Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં ફરી ત્રાટક્યા અજાણ્યા બંદૂકધારીઓ: ભારતીય નાગરિક સરબજીતની જેલમાં હત્યા કરનાર અમીર...

    પાકિસ્તાનમાં ફરી ત્રાટક્યા અજાણ્યા બંદૂકધારીઓ: ભારતીય નાગરિક સરબજીતની જેલમાં હત્યા કરનાર અમીર સરફરાઝ લાહોરમાં ઠાર મરાયો

    પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ ડૉન અમીર સરફરાઝની હત્યા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે તે કારમાં કોઈ જગ્યા પર જઈ રહ્યો હતો. તે જ સમયે અચાનક જ અજાણ્યા બંદૂકધારીઓએ તેને ગોળીઓ ધરબી દીધી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    પાકિસ્તાનથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, પાકિસ્તાનના લાહોરમાં અન્ડરવર્લ્ડ ડૉન અમીર સરફરાઝની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી ધરબીને હત્યા કરી નાખી છે. સરફરાઝ તે જ વ્યક્તિ હતો, જેણે ISIના આદેશ પર પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીત સિંઘની હત્યા કરી નાખી હતી. પાકિસ્તાનની જેલમાં સરફરાઝે સરબજીતની પોલિથીનથી ગળું દબાવીને અને માર મારીને હત્યા કરી નાખી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના કહેવા પર તેણે સરબજીતને તડપાવી-તડપાવીને માર્યા હતા.

    મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ ડૉન અમીર સરફરાઝની હત્યા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે તે કારમાં કોઈ જગ્યા પર જઈ રહ્યો હતો. તે જ સમયે અચાનક જ અજાણ્યા બંદૂકધારીઓએ તેને ગોળીઓ ધરબી દીધી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    આ ઘટના લાહોરના ઈસ્લામપુરા પાસે બની. સરફરાઝ તેના ઘરની પાસે ઊભો હતો ત્યારે ત્યાં બે અજાણ્યા બંદૂકધારીઓ બાઇક પર ધસી આવ્યા હતા અને ગોળીઓ ધરબીને છૂ થઈ ગયા હતા. 

    - Advertisement -

    પાકિસ્તાની મીડિયાએ સમાચારોની પુષ્ટિ કરી છે. હૉસ્પિટલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે સરફરાઝનું મોત વધુ પડતું લોહી વહી જવાના કારણે થયું છે. તેને ચાર ગોળીઓ વાગી હતી. છાતીના ભાગે 2 અને 2 ગોળીઓ પગમાં મારવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. 

    લાહોરની સેન્ટ્રલ જેલમાં થઈ હતી સરબજીત સિંઘની હત્યા

    નોંધનીય છે કે, ભારતીય નાગરિક સરબજીત સિંઘ ની હત્યા 2 મે, 2013ના રોજ કરવામાં આવી હતી. વર્ષ 1991માં પાકિસ્તાની કોર્ટે તેમને લાહોર અને ફૈઝલાબાદમાં થયેલા ચાર બૉમ્બ-ધડાકા માટે પણ સજા સંભળાવી હતી. આ ધડાકામાં લગભગ 14 લોકોનાં મોત થઈ ગયાં હતાં. માર્ચ 2006માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની દયા અરજી ફગાવી દીધી હતી અને તેમને આપવામાં આવેલી ફાંસીની સજા યથાવત રાખી હતી. તે પછી તેમના પર લાહોરની સેન્ટ્રલ જેલમાં કેટલાક કેદીઓએ હુમલો કરી દીધો હતો, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવાતા ડોકટરોએ બ્રેનડેડ જાહેર કરી દીધા હતા.

    સાથે એ પણ નોંધવું જોઈએ કે, સરબજીત સિંઘ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા તરનતારન જિલ્લાના ભિખીવિંડ ગામના રહેવાસી હતા. તેઓ ખેતી સાથે સંકળાયેલા હતા. 30 ઓગસ્ટ, 1990માં તેઓ અજાણતા જ પાકિસ્તાનની સરહદમાં જતાં રહ્યા હતા. જે બાદ તેમને અહીં પાકિસ્તાની આર્મીએ પકડ્યા હતા અને જેલમાં નાખ્યા હતા. તે બાદ તેમના પર બૉમ્બ-ધડાકાના આરોપ નાખીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

    આ સાથે સરબજીત સિંઘે પાકિસ્તાની જેલમાંથી જ એક પત્ર લખીને ભારત મોકલ્યો હતો. જેમાં તેમણે તેમની સાથે થઈ રહેલા અત્યાચાર વિશે પણ જણાવ્યું હતું. તેમને એવી શંકા હતી કે, તેમના ભોજનમાં ઝેર ભેળવીને આપવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પાકિસ્તાનની કોર્ટ પણ તેમની કોઈ ફરિયાદો પર ધ્યાન નથી આપી રહી. સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, તેમને નિર્દયતાથી માર પણ મારવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં