના ગુપ્તાએ આ મામલે જણાવ્યું હતું કે, “CISFએ પૂર્વ અગ્નિવીરોની ભરતી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અ નવા નિયમ અંતર્ગત કોન્સ્ટેબલની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 10% પદ આરક્ષિત રાખવામાં આવશે. ફોર્સમાં જોડાવવા માટે આવનાર પૂર્વ અગ્નિવીરોને શારીરિક માપદંડો અને ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. આ પ્રકારથી ભરતી કરવાથી CISFના ઓપરેશનમાં ફરક આવશે.”

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના લાગુ કરી હતી. આ યોજના અંતર્ગત ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ માટે અગ્નિવીર યોજના શરૂ કરવામાં આવી હતી. વિપક્ષો અને વિરોધીઓએ આ યોજનાનો ભરપૂર વિરોધ કર્યો હતો. યોજના પર રોક લગાવવા કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા હતા. જોકે કોર્ટે તમામ અરજીઓ ફગાવીને યોજના યથાવત રાખી હતી. યોજના લાગુ થઇ ત્યારથી અત્યાર સુધીમાં વિરોધીઓએ અનેક જુઠ્ઠાણા ચલાવ્યા. હાલ જે 10% અનામત લાગુ કરવામાં આવી, તેની પણ પહેલા જ જાહેરાત કરી દેવામાં આવી હતી. અગ્નિવીરોને અર્ધલશ્કરી દળોમાં અનામત આપવાના નિર્ણયથી અગ્નિવીરોને તો ફાયદો થશે જ, સાથે-સાથે ફોર્સને પણ વેલટ્રેન્ડ જવાન મળી શકશે. આ થવાથી તેમની ટ્રેનિંગ પાછળના સમય અને નાણાની બચત થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં