ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક 11 વર્ષીય મુસ્લિમ સગીરા બળાત્કારનો ભોગ બની હતી. આ ઘટનામાં પહેલાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ અલગ-અલગ પોસ્ટ કરીને આ ઘૃણાસ્પદ કૃત્ય હિંદુઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું.
આ મામલે કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા X પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટના માધ્યમથી આરોપ લગાવવામાં આવ્યા હતા કે, મુસ્લિમ સગીરા પર બળાત્કાર કરનાર ત્રણ આરોપીઓ હિંદુ છે. એક ફેક્ટચેકિંગ કરતા અકાઉન્ટ દ્વારા આ પ્રકારની પોસ્ટ કરનાર કટ્ટરપંથીઓની પોસ્ટના અમુક સ્ક્રીનશૉટ શેર કરવામાં અઆવ્યા હતા. જેમાં આ પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા કે ત્રણ હિંદુઓએ મળીને મુસ્લિમ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
સોશિયલ મીડિયામાં બુમરાણ મચાવી રહેલા કટ્ટરપંથીઓએ જુઠ્ઠાણું ફેલાવીને કહ્યું હતું કે હિંદુ આરોપીઓ દ્વારા આ પ્રકારની અમાનવીય હરકત કરવામાં આવી છે. આટલું જ નહીં, અલી નામના એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે, ‘હિંદુ દેવતાઓ બળાત્કારી છે.’ એક તરફ કટ્ટરપંથીઓનો એક મોટો સમૂહ સોશિયલ મીડિયામાં ઘટનાને લઈને રાડારાડ કરી રહ્યો છે, તો બીજી તરફ ઘટનાની વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી છે. વાસ્તવમાં મુસ્લિમ સગીરા પર બળાત્કાર કરનાર કોઈ હિંદુ નહીં, પરંતુ નદીમ નામનો એક મુસ્લિમ યુવક હોવાનું સામે આવ્યું છે.
1920
— D-Intent Data (@dintentdata) May 3, 2024
ANALYSIS: Misleading
FACT: A sensitive video of a rape victim is being circulated claiming that an 11-Year-old Muslim girl was kidnapped and gang-raped by three Hindu men in Baghpat, UP. The fact is that the police have arrested one accused named Nadeem S/O Younis (1/3) pic.twitter.com/gH1hmfGKCS
ગત શુક્રવારના (3 મે, 2024) રોજ, બાગપત બડોત પોલીસ સ્ટેશનના અધિકારી સવિરત્ન ગૌતમે આ મામલે જણાવ્યું હતું કે, “27 એપ્રિલે અમને જાણકારી મળી હતી કે અસાર ગામમાં એક સગીર વયની બાળકીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે, આ વિસ્તાર રમાલા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. અમે પીડિત બાળકીને સુરક્ષિત રીતે શોધવામાં સફળ રહ્યા છીએ.
પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું કે, “બાળકીના જણાવ્યા અનુસાર ગામમાં જ રહેતા એક વ્યક્તિએ તેના મિત્રો સાથે મળીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અમે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.”
#WATCH | UP: Saviratna Gautam, CO Baraut, Baghpat says, "On 27 April, information was received about the disappearance of a minor girl from Asara village of Thana Ramala. Immediately a case was registered and the girl was rescued safely. The girl told that a boy from the village… pic.twitter.com/zF742o2tDb
— ANI (@ANI) May 3, 2024
આ દરમિયાન બાગપત પોલીસ દ્વારા એક લેખિત નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદન સામે આવ્યા બાદ વાસ્તવિકતા સામે આવી અને ઇસ્લામિક કટ્ટરપંથી ગેંગ દ્વરા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાની પોલ ખુલી ગઈ હતી. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર બળાત્કાર કરનાર આરોપીનું નામ નદીમ છે.
આ નિવેદનમાં બાગપત પોલીસે જણાવ્યું છે કે, “સૂચિત કરવામાં આવે છે કે તારીખ 27 એપ્રિલ 2024ના રોજ રમાલા પોલીસ સ્ટેશનને સુચના મળી હતી કે આસારા ગામની એક સગીર વયની બાળકીનું અપહરણ કકરી લલેવામાં આવ્યું છે. આ મમામલે તાત્કાલિક ધોરણે કેસ દાખલ કરીને એક ટીમ બનાવીને બાળકીની શોધખોળ આદરવામાં આવી હતી. ઘટનાની સાંજે જ પોલીસને બાળકીને શોધવામાં સફળતા મળી હતી.”
પોલીસે આગળ જણાવ્યું કે, “CRPCની કલમ 161 અંતર્ગત બાળકીનું નિવેદન લેવામાં આવ્યું અને જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં તેનું મેડીકલ ચેક-અપ કરાવવામાં અઆવ્યું. કોર્ટમાં કલમ 164 અંતર્ગત તેનું નિવેદન નોંધાવ્યા બાદ બાળકીને સહીસલામત તેના પરિવારને સોંપી દેવામાં આવી.” આ જ નિવેદનમાં પોલીસે જણાવ્યું છે કે કલમ 161/164 મુજબ લેવામાં આવેલા સગીર વયની બાળકીના નિવેદનના આધારે પોલીસે નદીમની (પિતા યૂનુસ) ધરપકડ કરી લીધી છે.
#baghpatpolice
— Baghpat Police (@baghpatpolice) May 3, 2024
थाना रमाला क्षेत्र के ग्राम असारा में एक नाबालिग लड़की के अपहरण व दुष्कर्म के सम्बन्ध में- @Uppolice pic.twitter.com/LNPQZv4jY9
જાહેર નિવેદનમાં આગળ જણાવવામાં અઆવ્યું છે કે, “મળી આવેલા પુરાવાઓના આધારે ઘટનાના અન્ય અઆરોપીઓની ધરપકડ કરવા ધારાધોરણો અનુસાર કાર્યવાહી શરૂ કરી દેવામમાં આવી છે.” પોલીસે જાહેર કરેલા આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહેલા દાવા ખોટા સાબિત થયા હતા.