Friday, November 22, 2024
More
    હોમપેજદેશRSS નેતાની હત્યાના કેસમાં જેલમાં બંધ હતા PFIના 26 માણસો, 17ને કેરળ...

    RSS નેતાની હત્યાના કેસમાં જેલમાં બંધ હતા PFIના 26 માણસો, 17ને કેરળ હાઈકોર્ટે ‘મૌલિક અધિકારો’ને ટાંકીને આપી દીધા જામીન: UAPA હેઠળ દાખલ થઈ ચૂકી છે ચાર્જશીટ

    16 એપ્રિલ, 2022ના રોજ RSS નેતા શ્રીનિવાસનની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં પછીથી પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અને તેની જ એક શાખા SDPIના માણસોની સંડોવણી સામે આવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ કેરળ હાઈકોર્ટે પ્રતિબંધિત ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન PFI સાથે સંકળાયેલા 17 વ્યક્તિઓને એક હત્યાના કેસમાં જામીન આપ્યા. આ તમામ ઉપર વર્ષ 2022માં એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાની હત્યાનો આરોપ લાગ્યો હતો. જોકે, આ જ કેસના નવ આરોપીઓના જામીન કોર્ટે રદ કરી દીધા હતા. 

    17 આરોપીઓના જામીન મંજૂર કરતાં કોર્ટે કહ્યું કે, “કોર્ટ એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે આરોપીઓ સામે લાગેલા આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા છે, પરંતુ કોર્ટે આ હકો પર લગાવવામાં આવતાં નિયંત્રણો નહીં પરંતુ આરોપીઓના મૌલિક અધિકારોના પક્ષમાં ઝુકાવ દાખવવો પડશે.” કેરળ હાઈકોર્ટની બે જજની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો. નોંધનીય છે કે આ તમામ આરોપીઓ સામે વર્ષ 2022માં UAPA હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચૂકી છે. 

    કોર્ટે જામીન આપતાં શરતો પણ મૂકી છે. જે અનુસાર, આરોપીઓએ ટ્રાયલ કોર્ટમાં તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાના રહેશે અને સ્પેશિયલ કોર્ટની પરવાનગી સિવાય રાજ્યની સરહદ છોડી શકશે નહીં. આ સિવાય, તેમણે NIAના અધિકારીઓને પોતાનાં સરનામાં અને ગતિવિધિઓની જાણકારી આપવાની રહેશે, તથા જ્યારે એજન્સી તપાસ માટે બોલાવે ત્યારે અચૂક હાજર રહેવું પડશે. આરોપીઓ માત્ર એક જ મોબાઈલ નંબર વાપરી શકશે અને તે NIAની GPS સિસ્ટમ સાથે જોડવાનો રહેશે, જેથી તેઓ ક્યાં ફરે છે તેની જાણકારી એજન્સી પાસે પણ રહી શકે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ, 2022ના રોજ RSS નેતા શ્રીનિવાસનની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં પછીથી પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અને તેની જ એક શાખા SDPIના માણસોની સંડોવણી સામે આવી હતી. શ્રીનિવાસન પર તેમની દુકાન પાસે એક ટોળાએ હુમલો કરી દીધો હતો, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. આ કેસની તપાસ પછીથી NIAએ હાથ પર લીધી હતી અને UAPA હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કટ્ટરપંથી સંગઠન PFI પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સંગઠન પર રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી ગતિવિધિઓને જોતાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેના અનેક નેતાઓ-કાર્યકરો સામે કેસ નોંધીને ધરપકડ પણ કરવામાં આવી હતી. નોંધવું જોઈએ કે આ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનના માણસો અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં