Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાનેપાળમાં સુપ્રીમ કોર્ટના જજને ઘોષિત કરી દેવાયા ‘ગુસ્તાખ-એ-રસૂલ’, લગાવાયા ‘અલ્લાહુ અકબર’ અને...

    નેપાળમાં સુપ્રીમ કોર્ટના જજને ઘોષિત કરી દેવાયા ‘ગુસ્તાખ-એ-રસૂલ’, લગાવાયા ‘અલ્લાહુ અકબર’ અને ‘સર તન સે જુદા’ના નારા: કારણ એક સોશિયલ મીડિયા પોસ્ટ

    નેપાળના મોટા ભાગમાં મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુપ્રીમ કોર્ટના જજ કમલ નારાયણ દાસ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. નારાઓમાં અલ્લાહ હુ અકબર, નારા-એ-તકબીરની સાથે 'તેરા મેરા રિશ્તા ક્યા, લા ઇલાહ ઇલ્લલાહ' જેવી વાતો કહેવામાં આવી રહી છે.

    - Advertisement -

    નેપાળમાં સુપ્રીમ કોર્ટના જજ કમલ નારાયણ દાસના નામની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટના વિરોધમાં મુસ્લિમ સમુદાય રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યો છે. ઉન્માદી ભીડ ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવીને ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક કરી રહી છે. ભીડમાં રહેલા લોકો પોસ્ટમાં લખેલી વાતોને તેમના પયગંબરનું અપમાન ગણાવીને પૂતળા સળગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ‘સર તન સે જુદા’ના નારા પણ લખવામાં આવી રહ્યા છે. નેપાળના મુસ્લિમ આયોગે પણ સરકાર પાસે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે.

    નેપાળના મુસ્લિમ આયોગે આ ઘટના પર સરકારને ફરિયાદ પત્ર આપ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુક પર કમલ નારાયણ દાસના નામે ઈસ્લામને બદનામ કરવા માટે ખોટી અને ભ્રામક વાતો લખવામાં આવી છે. આ પોસ્ટમાં મુસ્લિમ સમુદાય દ્વારા પાળવામાં આવતા રોજા પર ટિપ્પણી કરવામાં આવી છે. મુસ્લિમ કમિશને રમઝાન દરમિયાન આ પોસ્ટ શેર કરવાને નેપાળના ભાઈચારાને ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. કમિશને દુઃખ વ્યક્ત કરતાં તેને નેપાળમાં સાંપ્રદાયિકતા ફેલાવવાનું ષડયંત્ર પણ ગણાવ્યું.

    નેપાળી મુસ્લિમ આયોગનો ફરિયાદ પત્ર

    નેપાળમાં તમામ મત-મઝહબોને સમાન ગણાવતા મુસ્લિમ આયોગે કહ્યું છે કે, કેટલાક લોકો સુપ્રીમ કોર્ટના જજ કમલ નારાયણ દાસના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી રહ્યા છે. મુસ્લિમ કમિશને આ મામલે અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવી દલીલોને ખોટી ગણાવી છે અને તેને પોતાની સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો છે. આયોગનું માનવું છે કે, આવી પોસ્ટને અભિવ્યક્તિની સ્વતંત્રતા તરીકે જાહેર કરવી એ નેપાળી કાયદા અને બંધારણનું ઉલ્લંઘન હશે. અંતે મુસ્લિમ આયોગે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પત્ર પર અધ્યક્ષ તરીકે શમીમ મિયાં અન્સારીના હસ્તાક્ષર છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટના જજની ધરપકડની માંગ

    આ પોસ્ટ જે હેન્ડલ પરથી કરવામાં આવી છે, તે નૉન-વેરીફાઇડ છે. અત્યાર સુધી નેપાળી પોલીસ અથવા કોઈ તપાસ એજન્સી સત્તાવાર રીતે કહી શકી નથી કે આ પોસ્ટ કોના દ્વારા લખવામાં આવી છે. આમ છતાં નેપાળના મોટા ભાગમાં મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુપ્રીમ કોર્ટના જજ કમલ નારાયણ દાસ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

    ‘નેપાળી મુસ્લિમ શાંતિ સમાજ સરલાહી મલંગવા’ નામના ફેસબુક પેજ પર ‘Arrest Kamal Narayan Das’ નામ સાથે કેપ્શન પણ આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ (શુક્રવાર) ના રોજ, આ કેપ્શન સાથે જોડાયેલ વિડીયોમાં, એક મુસ્લિમ ટોળું આગ લગાવી રહ્યું છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યું છે.

    કમલ નારાયણ દાસ ‘ગુસ્તાખ એ રસૂલ’ ઘોષિત

    શનિવારે (13 એપ્રિલ, 2024), ફરહાદ અહેમદ નામના વ્યક્તિએ નેપાળના સરલાહી જિલ્લાના મલંગવામાં કમલ નારાયણ દાસ વિરુદ્ધના જુલૂસનો વિડીયો તેના ફેસબુક પર શેર કર્યો હતો. મુસ્લિમ બોર્ડ નેપાળ દ્વારા આ જુલૂસ કાઢવામાં આવ્યું છે. જુલૂસમાં છપાયેલા બેનરો પર ‘ગુસ્તાખ-એ-રસૂલ વિરુદ્ધ કાર્યવાહી’ લખેલું છે. જુલૂસમાં ઘણા મૌલવીઓ અને મૌલાનાઓ ભાગ લેતા જોવા મળે છે. આ તમામ પોલીસની સામે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

    આ નારાઓમાં ‘અલ્લાહુ અકબર, નારા-એ-તકબી’રની સાથે ‘તેરા મેરા રિશ્તા ક્યા, લા ઇલાહ ઇલ્લલાહ’ જેવી વાતો કહેવામાં આવી રહી છે. વચ્ચે એક વ્યક્તિએ કહ્યું, ‘સર તન સે જુદા’વાળો નારો લગાવો. હાલમાં નેપાળી પોલીસ દ્વારા કોઈ ધરપકડની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં