કૂલ સાત ચરણોના મતદાન બાદ લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ અને પરિણામોને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તેવામાં ભારતીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને મત ગણતરી વિશે માહિતી આપી હતી. આ દરમિયાન પંચે વિપક્ષ અને વિરોધીઓ દ્વારા લગાવવામાં આવતા આરોપો પર ખુલીને ચર્ચા કરી હતી. ચૂંટણી પંચ પર સોશિયલ મીડિયામાં કરવામાં આવતા દાવા પર પણ પંચે પ્રતિક્રિયા આપી હતી.
લોકસભા ચૂંટણીની મત ગણતરી પેલા ચૂંટણી પંચે પહેલી વાર પત્રકાર પરિષદ યોજી છે. આ પત્રકાર પરિષદમાં પંચે આખી ચૂંટણી પ્રક્રિયા વિશે વાતચીત કરી. પંચે તેમના પર લગતા આક્ષેપો પર પણ વાત કરી. મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે મીડિયાને સંબોધતા કહ્યું કે, “સોશિયલ મીડિયા પર આપને ‘લાપતા જેન્ટલમેન વાપસ આ ગયે’ જેમાં મીમ્સ જોવા મળી જશે. પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે અમે ક્યારેય ‘લાપતા’ હતા જ નહીં. અમે તટસ્થ રહીને કામ કર્યું અને ભારતમાં 64 કરોડ મતદાતાએ મતદાન કર્યું, આ એક વિશ્વ વિક્રમ બન્યો છે.”
You Are The One !!Our Real Heroes.
— Election Commission of India (@ECISVEEP) June 3, 2024
“A special thanks to the sincere efforts of all our security forces & civilian polling staff, without whom conducting elections can’t be imagined.Along with voters,political parties, & the media, They are our real heroes.”Says CEC Rajiv Kumar pic.twitter.com/t0GabRaKwY
‘મતદાતાઓને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ’: રાજીવ કુમાર
રાજીવ કુમારે આગળ જણાવ્યું કે, “અમે ભારતીય મતદાતાઓને ‘સ્ટેન્ડિંગ ઓવેશન’ આપીએ છીએ. અમે વડીલોના ઘરે જઈને મત લીધા છે. 1.5 કરોડ મતદાતા અને સુરક્ષા કર્મીઓના આવાગમન માટે 135 વિશેષ ટ્રેન, 4 લાખ વાહનો અને 1692 ફ્લાઈટ્સનો વપરાશ કરવામાં આવ્યો. 68763 મોનીટરીંગ ટીમ ચૂંટણી પર નજર રાખી રહી હતી.” આ દરમિયાન તેમણે દેશનો આભાર પણ માન્યો.
Press Conference by Election Commission of India https://t.co/UjtUdjvJ9b
— Election Commission of India (@ECISVEEP) June 3, 2024
‘હવા ફેલાવતા લોકોના ફુગ્ગાની હવા અમારે કાઢવી પડે છે’: રાજીવ કુમાર
ચૂંટણી દરમિયાન ચૂંટણીમાં ફરજ પર હાજર કર્મચારીઓને પડેલી તકલીફો વિશે જણાવતા તેમણે એક વિડીયો પણ દર્શાવ્યો. તેમણે કહ્યું કે, “મતદાન કર્મીઓએ કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને મતદાન કરાવ્યું છે. તેવામાં તેમની નિષ્ઠા પર પ્રશ્ન ઉભા કરવામાં આવે છે. વિચારો કે તેમના હ્રદય પર શું વીતતી હશે? મતદાન પ્રક્રિયા અને હવે થનારી મત ગણતરી સંપૂર્ણ પારદર્શી હશે. આ પ્રથા 70 વર્ષોથી ચાલી આવી છે. અમે બધાને નિર્દેશ આપ્યા છે. કાઉન્ટીન્ગ એજન્ટ, આરઓ અને ઉમેદવારો તેમજ તેમના એજન્ટો તે તમામ લોકો પાસે હેન્ડબુક છે અને તેમની સામે મત ગણતરી થશે. કેટલાક લોકો હવા ફેલાવતા રહે છે અને પછી અમારે આવા ફુગ્ગાઓની હવા કાઢવી પડે છે. અમારે તે પણ જણાવવું પડે છે કે ટેબલ પર એજન્ટ અલાઉડ છે.”
‘ન સાડી વેચાઈ, ન કૂકર…તમામના હેલિકોપ્ટર ચેક થયા’: રાજીવ કુમાર
આ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રાજીવ કુમારે કહ્યું કે, “તમને યાદ હશે કે પહેલા ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે કેવી રીતે સામાન વિતરણ કરવામાં આવતો. આ વખતે ન તો સાડી વેચાઈ છે, ન કુકર વેચાયા છે કે ન દારૂ, કે નતો પૈસા વેચાયા છે. છૂટી છવાઈ ઘટનાઓને છોડીને આખા દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી. કોઈ પણ એવું નહતું જેનું હેલિકોપ્ટર ચેક ન કરવામાં આવ્યું હોય. ચૂંટણી અધિકારીઓને અમારા તરફથી સંદેશ હતો કે તમારે તમારું કામ કરવાનું છે, કોઈનાથી ડરવાનું નથી. આ તેનું જ પરિણામ છે કે 10 હજાર કરોડની રકમ ઝડપાઈ છે. આ વર્ષ 2019 લોકસભા ચૂંટણી કરતા ત્રણ ગણી મોટી રકમ છે. આ તૈયારીઓ પાછળ બે વર્ષની મહેનત છે. આપને આ બધું એટલા માટે જણાવવામાં આવી રહ્યું છે કે ક્યાંક અમારી મહેનત ગુમ ન થઇ જાય.”