લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના પ્રખર પડઘમ શાંત થતા જ PM મોદી કન્યાકુમારી પહોંચ્યા હતા, જ્યાં તેઓ 45 કલાકની કઠીન સાધના કરી રહ્યા છે. તેવામાં આજે સવારે એક વિડીયો સામે આવ્યો, જેમાં વડાપ્રધાન વિવેકાનંદ રોક મેમોરિયલ પરથી સુર્ય પૂજા કરતા નજરે પડી રહ્યા છે. નોંધનીય છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામિ વિવેકાનંદે સાધના કરી હતી અને ભારત માતાના દર્શન કર્યા હતા.
Watch: Prime Minister Narendra Modi performed Surya Puja at the Vivekananda Rock Memorial in Kanniyakumari, Tamil Nadu, earlier today. pic.twitter.com/8w0D4O2zH9
— DeshGujarat (@DeshGujarat) May 31, 2024
વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી દરિયામાંથી ઉગતા સૂર્યને બે હાથ જોડીને નમન કરી રહ્યા છે. બાદમાં તેઓએ સુર્ય ભગવાનને જળ અર્પણ કરે છે અને માળા પણ કરે છે. તેઓએ ભગવા રંગના વસ્ત્રો ધારણ કરેલા છે.
45 કલાક માટે કરી રહ્યા છે કઠીન સાધના
નોંધનીય છે કે પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા, જ્યાં તેઓ 1 જૂન સુધી ધ્યાન કરશે. PM મોદી ધ્યાન મંડપમમાં દિવસ-રાત ધ્યાન કરવાના છે. જે રીતે એક સમયે સ્વામી વિવેકાનંદે કર્યું હતું.
ગત લોકસભા ચૂંટણીઓના પરિણામ પહેલા પણ મોદી આ ધર્યું હતું ધ્યાન
2019ના ચૂંટણી પ્રચાર દરમિયાન, પીએમ મોદીએ ઉત્તરાખંડમાં બે દિવસ માટે કેદારનાથ મંદિરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે 15 કલાક ‘એકાંતવાસ’ (એકાંત ધ્યાન) માટે ધ્યાન કર્યું હતું.
આ પહેલા, પીએમ મોદીએ 2014 માં મહારાષ્ટ્રના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી અને છત્રપતિ શિવાજીને શ્રદ્ધાંજલિ આપી હતી જેમણે નવેમ્બર 1659 માં બીજાપુરના આદિલ શાહી સુલતાનના સેનાપતિ અફઝલ ખાનને માર્યા પછી એક મહત્વપૂર્ણ યુદ્ધ જીત્યું હતું.