Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણશ્યામાપ્રસાદ મુખર્જીથી લઈને ડૉ. હેડગેવારના નામના જયકારા: સાંસદોના શપથગ્રહણમાં કોઈએ હિંદુરાષ્ટ્રની જય...

    શ્યામાપ્રસાદ મુખર્જીથી લઈને ડૉ. હેડગેવારના નામના જયકારા: સાંસદોના શપથગ્રહણમાં કોઈએ હિંદુરાષ્ટ્રની જય બોલાવી તો કોઈએ પેલેસ્ટાઇનની

    18મી લોકસભાના પ્રથમ સત્રનો દ્વિતીય દિવસ પૂર્ણ થયો. દરમિયાન પ્રથમ દિવસની જેમ જ અનેક નવા ચૂંટાયેલા સાંસદ સભ્યોએ શપથ લીધા. આ દરમિયાન અનેક સાંસદોએ શપથવિધિ બાદ લગાવેલા જયઘોષ ચર્ચાનો વિષય બન્યા છે.

    - Advertisement -

    મંગળવારે (25 જૂન 2024) 18મી લોકસભાના પ્રથમ સત્રનો દ્વિતીય દિવસ પૂર્ણ થયો. દરમિયાન પ્રથમ દિવસની જેમ જ અનેક નવા ચૂંટાયેલા સાંસદ સભ્યોએ શપથ લીધા. આ દરમિયાન અનેક સાંસદોએ શપથવિધિ બાદ લગાવેલા જયઘોષ ચર્ચાનો વિષય બન્યા છે. અનેક સાંસદ સભ્યોએ ભારતમાતા, ભગવાન શ્રીરામના જયઘોષથી લઈને શ્યામાપ્રસાદ મુખર્જીથી લઈને ડૉ. હેડગેવારના નામના જયઘોષ કર્યા હતા તો વળી અસદુદ્દીન ઓવૈસીએ તો ભારતને પડતું મૂકીને, ઇસ્લામિક દેશ પેલેસ્ટાઇનની જય બોલાવી હતી.

    શરૂઆત કરીએ ઉત્તર પ્રદેશના બરેલીથી વિજેતા બનેલા ભાજપના સાંસદ છત્રપાલસિંઘ ગંગવારથી. તેમણે લોકસભાના પ્રથમ સ્તરના દ્વિતીય દિવસે બપોરે 3:56 વાગ્યે સાંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા. હિન્દી ભાષામાં શપથ લીધા બાદ તેમણે જય હિંદુરાષ્ટ્ર અને જયભારતનો જયઘોષ કર્યો હતો.

    ઉત્તર પ્રદેશના મેરઠથી ભાજપની ટિકિટ પર વિજેતા બનેલા અરુણ ગોવિલ, કે જેમણે રામાયણમાં ભગવાન શ્રીરામનું પત્ર ભજવીને દેશના લોકોમાં એક આગવું સ્થાન મેળવ્યું. તેમણે પણ આજે શપથ લીધા. અરુણ ગોવિલની શપથ વિધિમાં ખાસ વાત તે હતી કે તેમણે દેવ ભાષા સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. શપથ વિધિના એક એક વાક્યને તેઓ સંસ્કૃતમાં બોલ્યા હતા. શપથ લીધા બાદ તેમણે જય શ્રીરામ અને જય ભારતનો જયકારો લગાવ્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે અરુણ ગોવિલ પ્રથમ સાંસદ નથી જેમણે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હોય. સ્વ. સુષ્મા સ્વરાજના દીકરી અને દિલ્હી NCTથી ભાજપના ચૂંટાયેલા સાંસદ બાંસુરી સ્વરાજે પણ પ્રથમ દિવસે (24 જૂન 2024) સંસ્કૃતમાં શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેમણે પોતાના X હેન્ડલ પર તેનો વિડીયો શેર કરીને લખ્યું હતું કે, “નવી દિલ્હી લોકસભા ક્ષેત્રના પ્રતિનિધિના રૂપે આજે 18મી લોકસભામાં સાંસદ સભ્ય તરીકે શપથ લેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રતિભાશાળી નેતૃત્વમાં આપણે બધા જ વિકસિત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

