હિંદુઓના સૌથી પવિત્ર તહેવારોમાં એક તહેવાર રામનવમીનો છે. રામનવમીના દિવસે પ્રભુ શ્રીરામનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. તે જ અનુસંધાને હિંદુ સંગઠનના લોકો અને હિંદુઓ પોતાના વિસ્તારને સજાવે છે અને ભગવાનના આ તહેવારને આસ્થાપૂર્વક ઉજવે છે. તેવામાં રામનવમી નિમિત્તે રાજસ્થાનના જયપુરમાં વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોના કાર્યકરોએ શહેરમાં ભગવા ધ્વજ લગાવ્યા હતા. જેમાં પ્રભુ શ્રીરામનું ચિત્ર પણ અંકિત હતું. તેવામાં હવે જયપુર કોંગ્રેસે ચૂંટણી આયોગના અધિકારીને પત્ર લખીને આચારસંહિતાનો હવાલો આપી ધ્વજ હટાવવાની માંગણી કરી અને નગર નિગમ દ્વારા ધ્વજ ઉતારવામાં આવ્યા છે. આ મામલે ભાજપના ધારાસભ્ય બાલમુકુન્દ આચાર્યએ વિરોધ કર્યો છે.
Jaipur #Congress unit is requesting EC to remove all saffron flags which have been put up by Hindu organizations all over city in occasion of #RamNavami.
— Ratan Sharda 🇮🇳 रतन शारदा (@RatanSharda55) April 17, 2024
Why do they fear Hindu festivals? They know that Hindus know that they hate Hindus. pic.twitter.com/UYtsv52oTa
જયપુરમાં રામનવમીના અવસર પર હિંદુ સંગઠનોએ શહેરમાં ભગવા ધ્વજ લગાવીને આસ્થા દર્શાવી હતી. તેવામાં જયપુર કોંગ્રેસે આ મુદ્દે પણ રાજકારણ રમવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસે ચૂંટણી આયોગના અધિકારીને આચારસંહિતાનો હવાલો આપીને ઝંડા ઉતારવાની માંગણી કરી હતી. કોંગ્રેસે પત્રમાં લખ્યું કે, “લોકસભા ચૂંટણી દરમિયાન શહેરના અજમેરી ગેટ, કિશનપોલ, ચાંદપોલ, છોટી ચૌપાડ, જૌહરી બજાર, બાપુ બજાર, અને સંપૂર્ણ પરપોટા ક્ષેત્રમાં વિશ્વ હિંદુ પરિષદના ભગવા રંગના ધ્વજ સાર્વજનિક સ્થાનો પર પાર્ટી વિશેષને લાભ પહોંચાડવાની મંશાથી પરવાનગી વગર લગાવવામાં આવ્યા છે. જે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. સાથે કોંગ્રેસે ચૂંટણી અધિકારી પાસે માંગણી કરી છે કે, આ ધ્વજને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે.” જે બાદ નગર નિગમની ટીમે ધ્વજ ઉતારી લીધા હતા.
ભગવા ધ્વજ પર અંકિત હતા ‘ૐ’ અને ભગવાન રામ, નગર નિગમની ટીમે કચરા પેટીમાં નાખ્યા
કોંગ્રેસે આચારસંહિતાના નામે હિંદુઓની આસ્થા પર સીધો પ્રહાર કર્યો છે. બીજી તરફ હિંદુ સંગઠનો અને ભાજપમાં પણ રોષ વ્યાપ્યો છે. હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, ધ્વજ પર માત્ર અને માત્ર ‘ૐ’ અને ભગવાન રામનું ચિત્ર અંકિત હતું, તેવામાં પ્રશ્ન એ છે કે, હિંદુ પ્રતિક અને હિંદુ ભગવાનના ચિત્ર અંકિત કરવાથી કોઈ પાર્ટીને કઈ રીતે લાભ મળી શકે? આ સાથે એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, ભગવા ધ્વજમાં કોઈપણ પાર્ટીના કોઈપણ ચિહ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. માત્ર હિંદુ પ્રતીકોનો ઉલ્લેખ હતો તો તે કેવી રીતે આચારસંહિતાનો ભંગ થયો? કોંગ્રેસને આમાં પણ આચારસંહિતાનો ભંગ દેખાયો.
આ આખા મામલાની ફરિયાદ હવામહેલના ધારાસભ્ય અને સંત સમિતિના અધ્યક્ષ બાલમુકુન્દ આચાર્ય પાસે પહોંચી તો તેમણે પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પોતાની દૂષિત માનસિકતાને લઈને ભગવાન રામનો વિરોધ કરી રહી છે. દેશભરમાં રામનવમી વર્ષોથી ઉજવાતી આવી છે, પરંતુ આ વખતે કોંગ્રેસને ભગવાન રામ પસંદ નથી આવી રહ્યા. એટલે જ ફરિયાદ કરીને ભગવાન રામના ધ્વજ હટાવ્યા છે.” તેમણે કહ્યું, “આ ભગવાન રામના ભક્તોની આસ્થા પર સીધો પ્રહાર છે કે, રામનવમીના અવસર પર તેમના ભગવાનના ધ્વજ હટાવીને કચરા પેટીમાં નાખવામાં આવી રહ્યા છે.”