લેખિકા અરુંધતી રોય વિરુદ્ધ UAPA હેઠળ કેસ ચલાવવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મંજૂરી આપી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ મામલો 14 વર્ષ જૂનો છે, જ્યારે વર્ષ 2010માં અરુંધતી રોયે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેને લઈને પછીથી કાશ્મીરના સામાજિક કાર્યકર્તા સુશીલ પંડિતે FIR નોંધાવી હતી.
શુક્રવારે (14 જૂન) દિલ્હી LGના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું કે, ઉપરાજ્યપાલે અરુંધતી રોય અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ કાશ્મીરના ઇન્ટરનેશનલ લૉ પ્રોફેસર ડૉ. શેખ શૌકત હુસૈન વિરુદ્ધ કેસ ચલાવવા માટે પરવાનગી આપી છે. કેસ UAPAની કલમ 45(1) હેઠળ ચલાવવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
Delhi LG, VK Saxena has sanctioned the prosecution of Arundhati Roy and former Professor of International Law in Central University of Kashmir, Dr. Sheikh Showkat Hussain. The FIR in the matter was registered on a complaint made by Sushil Pandit on 28.10.2010. Roy and Hussain had… pic.twitter.com/HzvVcCayg7
— ANI (@ANI) June 14, 2024
નોંધવું જોઈએ કે અગાઉ ઓક્ટોબર, 2023માં LGએ CrPCની કલમ 196 હેઠળ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 153A, B (ધાર્મિક ભાવનાઓ ભડકાવવી) અને IPC કલમ 505 (શાંતિભંગ કરતાં નિવેદન આપવાં) હેઠળ કેસ ચલાવવા માટે પરવાનગી આપી હતી. હવે UAPA હેઠળ ટ્રાયલ ચલાવવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. આ મામલે 28 ઓક્ટોબર, 2023ના રોજ સુશીલ પંડિતે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પછીથી 29 નવેમ્બર, 201૦ના રોજ IPCની કલમ 153A,B; 504,505 તાતા UAPAની કલમ 13 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં 21 ઑક્ટોબર, 2010ના રોજ નવી દિલ્હીના LTG ઓડિટોરિયમમાં એક ‘આઝાદી-ધ ઓનલી વે’ (આઝાદી- એકમાત્ર રસ્તો) નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કૉન્ફરન્સમાં અરુંધતી રોયે પણ ભાગ લીધો હતો. તેમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં કાશ્મીરને ભારતથી અલગ કરવાની વકાલત થઈ હતી.
કાર્યક્રમમાં અરૂંધતી ઉપરાંત સૈયદ અલી શાહ ગિલાની, SAR ગિલાની, ડૉ. શેખ શૌકત હુસૈન અને વરવરા રાવે ભાષણ આપ્યાં હતાં. જેમાંથી SAR ગિલાની કાર્યક્રમનો સંચાલક પણ હતો. તે 2001ના સંસદ હુમલામાં આરોપી હતો, પણ પછીથી છોડી દેવાયો હતો. 2019માં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે 2021માં સૈયદ અલી શાહ ગિલાનીનું પણ મૃત્યુ થયું.
UAPA (અનલૉફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ) 1967માં અમલમાં આવ્યો હતો. ભારતની અખંડિતતા અને સર્વભૌમત્વ વિરુદ્ધ થતી ગતિવિધિઓ માટે આ એક્ટ હેઠળ કેસ ચલાવવમાં આવે છે. મોદી સરકાર આવ્યા બાદ આ કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે. UAPA હેઠળ ચાલતા કેસમાં આરોપીઓને જામીન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડે છે.