થાઈલેન્ડમાં એક મહિલા રાજકારણી તેના દત્તક લીધેલા પુત્ર સાથે અફેર હોવાના અહેવાલો બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ (SCMP) અનુસાર, 45 વર્ષીય પ્રપાપોર્ન ચોઈવાડકોહ (Prapaporn Choeiwadkoh) 24 વર્ષીય ફ્રા મહા સાથે પથારીમાં કઢંગી હાલતમાં સૂતેલા હતા જે પોતે બૌદ્ધ સાધુ પણ છે. થાઈલેન્ડના આ મહિલા રાજકારણીને તેના પતિ દ્વારા પકડવામાં આવી હતી, જેની ઓળખ સમાચાર ચેનલ દ્વારા Ti તરીકે કરવામાં આવી હતી, જેણે પાંચ કલાક સુધી ડ્રાઇવ કરીને મહિલાને રંગે હાથે પકડી હતી. ચોઇવાડકોહને સાધુ તરીકે રહેતા દત્તક પુત્ર સાથેના તેના સંબંધો પર શંકા હતી અને તેણે તેમને પકડવાની આ આખી યોજના ઘડી હતી.
આ સમાચારે થાઈલેન્ડ અને કેટલાક પડોશી દેશોના સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. પતિએ કહ્યું કે તેઓ ગત વર્ષે એકવાર એક મંદિર ગયા ત્યાં તેમની પત્ની આ યુવાન સાધુને જોઈને ખુબ ભાવુક થઈ ગઈ હતી. જે બાદ તેઓએ તેને દત્તક લીધો હતો. SCMPના અહેવાલ અનુસાર હાલ આ બૌદ્ધ સાધુ ફરાર છે.
પતિએ ઊતર્યો વિડીયો
આ મહિલા થાઈ રાજકારણીનો એક વિડીયો પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો છે જે અહેવાલો અનુસાર તેના પતિ ટી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં, પતિ કથિત રીતે ચોઇવાડકોહને પૂછે છે “શું તમે બંને ખુશ છો?” તેમની પત્નીએ પોતાનો બચાવ કર્યો અને દાવો કર્યો કે તેઓએ સેક્સ કર્યું ન હતું અને તેઓ માત્ર વાતચીત કરતા હતા.
નોંધનીય છે કે ચોઇવાડકોહ મધ્ય થાઇલેન્ડના પ્રાંત સુખોથાઇના લોકપ્રિય રાજકારણી છે. તે હાલમાં સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે સેવા આપે છે અને ગયા વર્ષે માર્ચથી ડેમોક્રેટ પાર્ટીના સભ્ય છે. તાજા સમાચાર મુજબ આ ઘટનાક્રમની તપાસ બાકી હોય ત્યાં સુધી પક્ષ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.