    18મી લોકસભાના પ્રથમ સત્રના દ્વિતીય દિવસે ઉત્તર પ્રદેશના ઉન્નાઓથી ભાજપની ટિકિટ પર ચૂંટાઈને લોકસભા પહોંચેલા સાક્ષી મહારાજે પણ ભગવા વસ્ત્રમાં સંસ્કૃત ભાષામાં સાંસદ તરીકે શપથ લીધા હતા. ગળામાં રુદ્રાક્ષની માળા અને ભગવા વસ્ત્રમાં શપથ વિધિમાં પહોંચેલા શાક્ષી મહારાજે પણ શપથ લીધા બાદ ભાર માતા કી જય, જય-જય શ્રીરામના જયઘોષ કર્યા હતા.

    એક તરફ અસદુદ્દીન ઓવૈસીએ ઉર્દુમાં શપથ લઈને પેલેસ્ટાઇનની જય બોલાવી હતી, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના બહરામપુરાથી પ્રથમ વાર સાંસદ બનેલા, મૂળ વડોદરાના અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે શુદ્ધ હિન્દીમાં શપથ લીધા હતા. યુસુફ પઠાણે શપથ લીધા બાદ જય હિન્દ, જય બાંગ્લા અને જય ગુજરાત કહીને શપથવિધિ પૂર્ણ કરી હતી.

    બીજી તરફ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના સાંસદ અતુલ ગર્ગે જે નારા લગાવ્યા તે ચર્ચાનો વિષય છે. તેમણે શુદ્ધ હિન્દીમાં શપથ લીધા બાદ શ્યામાપ્રસાદ મુખર્જી જિંદાબાદ, દીનદયાળ ઉપાધ્યાય જિંદાબાદ, અટલ બિહારી બાજપાઈ જિંદાબાદ અને નરેદ્ર મોદી જિંદાબાદના નારા લગાવ્યા. તેમના આ જયઘોષ સાંભળીને વિપક્ષના નેતાઓ ઉકલી ઉઠ્યા હતા અને અવાજ કરી રહ્યા હતા. દરમિયાન પોડિયમ છોડીને પોતાના સ્થાન તરફ પરત જઈ રહ્યા હતા, ત્યાંથી અચાનક પાછા વળીને તેમણે ડૉ. હેડગેવાર જિંદાબાદનો નારો લગાવ્યો હતો. હાલ તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    નોંધનીય છે કે આજની શપથવિધિ દરમિયાન સહુથી વધુ વિવાદાસ્પદ શપથ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના રહ્યા. અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકે શપથ લેતી વખતે જય ભીમ-જય મિમ પછી જય પેલેસ્ટાઇન કહેતા વિવાદ થઈ ગયો હતો. વાસ્તવમાં જયારે પ્રોટેમ સ્પીકરે ઓવૈસીને શપથ લેવા બોલાવ્યા, ત્યારે તેમણે બિસ્મિલ્લાહ પઢીને શપથ લેવાની શરૂઆત કરી હતી. તેમણે શપથ લીધા બાદ તેમણે જય ભીમ, જય મિમ, જય તેલંગાણા અને અંતમાં જય પેલેસ્ટાઇન કહીને શપથ પૂર્ણ કરી હતી.

    તેમની આ હરકત બાદ સાંસદ શોભા કરંદલાજેએ વાંધો ઉઠાવ્યો હતો. આ પછી સંસદના અન્ય સભ્યોએ પણ આ મામલે આપત્તિ જતાવી. વિવાદ વકરતો જોઇને પીઠ પર બેઠેલા રાધા મોહન સિંઘે અસદુદ્દીન ઓવૈસીના શપથ ગ્રહણને રેકોર્ડ પરથી હટાવી દેવાના આદેશ આપી દીધા હતા. જોકે તે પહેલા જ આ વિડીયો અલગ-અલગ મીડિયા પ્લેટફોર્મ મારફતે વાયરલ થઈ ગયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં