Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતપથ્થરમારો કરવા મામલે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, કોર્પોરેટર શહેઝાદ પઠાણ સહિત અનેક...

    પથ્થરમારો કરવા મામલે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, કોર્પોરેટર શહેઝાદ પઠાણ સહિત અનેક વિરદ્ધ ફરિયાદ: ભાજપ નેતાએ ઑપઇન્ડિયાને જણાવ્યો આખો ઘટનાક્રમ, કહ્યું- હિંસા હતી પૂર્વ આયોજિત

    સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર, મહિલા નેતા પ્રગતિ આહીર, શહેઝાદ પઠાણ, ઇમરાન રફીક શેઠજી, આકાશ સરકાર અને NSUI નેતા સંજય સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા હિંદુ વિરોધી નિવેદનને લઈને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં અમદાવાદના કોંગ્રેસ મુખ્યાલય નજીક વિરોધ કરવા પહોંચેલા ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે કોંગ્રેસ કાર્યાલયમાંથી પથ્થરો, લાકડીઓ, તીક્ષ્ણ હથિયારોથી ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ભાજપના અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ મામલે કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમારથી લઈને કોંગ્રેસ અને NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર, મહિલા નેતા પ્રગતિ આહીર, શહેઝાદ પઠાણ, ઇમરાન રફીક શેઠજી, આકાશ સરકાર અને NSUI નેતા સંજય સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ અમદાવાદ BJYMના અમદાવાદના પ્રમુખ વિનય દેસાઈ દ્વારા કરવામાં આવી છે.

    પથ્થરો, કાંચની બોટલો, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો: વિનય દેસાઈ

    સમગ્ર મામલે માહિતી લેવા ઑપઇન્ડિયાએ વિનય દેસાઈ સાથે વાત કરી હતી. ઘટના વિષે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીએ જે હિંદુ વિરોધી નિવેદન આપ્યું તેના વિરોધમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયની સામેની તરફ થોડે દૂર હાથમાં માત્ર પ્લે-કાર્ડ લઈને વિરોધ નોંધાવા ગયા હતા. આ દરમિયાન અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો.”

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે, “અમારા કાર્યકર્તાઓ ઉભા હતા તે સમયે કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, તેમણે બોલાવેલા ગુંડાઓએ પથ્થરો, કાંચની બોટલો, લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો લઈને અમારા કાર્યકર્તા પર હુમલો કરી દીધો હતો. તેમને ટોળામાં આવીને પોલીસ દ્વારા ગોઠવેલા બેરિકેટો તોડીને હુમલો કર્યો હતો. આ હુમલામાં અમારા અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં 5 લોકોને વધુ વાગી જતા તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. ખાલી ભાજપ કાર્યકર્તાઓ જ નહીં, સ્થળ પર હાજર પોલીસના જવાનો પણ ઘાયલ થયા છે. યુવા મોરચાના કાર્યકર્તાઓ માત્ર ને માત્ર શાંતિથી લોકશાહી ઢબે વિરોધ કરી રહ્યા હતા. અમે શૈલેષભાઈ પરમાર, શહેઝાદ પઠાણ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.”

    આ મામલે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે પણ જણાવ્યું હતું કે, “ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીએ આપેલા હિંદુ વિરોધી નિવેદન મામલે શાંતિપૂર્વક વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલય ગયા હતા. તેઓ હાથમાં માત્ર પ્લેકાર્ડ લઈને જ ગયા હતા. પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ પર પથ્થરો, દારૂની બોટલો અને એસીડની બોટલો ફેંકવામાં આવી હતી. આ હુમલામાં અમારા પાંચ કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

    હુમલો કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે શૈલેષ પરમાર દેખાયા

    નોંધનીય છે કે આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, આ વિડીયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથમાં લાકડીઓ લઈને પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ તરફ દોડી રહ્યા છે. આ વિડીયોમાં કેટલાક કાર્યકર્તાઓ પથ્થરો મારી રહ્યા હોવાનું પણ નજરે પડી રહ્યું છે. આ આખા વિડીયોમાં સહુથી મહત્વની બાબત તે છે કે કોંગ્રેસના ધારાસભ્યો પણ આ ટોળા સાથે આગળ ધસી રહ્યા છે. તેમની આજુબાજુના લોકો સામા પક્ષ પર હુમલો કરી રહ્યા છે. વિડીયોમાં શૈલેષ પરમાર જોર-જોરથી કશું બોલતા પણ નજરે પડ્યા હતા.

    ટોળા વચ્ચે દેખાયા કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર

    બીજી તરફ આ આખી ઘટનામાં અમદાવાદ પોલીસના જવાનો અને હોમગાર્ડ જવાનો પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર પથ્થરમારાની ઘટનામાં અમદાવાદ પોલીસના એક ઉચ્ચ અધિકારી તેમજ અન્ય પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાન સહિત કુલ 7 લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં