તાજેતરમાં પાકિસ્તાનના એક નેતાનું ટ્વિટ ચર્ચાનું કારણ બન્યું છે. ઇમરાન ખાનની સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ એક ટ્વિટ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સમર્થન કર્યું છે. તેમણે એક વિડીયોના જવાબમાં આ પોસ્ટ કરી, જેમાં રાહુલ ગાંધી મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરતા જોવા મળે છે.
ફવાદ ચૌધરીએ એક પોસ્ટમાં લખ્યું- ‘રાહુલ ઓન ફાયર…’ તેમણે જે પોસ્ટ શૅર કરી છે તેમાં એક કોંગ્રેસ સમર્થક અકાઉન્ટે રાહુલ ગાંધીનો 1 મિનીટનો એક વિડીયો શૅર કર્યો છે, જેમાં તેઓ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને મોદી સરકાર પર આરોપ લગાવતા સાંભળવા મળે છે.
Rahul on fire …. https://t.co/6pi1mL0bQN
— Ch Fawad Hussain (@fawadchaudhry) May 1, 2024
વિડીયોમાં રાહુલ ગાંધી કહે છે કે, “ભાજપે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. તમે ઉદ્ઘાટનમાં એક પણ ગરીબ વ્યક્તિનો ચહેરો જોયો? અંબાણી દેખાયા, અદાણી દેખાયા, અમિતાભ બચ્ચન દેખાયા, નરેન્દ્ર મોદી દેખાયા. હિંદુસ્તાનના તમામ અમીરો જોયા, પણ ખેડૂતો કે ભારતના ગરીબો કે મજૂરો દેખાયા? આ નરેન્દ્ર મોદીજી 2-3% લોકો માટે કામ કરે છે. આ બધો ડ્રામા તમારું ધ્યાન ભટકાવવા માટે છે.”
આગળ મીડિયા પર આરોપ લગાવતાં તેઓ કહે છે કે, “ટીવીવાળા મળેલા છે, મીડિયાવાળા મળેલા છે, અદાણી-અંબાણી, નરેન્દ્ર મોદી… આ 10-15 લોકોની ટીમ છે, જેમનું કામ GSTથી તમારા પૈસા છીનવવાનું છે અને 24 કલાક તમારા ધ્યાનને આમતેમ કરવાનું છે. ત્યારબાદ તેઓ એશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન અને વિરાટ કોહલી વગેરેનાં નામ લઈને ટિપ્પણી કરે છે.
રસપ્રદ રીતે તેઓ પાકિસ્તાનનું પણ નામ લેતા જોવા મળે છે અને કહે છે કે સરકાર પાકિસ્તાનમાં લડાઇ થઈ ગઈ હોવાની વાતો કર્યા કરે છે પણ ક્યારે દેશમાં બેરોજગારી કેટલી છે તે નહીં કહે. GSTના પૈસા ક્યાં જાય છે તે વિશે નહીં બોલે. ખેડૂતોની MSP વિશે નહીં બોલે.”
નોંધવું જોઈએ કે આ ઘટનાક્રમ ત્યારે બન્યો જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી લડવામાં આવી રહી છે. 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થશે. અત્યાર સુધીના તમામ ઓપિનિયન પોલ અને જનતાનો મૂડ એ બાબત તરફ ઈશારો કરે છે કે નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી ત્રીજી વખત સરકાર બનાવીને વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ પક્ષે હતાશા નજર આવી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાની નેતાએ રાહુલ ગાંધીનાં વખાણ કરતાં ભાજપને નવું એક શસ્ત્ર મળ્યું છે.
Ch Fawad Hussain, who served in the Imran Khan cabinet, as Minister for Information and Broadcasting, is promoting Rahul Gandhi.
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 1, 2024
Is the Congress planning to contest election in Pakistan? From a manifesto, that has imprints of the Muslim league to a ringing endorsement, from… pic.twitter.com/XllqlWdlAR
ભાજપ IT સેલ હેડ અમિત માલવિયાએ લખ્યું કે, “આ ટિપ્પણી ચૌધરી ફવાદ હુસૈન, જેઓ ઇમરાન ખાન સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે તેઓ રાહુલ ગાંધીનું પ્રમોશન કરી રહ્યા છે. શું કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે? મેનિફેસ્ટોમાં તો મુસ્લિમ લીગની છાપ જોવા મળી જ રહી છે, હવે સરહદપારથી જે રીતે સમર્થન મળી રહ્યું છે તેને જોતાં કોંગ્રેસની પાકિસ્તાન સાથેની સાંઠગાંઠ આનાથી વધુ સ્પષ્ટ ન હોય શકે.