લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં ઉશ્કેરાયેલા ટોળાંએ EVM અને VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધા છે. આરોપ લાગી રહ્યો છે કે, TMCના કાર્યકર્તાઓએ ટોળાંને ધમકી આપી હતી. તેથી ઉશ્કેરાયેલા ટોળાંએ મશીનો પાણીમાં ફેંકી દીધા હતા. આટલું જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળના જાધવપુરમાંથી તો દેશી બૉમ્બથી હુમલો થયાના સમાચાર પણ સામે આવ્યા છે.
સાતમા ચરણનું મતદાન શરૂ થયા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બુથ નંબર 40, 41માં ટોળાંએ EVM અને VVPAT મશીનો તળાવમાં ફેંક્યા છે. સ્થાનિક લોકો દ્વારા મળેલી માહિતી અનુસાર, TMC સમર્થકો અને કાર્યકર્તાઓએ ટોળાંને ધમકી આપી હતી, જેને લઈને ટોળું ઉશ્કેરાયું હતું. આ સાથે જ જાધવપુરમાં હિંસા જોવા મળી છે. માહિતી અનુસાર, ISF અને CPIMના ઘણા કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ હુમલાનો આરોપ પણ TMC પર લાગ્યો છે. તો TMCના નેતાઓ અને પોલીસ અધિકારીઓ પર લોકોને ધમકાવીને TMCને મત આપવા માટે દબાણ ઊભું કરવાનો પણ આરોપ લાગ્યો છે.
TMC’s reign of terror persists in the seventh phase of voting.
— BJP West Bengal (@BJP4Bengal) June 1, 2024
Bomb blasts are rampant in Satulia, Bhangar. Mamata Banerjee, who knows exactly who is making these bombs, is still allowing these explosions to occur.
Mamata Banerjee, where are all these bombs coming from? pic.twitter.com/C9xIjkONwK
દેશી બૉમ્બથી થયો હુમલો
જાધવપુરમાં થયેલા હુમલામાં દેશી બૉમ્બના ઉપયોગના સમાચાર પણ સામે આવ્યા છે. ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, તે જગ્યા પર દેશી બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો છે અને લોકોના ટોળાં આમતેમ દોડી રહ્યા છે. હાલમાં માહિતી મળી છે કે, સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસકર્મીઓને ઘટનાસ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપે TMC પર અનેકો આરોપો પણ લગાવી દીધા છે. બંગાળમાં પહેલાં ચરણથી લઈને છેલ્લા ચરણ સુધીના મતદાનમાં હિંસાના સમાચાર સામે આવ્યા હતા. તે તમામ હિંસાના આરોપ મમતા બેનર્જીની પાર્ટી TMC પર લાગ્યા છે.
VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal.
— Press Trust of India (@PTI_News) June 1, 2024
(Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4
બીજી તરફ પશ્ચિમ બંગાળના ચૂંટણી પંચે પણ હિંસાની પુષ્ટિ કરી છે અને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર આપેલી માહિતી અનુસાર, બંગાળમાં દેશી બૉમ્બથી હુમલો અને EVM-VVPAT મશીનોને પાણીમાં ફેંકી દેવાની ઘટનાઓ સામે આવી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે અને વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.