Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમટોળાં વચ્ચે મહિલાને લાત મારી, વાળથી ઢસડી, નિર્દયતાથી માર માર્યો… પશ્ચિમ બંગાળનો...

    ટોળાં વચ્ચે મહિલાને લાત મારી, વાળથી ઢસડી, નિર્દયતાથી માર માર્યો… પશ્ચિમ બંગાળનો વિડીયો વાયરલ, આરોપી તાજેમુલ TMC નેતાનો નજીકનો હોવાનો ભાજપનો આરોપ

    જ્યારે મહિલા અને પુરુષને માર મારવામાં આવ્યો, તેનાથી થોડા જ મીટર દૂર એક પોલીસ વાહન હાજર હતું. વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ 35મી સેકન્ડની આસપાસ ઘટનાસ્થળની પાછળની તરફ એક લીલા કલરની પોલીસ જીપ જેવા વાહનને જોઈ શકાય છે.

    - Advertisement -

    હાલ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ટોળાં વચ્ચે એક પુરૂષ અને એક મહિલાને ઢોર માર મારતો જોવા મળે છે. આ વિડીયો પશ્ચિમ બંગાળનો હોવાનું કહેવાય છે. જેમાં એક વ્યક્તિ ટોળા વચ્ચે બે વ્યક્તિઓ સાથે અમાનુષી અત્યાચાર કરતો નજરે પડી રહ્યો છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. CPI નેતા મહોમ્મદ સલીમે X શેર કરેલા આ વિડીયોમાં ટોળા વચ્ચે લાચાર મહિલા અને પુરુષને ‘ત્વરિત ન્યાય’ના નામે ઢોર માર મારવામાં આવે છે. પ્રાથમિક જાણકારી અનુસાર, આ બંનેને લગ્નેત્તર સંબંધના કોઈ મુદ્દાને લઈને આવી ‘સજા’ કરવામાં આવી હતી. બીજી તરફ જે વ્યક્તિ ‘ન્યાય’ કરી રહ્યો છે તેનું નામ તાજેમુલ હોવાનું સામે આવ્યું છે અને તે સત્તાધારી પાર્ટી TMCના નેતાનો નજીકનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરના લક્ષ્મીકાંતપુરાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ રીતે રાજ્યમાં ‘કાંગારૂ કોર્ટ’ ચાલવા પર મમતા બેનર્જીની સરકાર પર સવાલો ઉભા થઇ રહ્યા છે. ભાજપના અનેક નેતાઓએ આ વિડીયો શેર કરીને TMC પર સવાલ ઉભા કર્યા છે. બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે સજ્ઞાન લીધું હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વિડીયો શેર કરતા CPIM નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ મહોમ્મદ સલીમે વિડીયો શેર કરતા આરોપ લગાવ્યો છે કે, વિડીયોમાં મહિલાને માર મારનાર આરોપી TMCનો સ્થાનિક નેતા છે અને તે માથાભારે ગુંડાની છાપ ધરાવે છે. સલીમના જણાવ્યા અનુસાર આરોપીને JCBના ઉપનામથી ઓળખવામાં આવે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી તાજેમુલ ‘ઇન્સાફ સભા’ નામથી કાંગારૂ કોર્ટ ચલાવે છે અને અદ્દલ તાલિબાન માફક જ સુનાવણીઓ અને સજા આપવામાં આવે છે.

    મહિલાને મારી ત્યાંથી થોડે જ દૂર પોલીસ હાજર

    Tv9 બાંગ્લાના રિપોર્ટ અનુસાર, જ્યારે મહિલા અને પુરુષને ઢોર માર મારવામાં આવ્યો, તેનાથી થોડા જ મીટર દૂર એક પોલીસ વાહન હાજર હતું. વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ 35મી સેકન્ડની આસપાસ ઘટનાસ્થળની પાછળની તરફ એક લીલા કલરની પોલીસ જીપ જેવા વાહનને જોઈ શકાય છે. વાહન પર બે શબ્દો લખેલા છે, જેમાંથી બીજો શબ્દ ‘પેટ્રોલ’ વંચાઈ રહ્યો છે. બની શકે કે આ વાહન પોલીસ પેટ્રોલ ટીમનું હોય. આ વાહાન થોડી ક્ષણો માટે ત્યાં રોકાય પણ છે, પરંતુ તેમાંથી કોઈ બહાર નથી આવતું. જોકે, તાજા અહેવાલો અનુસાર વિડીયો વાયરલ થયા બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર પીડિત મહિલા પર લગ્નેતર સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપી નેતા આ પ્રકારની તાલિબાની સજા આપવા માટે કુખ્યાત છે. તેવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે ચોપડા વિધાનસભાના ધારાસભ્ય હમીદુર રહેમાનનો ખૂબ નજીકનો છે. રિપોર્ટમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, મહિલા અને પુરુષ વચ્ચે લગ્નેત્તર સંબંધને પગલે બંને પક્ષોને એકઠા કરવામાં આવ્યા હતા. દરમિયાન આરોપી તાજેમુલે ન્યાયના નામે મહિલા અને પુરુષને માર માર્યો હતો.

    મમતા બેનર્જી મહિલાઓ માટે અભિશાપ: ભાજપ

    બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મહિલાને ઢોર માર મારવાની ઘટનાને લઈને ભાજપે પણ પશ્ચિમ બંગાળની બેનર્જી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપ નેતા અમિત માલવિયાએ આ વિડીયો શેર કરીને લખ્યું હતું કે,”પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનનો આ એક ભયાવહ ચહેરો છે. ભારતને TMC સંચાલિત શરિયા અદાલતોની જાણ હોવી જોઈએ. ત્યાનું દરેક ગામમાં એક સંદેશખાલી છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલાઓ માટે અભિશાપ છે.”

    તેમણે જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા નામનું કોઈ નામોનિશાન નથી. શું મમતા બેનર્જી આ રાક્ષસ વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી તેનો બચાવ કરશે જેમ તેઓ શેખ શાહજહાં માટે ઉભા હતા?” અમિત માલવિયાએ પણ કહ્યું હતું કે આરોપી ચોપડાના ધારાસભ્ય હમીદુર રહેમાનનો ખાસ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં