શનિવારે (27 એપ્રિલ) તેલંગાણા કોંગ્રેસના X હેન્ડલ પરથી ગૃહમંત્રી અમિત શાહનો એક એડિટ કરેલો વિડીયો પોસ્ટ કરીને ખોટા દાવા કરવામાં આવ્યા. દાવો એવો કરવામાં આવ્યો કે ગૃહમંત્રી અમિત શાહે એક રેલીમાં SC, ST અને OBCને મળતું અનામત રદ કરવાનો વાયદો કર્યો છે. પરંતુ હકીકત જુદી છે.
ટ્વિટમાં તેલંગાણા કૉંગ્રેસે લખ્યું કે, “જેઓ ભાજપમાં છે અને એસસી, એસટી, ઓબીસી લઘુમતીમાં આવે છે અને ધર્મના નામે રાજકારણ કરી રહ્યા છે તેમણે આ વિડીયો જોવો જોઈએ અને નક્કી કરવું જોઈએ કે ભાજપ માટે મતદાન કરવું કે નહીં.” આગળ લખ્યું કે, “જો સત્તામાં ફરીથી આવશે તો SC, ST, OBC અને લઘુમતીઓ માટેનું અનામત રદ કરી દેશે તેમ કહેનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવીએ અને બંધારણ દ્વારા મળતા અનામતનો લાભ લઈએ.”
మతం పేరిట రాజకీయం చేస్తున్న బిజెపిలో ఉన్న SC,ST,OBC మైనారిటీ సోదర సోదరీమణులారా.. బిజెపికి ఓటు వేయాలా వద్దా అనేది ఈ వీడియో చూశాక నిర్ణయం తీసుకోండి.
— Telangana Congress (@INCTelangana) April 27, 2024
భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ పొగరు, అహంకారంతో మళ్ళీ అధికారంలోకి వస్తే SC, ST, OBC, మైనారిటీల రిజర్వేషన్లు… pic.twitter.com/45VRpXsgJq
ટ્વિટમાં આગળ લખવામાં આવ્યું કે, “ભાજપને સત્તા પરથી દૂર કરો, દેશને બચાવી લો. બંધારણ દ્વારા જે અધિકારો આપવામાં આવ્યા છે તેનું રક્ષણ કરવામાં મદદરૂપ થાઓ. દેશનું બંધારણ બચવું જોઈએ.”
આ ટ્વિટમાં ગૃહમંત્રી અમિત શાહના એક ભાષણનો વિડીયો જોડવામાં આવ્યો, જેને જાણીજોઇને એડિટ કરવામાં આવ્યો છે, જેથી એવું સાબિત કરી શકાય કે ગૃહમંત્રી જાતિ આધારિત અનામત દૂર કરવાની વાત કરી રહ્યા હતા. જ્યારે હકીકત જુદી છે.
વાસ્તવમાં ગૃહમંત્રી શાહ મુસ્લિમ સમુદાયને મળતા ગેરબંધારણીય અનામતને હટાવીને તેને ST, SC અને OBCને આપવાની વાત કરી રહ્યા હતા. ગુરુવારે (25 એપ્રિલ) તેલંગાણામાં એક ચૂંટણી સભા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, “કોંગ્રેસ અને TRSએ ક્યારેય પણ તેલંગાણા લિબરેશન ડેની ઉજવણી નથી કરી, કારણ કે તેઓ મજલિસથી ડરે છે. ભાજપે નક્કી કર્યું છે કે અમે તેલંગાણા લિબરેશન ડેની ઉજવણી કરીશું.”
તેમણે આગળ કાખ્યું હતું કે, “ભાજપે કોંગ્રેસ અને TRS દ્વારા આપવામાં આવતા મુસ્લિમ અનામતને રદ કરીને તેને ST, SC અને OBCને આપવાનો નિર્ણય કર્યો છે.” તેમણે કહ્યું હતું કે, અનામત SC, ST અને OBCને આપવામાં આવશે અને ગેરબંધારણીય મુસ્લિમ અનામતને રદ કરવામાં આવશે. જેનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે SC, ST અને OBCને મળતા અનામતને દૂર કરવાની કોઇ વાત કહી ન હતી.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી જેમ આગળ વધી રહી છે તેમ નિરાશામાં ડૂબેલી વિપક્ષી પાર્ટીઓ પ્રચાર-પ્રસાર માટે ફેક ન્યૂઝનો પણ સહારો લેવા માંડી છે.