IIT બોમ્બેમાં રામાયણ પર ભજવાઈ રહેલા નાટક દરમિયાન હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો મામલો સામે આવ્યો છે. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અગાઉ પોંડિચેરી યુનિવર્સિટીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં રામાયણના નામે હિંદુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું હતું. તાજા કિસ્સામાં, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સ્થિત IIT બોમ્બેમાં કલ્ચરલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 માર્ચે ‘પર્ફોર્મિંગ આર્ટ ફેસ્ટિવલ’ યોજાયો હતો. તે રામાયણ પર આધારિત હતો અને તેમાં ભગવાન રામની આલોચના કરવામાં આવી હતી.
‘રાહોવન’ નામના આ નાટકમાં નારીવાદી મુદ્દાના નામે ભગવાન રામના પાત્ર સાથે છેડછાડ કરવામાં આવી હતી. પાત્રોના નામ થોડા બદલાયા હતા. તેમાં સીતાનું પાત્ર કહે છે, “સ્વામી, આવી સ્થિતિમાં હું એકલી પરિણીત પોતાનું હ્રદય સંભાળ કોની સાથે કરું?” તેના પર સામેથી રામનું પાત્ર કહે છે કે, “ખોલ”. “શું” તે જવાબ આપે છે- “સંકોચ”. અન્ય એક દ્રશ્યમાં રામનું પાત્ર કહે છે કે, “તું કોઈ બીજા કબીલામાં જઈને કોઈ બીજા મર્દ સાથે રહી આવી છે, એટલા માટે આ કબીલો તારો સ્વીકાર કરશે નહીં.”
Video from IIT Bombay-
— Desidudewithsign (@Nikhilsingh21_) April 6, 2024
In cultural event called PAF (Performing Arts Festival) a play called Raahovan was organised.
This play was loosely based on Ramayana and they changed the names a little bit and in the name of making Ramayana Woke and Feminist they did this. #iitbombay pic.twitter.com/0Wwimkr8jm
તેના પર સીતાનું પાત્ર કહે છે કે, “બીજો મર્દ, અરે કેદી હતી હું ત્યાં?” તેના પર રામ આરોપ લગાવે છે કે, સીતાએ કબીલાની મર્યાદા ઓળંગી અને રેખાનું ઉલ્લંઘન કર્યું. રામના પાત્રે કહ્યું કે, “તું કઈ નહીં બોલે, માત્ર મારુ સાંભળીશ.” પછી સીતાનું પાત્ર કહે છે કે, “મર્દ થવા નીકળ્યો હતો તું, માણસ બનવાનું ભૂલી ગયો.” તેના પર રામ કહે છે કે, “હવે એક સ્ત્રી સમજાવશે મને કે, મર્દ બનવું શું છે?” એક દ્રશ્યમાં સીતા કહે છે, “એક અલગ દુનિયા છે ત્યાં અને સારું થયું, અઘોરા (રાવણ) મને ત્યાં લઈને ગયો.”
સીતા વધુમાં કહે છે કે, “ત્યાંની સ્ત્રીઓને સારી પ્રતિષ્ઠા મળે છે. તેણે પોતે મને કહ્યું હતું કે, મારી પરવાનગી વિના તે મને સ્પર્શ કરશે નહીં. તેનામાં મને એવો મર્દ દેખાયો, જે મને આ કબીલામાં નથી દેખાયો. તમે લોકો ઉજવણી કરી રહ્યા હતા ને કે, દાનવને મારી નાખ્યો. અસલી દાનવ તો તમે આજ સુધી માર્યો જ નથી.” આજકાલ રામાયણના નામે હિંદુ ધર્મનું અને દેવી-દેવતાઓનું અપમાન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તે જ અનુક્રમે IIT બોમ્બેમાં પણ આવું નાટક ભજવાયું છે. જેમાં પૌરાણિક પાત્રો પાસે કઈપણ બોલાવી દેવામાં આવે છે.
પોંડિચેરી યુનિવર્સિટીમાં પણ સામે આવ્યો હતો આવો કિસ્સો
તાજેતરમાં જ પોંડિચેરી યુનિવર્સિટીમાં આવા જ એક કેસને લઈને ન માત્ર આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, પરંતુ FIR પણ નોંધવામાં આવી છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી HoDને પણ હટાવી દેવામાં આવ્યા છે. સીતાના અપહરણના દ્રશ્યમાં બતાવવામાં આવ્યું હતું કે, માતા સીતા રાવણને ગૌમાંસ ખાવા માટે આપી રહ્યા છે. તેમાં સીતાનું પાત્ર એવું કહેતા સાંભળી શકાય છે કે, “હું પરિણીત છું, પણ આપણે મિત્ર બની શકીએ છીએ.” જેમાં હનુમાનજીની પૂંછડીને એન્ટેના તરીકે દર્શાવવામાં આવી હતી. સીતાને રાવણ સાથે નૃત્ય કરતાં પણ બતાવવામાં આવ્યા હતા.