Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅન્ય યુ-ટ્યુબરને માર મારવાના આરોપસર એલ્વિશ યાદવ સામે FIR, CCTV ફૂટેજ થયા...

    અન્ય યુ-ટ્યુબરને માર મારવાના આરોપસર એલ્વિશ યાદવ સામે FIR, CCTV ફૂટેજ થયા હતા વાયરલ: ગુરૂગ્રામમાં નોંધાયો કેસ

    ફરિયાદી મેક્સટર્ને આરોપ લગાવ્યો છે કે, એલ્વિશ યાદવે તેને 3થી વધુવાર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. સાથે તેણે હરિયાણાના મુખ્યમંત્રીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી પણ કરી છે.

    - Advertisement -

    મારપીટ કરવાના આરોપસર યુ-ટ્યુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામના સેકટર 53માં FIR નોંધવામાં આવી છે. તેણે અન્ય એક યુ-ટ્યુબર મેક્સટર્ન સાથે મારામારી કરી હતી. 7-8 વ્યક્તિઓ સાથે મળીને તેણે મેક્સટર્ન ઉર્ફે સાગર ઠાકુરને ઢોરમાર માર્યો હોવાનો આરોપ છે. જેને લઈને તેની સામે ગુનો નોંધાયો છે. તેની વિરુદ્ધ IPCની કલમ 147, 149, 323 અને 506 હેઠળ FIR નોંધાઈ છે. મેક્સટર્ન નામના યુટ્યુબરે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો હતો. જેમાં તે જણાવી રહ્યો છે કે, એલ્વિશ યાદવે તેને માર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મારપીટનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

    FIRમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, એલ્વિશ યાદવે મને મુલાકાત માટે કહ્યું હતું અને મને હતું કે વાતચીતથી સમાધાન થઈ જશે, પરંતુ જ્યારે તે સ્ટોર પર આવ્યો તો તેણે અને અન્ય 8-10 ગુંડાઓએ, જેઓ પીધેલી હાલતમાં હતા, ગાળાગાળી કરીને મને મારવાનું શરૂ કરી દીધું હતું. તેણે આરોપ લગાવ્યો છે કે એલ્વિશે તેને કરોડરજ્જુ પર ઇજા પહોંચાડવાના ઈરાદે માર માર્યો હતો અને જતાં પહેલાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, એલ્વિશ 7-8 શખ્સો સાથે એક સ્ટોરમાં જાય છે અને સામેવાળા વ્યક્તિને એટલે કે મેક્સટર્નને મારે છે. એલ્વિશ દરવાજો ખોલીને પ્રવેશ કરે છે અને મેક્સટર્ન તેને કહે છે કે, “આવો બેસો.” જેના જવાબમાં એલ્વિશ કહે છે કે, “હું હાથ મિલાવવા નથી આવ્યો, સીધો મારવા માટે આવ્યો છું.” જે બાદ એલ્વિશ તેના પર હુમલો કરી બેસે છે અને તમાચા મારવા લાગે છે. તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ફરિયાદીને પકડીને એલ્વિશ યાદવનો સાથ આપે છે. જે બાદ મેક્સટર્ન ગુરુગ્રામ પોલીસમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધાવે છે.

    - Advertisement -

    વિડીયોના અંતમાં એલ્વિશ યાદવ એક જ વાત રિપીટ કરતો નજરે પડે છે. તે મેક્સટર્નને કહે છે કે, “હવે બનાવ વિડીયો અને સૉરી બોલ.” જોકે, મેક્સટર્ન તેમ કરવા માટેની ના પાડે છે. જે બાદ એલ્વિશ તેના સહયોગીઓ સાથે ત્યાંથી જતો રહે છે. આ ઘટના બન્યા બાદ મેક્સટર્ન એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શૅર કરે છે. તે વિડીયોમાં કહે છે કે, તેને એવું લાગતું હતું કે, એલ્વિશ યાદવ સાથે બેસીને વાત કરવા પર વિવાદનો અંત આવશે. પરંતુ તેવું થયું નહીં. તેણે વિડીયોમાં જણાવ્યું કે, “તેઓ (એલ્વિશ) ઘણાબધા લોકો સાથે આવ્યા અને મારા પર હુમલો કરી દીધો.”

    મેક્સટર્ન વધુમાં જણાવે છે કે, “આ દરમિયાન હું કઈ કરી શક્યો નહીં, કારણ કે બે-ત્રણ વ્યક્તિઓએ મને પકડી રાખ્યો હતો. જે બાદ એલ્વિશે મને પોતાના ઘૂંટણથી નાક પર માર્યું, હાથોથી મોં પર માર્યું અને મોબાઈલ ઉઠાવીને સ્પાઇન પર માર્યો.” સાથે મેક્સટર્ને આરોપ લગાવ્યો છે કે, એલ્વિશ યાદવે તેને 3થી વધુવાર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ ઉપરાંત મેક્સટર્નનો આક્ષેપ છે કે, પોલીસે એલ્વિશ યાદવની FIR દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે જે કલમો અંતર્ગત ગુનો નોંધાવ્યો હતો તેમાંની એકપણ કલમ (IPC 307- હત્યાનો પ્રયાસ) દાખલ કરવામાં આવી નથી.” મેક્સટર્ને હરિયાણાના મુખ્યમંત્રીને એલ્વિશ યાદવ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી પણ કરી છે.

    શું હતો વિવાદ?

    નોંધનીય છે કે, સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થાય છે કે, જ્યારે એલ્વિશ યાદવ વિવાદિત ‘કૉમેડિયન’ મુનવ્વર ફારુકીને ગળે મળતો હોય તેવો ફોટો વાયરલ થાય છે. જેને લઈને તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે. જ્યારે તે જ અનુક્રમે મેક્સટર્ને પણ એલ્વિશ અને ફારુકીનો તે વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સાથે તેણે એલ્વિશનો અન્ય એક જૂનો વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં તે કહેતો સંભળાય છે કે, “હર ઇન્સાન દોગલા હૈ.” મેક્સટર્ને આ વિડીયો શેર કર્યા બાદ એલ્વિશ યાદવે તેના પર કમેન્ટ કરી હતી અને કહ્યું હતું કે, “ભાઈ, તું દિલ્હીમાં રહે છે, વિચાર્યું યાદ અપાવી દઉં .” જે બાદ બંનેએ મળવાનું નક્કી કર્યું અને ત્યારે જ મારામારીની ઘટના બનવા પામી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં