Saturday, September 28, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા એરપોર્ટને મળ્યો બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ: CISF અને પોલીસની ટીમોએ...

    વડોદરા એરપોર્ટને મળ્યો બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ: CISF અને પોલીસની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું, એક કારમાં મળી આવ્યું શંકાસ્પદ ડિવાઇસ

    એરપોર્ટ બહાર જઈ રહેલી અને અંદર પ્રવેશતી તમામ કારોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એક કારમાં શંકાસ્પદ ઇલેક્ટ્રિક ડિવાઇસ મળી આવ્યું છે. તેથી કારને અંદર પ્રવેશ આપતા અટકાવી દેવાઈ છે.

    - Advertisement -

    વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ એરપોર્ટ ઓથોરીટીને મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓથોરીટીને મેઇલ મળ્યા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. ધમકીના પગલે સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા છે. CIFS અને પોલીસની ટીમો હાલ તપાસ કરી રહી છે. એરપોર્ટની અંદર અને બહાર તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન એક કારમાં શંકાસ્પદ ડિવાઇસ મળી આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.

    મંગળવારે (18 જૂન) બપોરે વડોદરા એરપોર્ટ ઓથોરીટીને એક ધમકીભર્યો મેઇલ મળી આવ્યો હતો. જેમાં વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની વાત કહેવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ ઓથોરીટીએ સ્થાનિક પોલીસને ઘટના વિશે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ભારે માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

    હરણી પોલીસની ટીમ સહિત અનેક તપાસ એજન્સીઓ પણ ચેકિંગમાં લાગી ગઈ છે. એરપોર્ટ પર આવી રહેલા અને બહાર નીકળતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. CIFSના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટ બહાર જઈ રહેલી અને અંદર પ્રવેશતી તમામ કારોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એક કારમાં શંકાસ્પદ ઇલેક્ટ્રિક ડિવાઇસ મળી આવ્યું છે. તેથી કારને અંદર પ્રવેશ આપતા અટકાવી દેવાઈ છે. હાલ પોલીસ સહિતની ટીમો આ મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    આ પહેલાં પણ અનેક સ્થળોને મળી ચૂકી છે ધમકી

    આ કોઈ પહેલીવાર નથી કે, એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય. આ પહેલાં અનેક સ્થળોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તાજેતરમાં જ અમદાવાદની સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે પહેલાં સુરતના એક મોલને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ચૂંટણી પહેલાંથી બૉમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. થોડા દિવસો પહેલાં જ દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી ટિશ્યૂ પેપર દ્વારા આપવામાં આવી હતી. જેના પગલે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

    દિલ્હીની શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદથી સતત દેશભરમાં બૉમ્બની ધમકીઓ મળી રહી છે. તપાસ કર્યા બાદ ત્યાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળતો નથી. દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને ધમકી મળી હતી. ત્યારબાદ જયપુરની પણ કેટલીક શાળાઓને ધમકી આપવામાં આવી હતી. તે પહેલાં RBIને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઉપરાંત અયોધ્યા રામ મંદિરને પણ અનેકવાર બૉમ્બની ધમકીઓ મળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં