Friday, November 22, 2024
More
    હોમપેજદેશGST કલેક્શનના પાછલા તમામ રેકોર્ડ તૂટ્યા, એપ્રિલમાં સંગ્રહ ₹2 લાખ કરોડને પાર:...

    GST કલેક્શનના પાછલા તમામ રેકોર્ડ તૂટ્યા, એપ્રિલમાં સંગ્રહ ₹2 લાખ કરોડને પાર: ગુજરાતે પણ કરી 13% વૃદ્ધિ 

    એપ્રિલમાં કુલ GST કલેક્શન ₹2,10,267 કરોડ રહ્યું છે. જેમાંથી સેન્ટ્રલ GST (જે કેન્દ્ર દ્વારા લાદવામાં આવે છે) ₹43,846 કરોડ તેમજ સ્ટેટ GST કલેક્શન (જે રાજ્ય સરકાર લગાવે છે) ₹53,538 કરોડ નોંધાયું છે

    - Advertisement -

    ભારતની અર્થવ્યવસ્થા સતત આગળ વધી રહી છે, જેનો દાખલો તાજેતરમાં ફરી જોવા મળ્યો. બુધવારે (1 મે, 2024) કેન્દ્રીય વિત્ત મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર, એપ્રિલ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન નોંધાયું અને જેની સાથે જ કલેક્શને ₹2 લાખ કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે. મંત્રાલય અનુસાર, એપ્રિલ, 2024માં GST રેવન્યુ કલેક્શન ₹2.10 લાખ કરોડ નોંધાયું. 

    જુલાઈ, 2017માં GST લાગુ કરવામાં આવ્યા બાદ આ સૌથી વધુ GST કલેક્શન નોંધાયું છે. આ પહેલાં એપ્રિલ, 2023માં સૌથી વધુ ₹1.87 લાખ કરોડ નોંધવામાં આવ્યું હતું. વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં GST રેવન્યુ કુલ ₹18.01 લાખ કરોડ થઈ છે, જે તેના આગલા નાણાકીય વર્ષની આવક કરતાં 13.4% જેટલી વધુ છે. 

    એપ્રિલ, 2024ની વાત કરવામાં આવે તો કુલ 38 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ GST કલેક્શનમાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ નોંધાવી છે. જેમાં સૌથી ટોચ પર મહારાષ્ટ્ર છે, જેણે 13 ટકા ગ્રોથ સાથે કુલ ₹37,671 કરોડ કલેક્શન કર્યુ છે. ત્યારબાદ કર્ણાટક 9 ટકાના ગ્રોથ સાથે ₹15,978 કરોડ અને ત્રીજો ક્રમ ગુજરાતનો આવે છે, જ્યાં 13%ના ગ્રોથ સાથે કલેક્શન ₹13,301 કરોડ નોંધાયું છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશે તમિલનાડુને પાછળ છોડી દીધું છે અને 19%ના ગ્રોથ સાથે કુલ ₹12,290 કરોડનું કલેક્શન કર્યું છે. તમિલનાડુ 6 ટકા ગ્રોથ સાથે ₹12,210 કરોડ તેમજ હરિયાણાએ 21 ટકા ગ્રોથ સાથે ₹12,168 કરોડ કલેક્શન નોંધ્યું છે. ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ઇકોનોમિક એક્ટિવિટી તેમજ તંત્ર દ્વારા થતા GST ઓડિટના કારણે આટલો રેકોર્ડ વધારો નોંધાયો છે. 

    એપ્રિલમાં કુલ GST કલેક્શન ₹2,10,267 કરોડ રહ્યું છે. જેમાંથી સેન્ટ્રલ GST (જે કેન્દ્ર દ્વારા લાદવામાં આવે છે) ₹43,846 કરોડ તેમજ સ્ટેટ GST કલેક્શન (જે રાજ્ય સરકાર લગાવે છે) ₹53,538 કરોડ નોંધાયું છે. ઇન્ટિગ્રેટેડ GST (ગુડ્સ એન્ડ સર્વિસના ઇન્ટર સ્ટેટ સપ્લાય પર લાગુ કરવામાં આવે છે) ₹99,623 કરોડ તેમજ સેસ ₹13,620 કરોડ નોંધાયો છે. 

    નોંધવું જોઈએ કે દેશમાં ટેક્સ સિસ્ટમમાં સુધારો લાવવા માટે મોદી સરકારે જુલાઈ, 2017માં GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ કર્યો હતો. જેનાથી અનેક જટિલતા દૂર કરીને સિસ્ટમ સરળ કરી દેવામાં આવી. તે લાગુ કર્યા બાદ સતત કલેક્શન વધતું જ રહ્યું છે, જેનાથી કેન્દ્ર અને રાજ્ય બંનેને ફાયદો મળે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં