કે અન્નામલાઈ, તમિલનાડુમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને દક્ષિણ બેંગલુરુના ભૂતપૂર્વ ડીસીપી, તેમની ફાયરબ્રાન્ડ છબી માટે જાણીતા છે. પાર્ટી તેમના નેતૃત્વમાં તમિલનાડુમાં લોકસભાની ચૂંટણી લડી રહી છે. કે અન્નામલાઈ પોતે કોઈમ્બતુરથી ચૂંટણી લડશે. કરુણાનિધિ પરિવાર સામેની લડાઈ પર તેમણે કહ્યું છે કે તમિલનાડુના કાયદા મંત્રી એસ રઘુપતિએ પોતે કહ્યું છે કે જ્યારે I.N.D.I. ગઠબંધન સત્તામાં આવશે, ત્યારે પ્રથમ ધરપકડ અન્નામલાઈની થશે. તેમણે કહ્યું કે કેવી રીતે બીજા ‘મૂર્ખ’ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધરપકડની જાહેરાત કરી.
અન્નામલાઈએ ANI પર સ્મિતા પ્રકાશ સાથેના પોડકાસ્ટમાં કહ્યું કે તમિલનાડુના અન્ય એક મંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટુકડા કરવાની વાત કરે છે. તેમણે પૂછ્યું કે શું આનો સાદી ભાષામાં જવાબ આપી શકાય? પૂર્વ IPS અધિકારીએ કહ્યું કે PM મોદીને SPG પ્રોટેક્શન છે, તેમની સુરક્ષા 4 લેયરની છે. તેઓ PM મોદીના નખના મેલ બરાબર પણ નથી. અન્નામલાઈએ સ્પષ્ટ કહ્યું કે, જો કોઈ પીએમ મોદીને સ્પર્શ કરશે તો પણ તેઓ તેમને છોડશે નહીં.
“I'm not going to spare…” Tamil Nadu BJP Chief Annamalai warns those using abusive words for PM Modi#ANIPodcastWithSmitaPrakash #Annamalai #PMModi
— ANI (@ANI) March 28, 2024
Watch the full episode here: https://t.co/exmecggd3x pic.twitter.com/hwdl711TiI
અન્નામલાઈએ કહ્યું કે તેમની વફાદારી પાર્ટી સાથે છે, ખાસ કરીને પીએમ મોદી સાથે. તેમણે કહ્યું કે જો પીએમ મોદી સાથે દુર્વ્યવહાર કરશે તો તેઓ ચૂપ નહીં રહે. તેમણે કહ્યું કે પીએમ મોદીને ગાળો આપવી એ તેમના માટે લક્ષ્મણ રેખા છે. ઉધયનિધિ સ્ટાલિનને તમિલનાડુના પપ્પુ કહેવા પર અન્નામલાઈએ કહ્યું કે તેમના માટે પણ વિવિધ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમનું કામ એ રીતે જવાબ આપવાનું છે કે તેઓ પીએમ મોદી વિશે ફરીથી આવી ટિપ્પણી ન કરે.
અન્નામલાઈએ કહ્યું, “તમે મને ગાળ આપો અને મારૂં અપમાન કરો તો ઠીક છે. પરંતુ, જો તમે પીએમ મોદી સાથે આવું કરશો તો હું ચૂપ નહીં રહીશ. હું અહીં પીએમ મોદીનું પ્રતિનિધિત્વ કરું છું. સ્પષ્ટ છે કે પીએમ મોદી પોતે જવાબ નહીં આપે, તેઓ આ ગાળોને કારણે જ આગળને આગળ વધી રહ્યા છે. હું મીઠી વાત કરનાર વ્યક્તિ છું, પણ મારી લક્ષ્મણ રેખાને સ્પર્શવી જોઈએ નહીં. જો તમે વારંવાર જુઠ્ઠું બોલો છો અને મીડિયા એ પ્રચાર ફેલાવે છે, તો હું સખત જવાબ આપીશ.”