Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગળું કાપી નાંખો આનું: કટ્ટરવાદીઓના ઝુંડે બજરંગદળના કાર્યકર્તાની બાઈક રોકી, નુપુર શર્મા...

    ગળું કાપી નાંખો આનું: કટ્ટરવાદીઓના ઝુંડે બજરંગદળના કાર્યકર્તાની બાઈક રોકી, નુપુર શર્મા વિષે પૂછ્યું, પછી માર્યા ધારદાર હથિયારના ઉપરા-ઉપરી ‘ઘા’

    મધ્યપ્રદેશમાં બજરંગ દળના કાર્યકર્તાને કટ્ટરવાદીઓના ઝુંડે રસ્તામાં રોકીને તેના પર નુપુર શર્માને સમર્થન કરવા બદલ તીક્ષ્ણ હથીયારોથી હુમલો કર્યો હતો.

    - Advertisement -

    ગળું કાપી નાંખો આનું- આ શબ્દો છે મુસ્લિમ ટોળાના અને એ પણ બજરંગદળના નેતા માટે, મધ્યપ્રદેશમાંથી નુપુર શર્માને સમર્થન આપવા બદલ બજરંગ દળના નેતા પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. ઘટના અગર-માલવા જિલ્લાની છે. બુધવારે (20 જુલાઈ, 2022) અગરના ઉજ્જૈન રોડ પર,’ ગળું કાપી નાંખો આનું ‘ કહીને 26 વર્ષીય આયુષ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 13 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. બેની ધરપકડના પણ સમાચાર છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર , બજરંગ દળના પ્રખંડ સંયોજક પીડિત આયુષે નુપુર શર્માના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. આનાથી કટ્ટરપંથીઓ રોષે ભરાયા હતા. પોલીસને આપેલી ફરિયાદ મુજબ, ઘટનાના દિવસે આયુષ બાઇક પર સવાર થઈને ઉજ્જૈન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એક સશસ્ત્ર જૂથે તેનો રસ્તો રોક્યો હતો અને તેને નૂપુર શર્માનો સમર્થક ગણાવીને તેનું ગળું કાપી નાખવાની ધમકી આપી હતી.

    દૈનિક ભાસ્કરે પીડિતને ટાંકીને જણાવ્યું છે કે, “હું બાઇક પર જઈ રહ્યો હતો. 8-10 છોકરાઓએ મને તેમનો હાથ બતાવ્યો અને મને રોક્યો. મારું નામ અને બજરંગદળના સંયોજક હોવા અંગે પૂછવામાં આવ્યું. મેં હા પાડી ત્યારે તેણે પૂછ્યું કે શું તે નુપુર શર્મા વિશે બાઈટ આપી છે. મેં હા પાડી એટલે તરત મારા ઉપર હુમલો કર્યો. તેઓ કહી રહ્યા હતા કે ગળું કાપી નાંખો આનું. તેને મારી નાખો. તેઓના હાથમાં જે હતું તેનાથી તેઓએ મને માર્યો. તેમના હાથમાં તલવાર હતી, તિક્ષ્ણ હથિયાર હતા, હેંગર હતું, તેણે મને પથ્થરથી પણ માર્યો હતો. તે 10-12 લોકો હતા.”

    - Advertisement -

    હુમલાખોરોના નામ અમલ, અરબાઝ, આસિફ, સરફરાઝ, ચીકી, અમ્મુ મેવાતી, અમાન, સોહેલ, મુન્ના મેવાતી, સલમાન, ફિરદૌસ, સમીર અને સાજીદ છે. હુમલા દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આયુષની સારવાર ઉજ્જૈનની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યાં તેની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે .

    ઘટનાની જાણ થતાં જ હિંદુ સંગઠનોએ હુમલાખોરોની તાત્કાલિક ધરપકડની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, રમખાણ અને હુમલાની અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. એસપી રાકેશ સાગરના જણાવ્યા અનુસાર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને સામાન્ય રાખવા માટે ભારે માત્રામાં ફોર્સ ખડકી દેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં