Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ2 જૂનથી હૈદરાબાદ હવે સંયુક્ત રાજધાની નહીં રહે: તેલંગાણાનું રહેશે સંપૂર્ણ નિયંત્રણ,...

    2 જૂનથી હૈદરાબાદ હવે સંયુક્ત રાજધાની નહીં રહે: તેલંગાણાનું રહેશે સંપૂર્ણ નિયંત્રણ, આંધ્ર પ્રદેશને અન્ય સ્થળે ખસેડવું પડશે પાટનગર

    આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014ની કલમ 5માં કહેવામાં આવ્યું હતું કે, "નિયત તિથીથી, એટલે કે, 2 જૂન, 2014થી હૈદરાબાદ દશ વર્ષ સુધી તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યોની સંયુકત રાજધાની રહેશે."

    - Advertisement -

    આજથી એટલે કે, રવિવારથી (2 જૂન, 2024)તેલંગાણા અને આંધ્ર પ્રદેશની આધિકારિક સંયુક્ત રાજધાની હૈદરાબાદ નહીં રહે. હવે તેના પર માત્ર તેલંગાણાનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. તેલંગાણા અને આંધ્ર પ્રદેશ અલગ થયા બાદથી જ સંયુક્ત રાજધાની તરીકે ઓળખાતું હૈદરાબાદ હવે તેલંગાણાની સ્વતંત્ર રાજધાની રહેશે. આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014ની કલમ 5(1) અનુસાર, 2 જૂન, 2024થી આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત રાજધાની હૈદરાબાદ નહીં રહે. આ જ અધિનિયમની કલમ 5(2)માં કહેવામાં આવ્યું છે કે, હૈદરાબાદ માત્ર તેલંગાણાની રાજધાની રહેશે. આંધ્ર પ્રદેશ માટે નવું પાટનગર બનાવવામાં આવશે.

    2 જૂનથી હૈદરાબાદ પર તેલંગાણાનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આંધ્ર પ્રદેશ માટે હમણાં સુધી કોઈ સ્થાયી રાજધાની શોધી શકાઈ નથી. અમરાવતી અને વિશાખાપટ્ટનમને લઈને હજુ પણ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આંધ્ર પ્રદેશના હાલના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું છે કે, જો તેઓ સત્તા પર બની રહશે તો વિશાખાપટ્ટનમને પ્રશાસનિક રાજધાની બનાવશે. જ્યારે અમરાવતી વિધાનસભાની બેઠક રહેશે અને કુરનુલ ન્યાયિક રાજધાની રહેશે.

    2014માં અલગ થયા હતા આંધ્ર પ્રદેશ અને તેલંગાણા

    નોંધવા જેવુ છે કે, 1956માં જ્યારે આંધ્ર અને તેલંગાણાને એક કરવામાં આવ્યા હતા અને તેને આંધ્ર પ્રદેશ તરીકે નવું નામ મળ્યું હતું, ત્યારે હૈદરાબાદને અવિભાજિત આંધ્ર પ્રદેશની રાજધાની ઘોષિત કરવામાં આવી હતી. જે 2 જૂન 2014 સુધી તે જ સ્થિતિમાં રહી હતી. પરંતુ બંને અલગ થયા બાદ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014ની કલમ 5માં કહેવામાં આવ્યું હતું કે, “નિયત તિથીથી, એટલે કે, 2 જૂન, 2014થી હૈદરાબાદ દશ વર્ષ સુધી તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યોની સંયુકત રાજધાની રહેશે.” કલમમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, ઉપરોક્ત અવધિ પૂર્ણ થયા બાદ હૈદરાબાદ માત્ર તેલંગાણાની રાજધાની રહેશે અને આંધ્ર પ્રદેશ માટે એક નવી રાજધાની હશે.

    - Advertisement -

    જોગવાઈ મુજબ, આંધ્ર પ્રદેશ સરકાર તેલંગાણાથી 2015 સુધી કામ કરતી હતી. 2015માં, આંધ્ર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને રાજ્યની રાજધાની જાહેર કરી હતી. થોડા સમય પછી, સચિવાલય સહિત એપીની મોટાભાગની સરકારી કચેરીઓ અમરાવતીમાં શિફ્ટ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, આંધ્ર પ્રદેશ સરકારે તેલંગાણાને હૈદરાબાદમાં રહેલી તે ઇમારતો ભાડે આપવા વિનંતી કરી છે. જ્યાંથી આંધ્ર પ્રદેશ સરકાર પણ કાર્ય કરી રહી હતી. જોકે, ચૂંટણી આચારસંહિતા લાગુ હોવાથી તેલંગાણા સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં