Tuesday, May 21, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમસ્જિદમાં નહીં કરી શકાય ઇફતાર, ઈમામ નહીં ઉઘરાવી શકે ફાળો: રમઝાન 2024ને...

    મસ્જિદમાં નહીં કરી શકાય ઇફતાર, ઈમામ નહીં ઉઘરાવી શકે ફાળો: રમઝાન 2024ને લઈને ઇસ્લામિક દેશ સાઉદી અરબની સરકારે જાહેર કર્યું ફરમાન

    મંત્રાલયે તે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે મસ્જિદોમાં અંદર લાગેલા કેમેરા દ્વારા અઝાન કરી રહેલા મુસ્લિમો અને ઇમામોનું વિડીયો રેકોર્ડીંગ પણ ન કરવામાં આવે, સાથે જ તેમના ફોટા પાડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઇસ્લામિક દેશ સાઉદી અરબે આગામી રમઝાન મહિનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. સાઉદી અરબે મસ્જિદોમાં ઇફતાર આયોજવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આટલું જ નહીં, ત્યાંની સરકારે સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહ્યું છે કે એક પણ ઈમામ મસ્જિદમાં ઇફતારનું આયોજન નહીં કરે અને ઇફતાર માટે ફાળો પણ નહીં ઉઘરાવી શકે. સાઉદી અરબની સરકારે આ મામલે કડક શબ્દોમાં પ્રતિબંધ લગાવ્યો છે.

    સાઉદી અરબ સરકારના ઇસ્લામિક મામલાના મંત્રાલયે તાજેતરમાં જ એક આદેશ જાહેર કરીને આગામી રમઝાનને લઈને નિર્દેશો જારી કર્યા છે. અહીં તે નોંધવું પણ જરૂરી છે કે સાઉદી આરબની તમામ મસ્જિદો પર આ મંત્રાલયનું નિયંત્રણ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર રોજા સમાપ્ત થયા બાદ મસ્જિદોમાં આયોજાતી ઇફતારના કારણે સાફ-સફાઈ પર ફરક પડે છે, મસ્જિદોને સાફ રાખવા માટે ત્યાં ઇફતારનું આયોજન ન કરવામાં આવે. ઇફતાર અન્ય જગ્યાએ આયોજવામાં આવે અને જે સ્થાન પર આયોજન થાય ત્યાં તાત્કાલિક સાફસફાઈ કરી દેવામાં આવે.

    મસ્જિદોમાં વિડીયો રેકોર્ડીંગ અને ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ

    મંત્રાલયે જણાવ્યું છે કે, આ મસ્જિદોમાં ઇફતાર આયોજિત કરવા માટે ત્યાંના ઈમામ કોઈ પણ પ્રકારનો ફાળો ન ઉઘરાવે. મંત્રાલયે તે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે મસ્જિદોમાં અંદર લાગેલા કેમેરા દ્વારા અઝાન કરી રહેલા મુસ્લિમો અને ઇમામોનું વિડીયો રેકોર્ડીંગ પણ ન કરવામાં આવે, સાથે જ તેમના ફોટા પાડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ પણે કહ્યું છે કે કોઈ મીડિયા પ્લેટફોર્મ પરથી તેનું પ્રસારણ પણ ન કરવામાં આવે. સાથે જ મંત્રાલયની સુચના પર સાઉદી અરબના ભીખારીઓને ભીખ માંગવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આગામી 11 માર્ચ 2024થી રમઝાન મહિનો શરૂ ર્હાઈ રહ્યો છે. આ દરમિયાન વિશ્વભરના મુસ્લિમો વહેલી સવારે ખાઈ-પીલે છે, ત્યાર બાદ સાંજે ઇફતાર પાર્ટી કરે છે. એટલે કે સુરજ ઉગ્યા બાદ કશું નથી ખાતા અને સાંજ પડતા જ ખાય છે. આ સાથે જ રોજા દરમિયાન પણ કેટલાક નિયમો પાળે છે.

    નોંધનીય છે કે સાઉદી અરબ એ જ દેશ છે જ્યાંથી ઇસ્લામની શરૂઆત થઈ હતી. પાછલા કેટલાક વર્ષોથી અહીં અનેક મોટા ફેરફાર થઈ રહ્યા છે. અહીંના વર્તમાન વડાપ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન નોંધપાત્ર ફેરફારો કરી રહ્યા છે. આધુનિક સમય સાથે મેળ ન ખાય તેવા અનેક નિયમો ત્યાં બદલવામાં આવ્યા છે.

    મહિલાઓને લઈને હતા વિચિત્ર કાયદા, પાછલા કેટલાક વર્ષોમાં આવ્યું પરિવર્તન

    કેવા નિયમો બદલાયા છે તેના પર વાત કરીએ તો વર્ષ 2018ના જૂન મહિનામાં પ્રિન્સ મુહમ્મદ બિન સલમાને મહિલાઓના ડ્રાઈવિંગ કરવા પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. આ નિયમના કારણે આવ-જા કરવા માટે મહિલાઓને પુરુષો પર નિર્ભર રહેવું પડતું હતું. જોકે લૈંગિક સમાનતા પણ ત્યાંની મહિલાઓનું એક મોટું સપનું છે.

    સાથે જ વર્ષ 2019માં પણ સાઉદી અરબમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાઉદી ક્રાઉન પ્રિન્સે જાહેરાત કરી હતી કે 21 વર્ષ કે તેનાથી મોટી કોઈ પણ મહિલા પોતાના પુરુષ વાલીની (પતી, પિતા, ભાઈ કે પરિવારના અન્ય પુરુષ સભ્ય) સંમતિ મેળવ્યા વગર પાસપોર્ટ માટે આવેદન કરી શકશે. સાથે જ મહિલાઓને તેમની મરજીથી વિદેશ પ્રવાસની પરવાનગી પણ તે સમયે આપવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં