Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહાર: પટના ટેરર મોડ્યુલ કેસની તપાસ NIAને સોંપાઈ, કેસ દાખલ: PFI લિંકની...

    બિહાર: પટના ટેરર મોડ્યુલ કેસની તપાસ NIAને સોંપાઈ, કેસ દાખલ: PFI લિંકની પણ થશે તપાસ

    આ કેસમાં તીસ્તા સેતલવાડ કનેક્શન પણ સામે આવ્યું છે. તીસ્તાની ધરપકડના વિરોધમાં 12 જુલાઈએ અતહર પરવેઝના નેતૃત્વમાં SDPIના બેનર હેઠળ પટનામાં પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    પટના ટેરર મોડ્યુલ કેસની તપાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને (NIA) સોંપી છે. એજન્સીએ બિહાર પોલીસ પાસેથી આ કેસની સમગ્ર વિગતો મેળવીને તપાસ શરૂ કરી છે. ઉપરાંત UAPA હેઠળ કેસ પણ દાખલ કરી દીધો છે. આ કેસમાં PFI લિંકની પણ તપાસ કરવામાં આવશે તેમ મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે. 

    રિપોર્ટ અનુસાર, એનઆઈએએ શુક્રવારે રાત્રે આઇપીસી અને UAPA એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી. અત્યાર સુધી આ કેસની તપાસ બિહાર પોલીસની એસઆઈટી કરી રહી હતી અને જેમાં એટીએસ સહિતની એજન્સીઓ મદદ કરી રહી હતી. કેસ સામે આવ્યા બાદથી જ કેન્દ્રીય એજન્સીઓ આ મામલે નજર રાખી રહી હતી. આખરે, ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કેસ NIA ને સોંપવા માટેના આદેશ છૂટ્યા હતા. 

    બીજી તરફ, આ કેસમાં તીસ્તા સેતલવાડ કનેક્શન પણ સામે આવ્યું છે. તીસ્તાની ધરપકડના વિરોધમાં 12 જુલાઈએ અતહર પરવેઝના નેતૃત્વમાં SDPIના બેનર હેઠળ પટનામાં પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પટનાની મુલાકાતે આવ્યા હતા. જોકે, તેના એક દિવસ પહેલાં જ 11 જુલાઈએ બે સંદિગ્ધ પકડાઈ ગયા બાદ આ યોજના નિષ્ફ્ળ ગઈ હતી. 

    - Advertisement -

    11 જુલાઈના રોજ પટના પોલીસે ફુલવારી શરીફમાં એડીપીઆઈ અને પીએફઆઈના કાર્યાલયે દરોડા પાડ્યા હતા. જ્યાંથી ઝારખંડ પોલીસના રિટાયર્ડ પોલીસકર્મી જલાલુદ્દીન અને અન્ય એક શખ્સ અતહરને પકડવામાં આવ્યો હતો. શરૂઆતમાં એવી વિગતો બહાર આવી હતી કે પીએમના કાર્યક્રમ દરમિયાન ગડબડ કરવાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું હતું, પરંતુ પછીથી સમગ્ર ષડ્યંત્રનો પર્દાફાશ થયો હતો.

    પટના ટેરર મોડ્યુલ મામલે કુલ 26 વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પકડાયેલા જલાલુદ્દીન અને અતહરે પીએમની 12 જુલાઈની રેલીમાં હિંસા કરવા માટે 26 લોકોને તાલીમ આપી હતી. તપાસ દરમિયાન બિહાર પોલીસને જાણવા મળ્યું હતું કે, પરવેઝ ઘણાં વિદેશી સંગઠનો સાથે સંપર્કમાં હતો અને દેશ-વિરોધી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેને વિદેશથી ફંડિંગ પણ મળતું હતું. હવે આ તમામ બાબતોની તપાસ NIA કરશે.

    પોલીસને કાર્યવાહી દરમિયાન ‘ઇન્ડિયા વિઝન 2047’ નામનો એક દસ્તાવેજ પણ મળ્યો હતો. જેમાં હિંદુઓને પાઠ ભણાવવાની અને દેશમાં ઇસ્લામનું શાસન સ્થાપવાની વાત કરવામાં આવી હતી. આઠ પાનાંના આ ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પીએફઆઈ સાથે 10 ટકા મુસ્લિમો પણ એક થઇ જાય તો તેઓ ‘કાયર હિંદુઓને’ હરાવી દેશે. આ ડોક્યુમેન્ટમાં ભારતમાં અરાજકતા ફેલાવવા માટે અન્ય ઇસ્લામિક રાષ્ટ્રોની મદદ લેવાની પણ વાત કહેવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં